આજ અમે આવ્યા, તમારી આંખે આવ્યા.
એવા તે આવ્યા, સાગર તાણી લાવ્યા.
મીઠાં જે બોલ હતાં, બધાં બોલાવ્યા.
જબરાં તો એવાં, કે ખ઼ાર તાણી લાવ્યા.
-
બદલો વાળવાની કોશિશ તો સહુ કોઈ કરે છે,
પણ શું સમજણ ના બદલામાં સમજણ મળે છે?-
હાસ્યનો નકાબ પહેરીને જીવું છું,
દિલમાં ઊંડા ઘાવ લઈને જીવું છું.
ઓળખ્યાં છે સૌ વફાદારોને અહીં,
લોહીથી લથબથ પાંવ લઈને જીવું છું.
લગાવી હતી બાજી પ્રેમમાં જીતવા,
પછી હારેલા સૌ દાવ લઈને જીવું છું.
મળ્યું છે ઉપનામ બેવફાનું ઈનામમાં,
વફાનો કટોરો ખાલી સાવ લઈને જીવું છું.
પીવડાવ્યાં જળ પ્રેમના રક્ત વહાવી,
સુકાઈ ગયેલી પ્રેમની વાવ લઈને જીવું છું.
ચલો થયું સારું કે મળ્યાં સફરમાં 'ચાંદ',
નહીં તો વગર પતવારની નાવ લઈને જીવું છું.
રીતેશ ક્રિશ્ચિયન
-
બદલો લેવાની કે વેર ની ભાવના રાખવામાં કંઇ ખોટુ કેમ હોઇ શકે?
જે ભગવાને સહન જ નથી કર્યુ તેની સજા ભગવાન કે તેના કર્મ આપે તો પણ શું મળશે??
તે સમય ની રાહ જોઈને પણ કંઇ હાસિલ થશે?
એના કરતા જાતે વેર લેવામાં શું વાંધો?
પ્રતિશોધ ની અગ્નિ બીજું કંઇ આપે ના આપે સુકુન તો અાપશે જ ને...
પ્રતિશોધ લેવો જ જોઇએ
પણ આ વેર ની કિંમત પુરી ઝિંદગી આપી ને ચુકવાય છે જો એ તૈયારી હોય
તો બદલો લેવાય જ...
ખુદ કોઇ ના કર્મો નો હિસાબ કરાય જ-
કોઈ બહુ ખરાબ વ્યવહાર કરે અને તરછોડી દે તો પણ ભૂલી જવાની જગ્યાએ માફ કરી દેવાના અને એક યાદગીરી રૂપે તે ઘટના સાચવી રાખવાની.. સમય સમયનું કામ કરે છે. કોઈ દિવસ સામે વાળો ભૂલી ગયો હોય અને અચાનક સામે આવે તો યાદ અપાવી દેવાનું કે તે મારી જોડે આવું ખરાબ વર્તન કર્યું હતું અને આ મારી જિંદગીનો સૌથી મોટો અનુભવ છે.. આ સાંભળીને અગર જો તે માણસ સુધરી ગયો હશે અને તે માણસ ને અહેસાસ થતો હશે કે મેં આના જોડે આવું કરીને મોટી ભૂલ કરી છે તો તેને ખૂબ આઘાત લાગશે અને માફી માંગી લેશે.
આ છે સામેવાળા માણસને નુકસાન પહોંચાડયા વગર બદલો લેવાની અને ભૂલનો અહેસાસ કરાવવાની રીત 😏-