જીવતા શીખવે તો બધાંય.,
પણ પછાતોને જીવતા કરે એ ભીમરાવ...
ભણીને વિદેશની ચાકરી કરે બધાંય.,
પણ દેશમાં રહી દેશસેવા કરે એ ભીમરાવ...
નાના મોઢે મોટી વાત જાજી નો કરાય
એટલે ટૂંકમાં જણાવું સાહેબ...
બ્રાહ્મણ-ક્ષત્રિય કુળમાં જન્મી મહાન બને બધાંય.,
પણ શુદ્ર હોવા છતાં ય "વિશ્વવિભૂતિ" બને એ ભીમરાવ...
#CHiRAG_vaghela_nD_worDs-
વિચારનું વમળ
એ કદર વંટોળે ચડયું.,
ક્યારે રાત વીતીને
સવાર થઈ એ જ ના સમજાયું..!-
મારી નજરે લગ્નજીવનનું બંધન એ
2 ઇંચનાં જાડ્ડા રસ્સા માફક મજબૂત હોવું જોઈએ...
જેમાં એકાદ તાંતણો તૂટે ય ખરો
ને અમુક તાંતણા ઘસાય પણ ખરાં....
પણ કોઈ કાળે એ રસ્સો ના તૂટવા દેય એ ખરું દંપત્તિ!-
🎉💐Happy Gandhi Jayanti💐🎉
🙏મોહનદાસ કરમચંદ ગાંધી🙏
એક એવું વ્યક્તિત્વ જે સમગ્ર જગતમાં
સૌથી વધુ પ્રશંસકો ય ધરાવતું હોય
અને સાથે જ ભારે સંખ્યામાં ટીકાકારો પણ...
જેનાં આદર્શો ને સ્વીકારનાર ય ઘણાં હોય
અને સાથે જ મોટી સંખ્યામાં વખોડનાર પણ...
જેને સમજવા ઘણું વાંચન ય જરૂરી હોય
અને સાથે જ પૂર્વગ્રહ વિનાની માનસિકતા પણ...
#CHiRAGvaghela_nD_worDs✍️-
ગરજતાં પણ ના વરસતા આ વાદળો સાંભળીને
કૈંક હ્રદયની એ હાલત યાદ આવે છે...
કે જ્યાં હૈયું તો વાદળની માફક ફૂટી ફૂટીને રોતું.,
પણ આંખો એકેય આંસુ ના સારવા મજબૂર હતું!!
#CHiRAGvaghela_nD_worDs✍️-
જીવનને માણવામાં એક વાત યાદ રાખવી...
👇
કોઈને નડવું નહીં
અને
દેવુ કરીને ફરવું નહીં!
#CHiRAGvaghela_nD_worDs✍️-
જીવનમાં શિક્ષક એટલે...
શીખવાડે ખરા પણ અભિમાન નો બતાવે.,
ખીજાય ખરા પણ અંગત વેર નો રાખે.,
ભૂલો બતાવે ખરા પણ ઉતારી નો પાડે.,
અને...
આશીર્વાદ આપે ખરા પણ સામે પગે લાગશે કે કેમ એવી લાલચ નો રાખે!!!
#CHiRAGvaghela_nD_worDs✍️-