Chhaya " Heer Chhaya"   (Chhaya હિરછાય)
36 Followers · 61 Following

Write poems on love , objects, life quotes
Joined 30 November 2024


Write poems on love , objects, life quotes
Joined 30 November 2024

રસ્તાઓ લાંબા લાગણીઓ ટૂંકી,
શહેરનાં રસ્તાઓમાં જિંદગી વીતી.

અવિરત ચાલે દિવસને રાત
તોય પામે ના લાગણી લગાર.

ગામડાની ગલીઓ ટૂંકી ને ટચ,
હેત ભાવ પામીએ ત્યાં અપાર.

ઝાલર ટાણું ને પંખીનો કલરવ,
ટ્રાફિક સિગ્નલમાં વીતે હરપળ.

-


20 MAY AT 21:43

Run before the time,
If possible........
If you don't run before,
Run with the time........

If you delayed it ,it's never come,
Do today's work today ......
Don't waste time,
Time west after you..,.....

-


20 MAY AT 21:33

કોઈક વખત સમયને પસાર કરવાનો હોય છે ,
ઘણી વખત સમય માંથી પસાર થવાનું હોય છે .

પરિસ્થિતિ જીવાડે તેમ ,
ગમે તેવી પરિસ્થિતિ માં,

બંને ને જીવી જાણે એજ સાચો વ્યક્તિ.

-


15 MAY AT 7:31

સવાર પડી પથરાયો ઉજાસ .
સૃષ્ટિના કણ કણમાં ફેલાયો પ્રકાશ.

કલરવ કરતાં મધુર ગાતા,
ખગ વિહરતા વ્યોમમાં.

ફોરમ પુષ્પ તણી મહેંકે ,
ચોતરફ રસાતાળમાં.

-


7 MAY AT 22:09

સ્ત્રીના આભૂષણ મર્યાદા અને વિશ્વાસ.
પ્રેમ ને એ પહેરે અને ઇજ્જત ને ઓઢે.
નવશણગાર થી સજ્જ ત્યારે એ લાગે.
પ્રેમ,મમતા, વહાલ અને દરકાર સાથે રાખે.
ચિંતા ને સંયમ વડે એ કાયમ શોભે,
ધીરજ ને ધારણ કરી હંમેશા એ મલકે.
સહનશીલતા ની મૂરત બની કાયમ નિખરે.
રણચંડી બની રૌદ્ર રૂપે ,એ પાપ ને મિટાવે .

-


6 MAY AT 22:50

વૈશાખની મધ્યે સર્જાયાં , અણધાર્યા અષાઢી વાયરા.
પવને રાખી વીજળીને સાથે, કર્યા થોડા કાંકરીચારા.

થયું ચાલને આપણે પણ માણીએ, ઉનાળે વેકેશન થોડા.
વાવાઝોડાની જેમ ફરીશું , કરીશું થોડા ટીખળ ટોળા.

કરીશું થોડી ધીંગા મસ્તી, છંછેડીએ સૌને ચાલ થોડા.
અગનવર્ષા જોઈને થયું , વરસાદને બોલાવીએ ઓરા.

લઈને ઉપડ્યા વીજળી સાથે, લઈને પવનના ટોળેટોળા.
વરસાદ કહે હું પણ આવું, થોભો તમે સૌ થોડાં થોડાં.

વિચાર્યું તું કરશું સૌ આજે , ધિંગામસ્તી થઇ ને ભેળાં.
થઈ ગયું સૌ અવળું સવળું, મોંઘા પડ્યા કાંકરી ચારા.
છાયા "હિરછાય"

-


6 MAY AT 6:59


The open door welcomes the opportunity,
When open it positivity comes through it.
Lights make bright , often comes from it .
Negetivities out from surrounding it.
hopes comes beyond, welcome courage.
smiles welcome always with warm wishes.

-


3 MAY AT 18:17


I am brave to face difficulties.
Face to brave circumstances.



But not brave to face un trustworthy.
Not to face people who cheat others.
Always be honest with yours.......

-


2 MAY AT 19:09

સહેલી નથી અનુભવી, પ્રેમની આશા છે.
અમાપ ઊંડાણ છે એમાં ,આંખોની ભાષા છે.

અવિરત લાગણીઓની ,વહેતી એ આશા છે.
સમજી શકે મૌનને તો,એક અદ્ભુત ભાષા છે.

ઉતરો જો ઊંડાણમાં, સુખ, દુઃખની આશા છે .
સમજો ઉમટતી ઊર્મિઓ, એ આંખોની ભાષા છે.

-


29 APR AT 15:37

ઉગે અને આથમે એજ ખબર પડે છે.
દિવસને રાત બે જ જોવા મળે છે.
કોને ખબર આ સાંજ કયાં ઢળેછે?
છૂટીને શાળાથી ભેગા થવાની મજા .
એ શેરીઓ પણ હવે ક્યાં જડે છે ?
કોને ખબર આ સાંજ ક્યાં ઢળે છે ?
લડવું ઝગડવું ને વળી ભેળાં મળવું .
બાળપણના દિન ફરી ક્યાં મળે છે ?
કોને ખબર આ સાંજ ક્યાં ઢળે છે ?
હસતી મળતી એ ટીખળ ટોળી.
દોસ્તોની મહેફીલ હવે કયાં મળે છે?
કોને ખબર આ સાંજ ક્યાં ઢળે છે?
વિખૂટી પડેલી એ અવિરત ક્ષણો.
વાગોડવી એ યાદો હવે ગમે છે .
કોને ખબર આ સાંજ ક્યાં ઢળે છે?
મારી ને તારી બસ આંખો મળે છે.
જવાબદારી હેઠળ માનવી વહે છે.
કોને ખબર આ સાંજ ક્યાં ઢળે છે ?
વહેતી છે અવિરત સડકો પર જીંદગી.
ટ્રાફિક સિગ્નલમાં જ સાંજ ભળે છે.
કોને ખબર આ સાંજ ક્યાં ઢળે છે ?
મળશે મહેફીલ ક્યારેક તો દોસ્તોની.
એવી આશામાં જીવવું ગમે છે.
કોને ખબર આ સાંજ ક્યાં ઢળે છે ?

-


Fetching Chhaya " Heer Chhaya" Quotes