Akshat trivedi   (AKSHAT TRIVEDI)
23 Followers · 8 Following

read more
Joined 11 April 2021


read more
Joined 11 April 2021
3 JUN 2024 AT 12:43

"તારી ગેરહાજરી"

મનનાં અફાટ દરિયે તારી યાદોનાં મોજા ઘુઘવતા રહે છે ;
એ મોજાંના અવાજમાં પણ તારી ગેરહાજરી સાલે છે!

દિલ એ અવાજ સાંભળી પ્રેમમાં પાગલ થાય છે ;
એ જ દિલ આજે તારા પ્રેમની ગેરહાજરી છતી કરે છે!

અમુક યાદો એમ જ કઈ અણમોલ યાદો નથી બનતી ;
એના માટે દિલને ગેરહાજરીનો અહેસાસ કરાવવો પડે છે!

પ્રેમ એ મલમ બનીને દિલના ઘા જરૂર રૂઝાવે છે ;
પણ એ ઘા તારી ગેરહાજરીથી ઘણા ઊંડા થયા છે!

દિમાગ હજુ પણ અંદર તારા નયનની યાદો સાચવે છે!
મન અને દિલ હજુ પણ તારી ગેરહાજરીની યાદોમાં છે!

~» 𝓐𝓴𝓴𝓲 ✍🏿

-


29 MAY 2024 AT 22:07

સમયની સાથે સાથે માણસો પણ પાછળ છૂટતાં જાય છે;
જેને તમે પોતાના માનો છો તે આગળ જઈને પારકાં થઈ જાય છે!

~» 𝓐𝓴𝓴𝓲 ✍🏿

-


24 MAY 2024 AT 23:24

कुछ रिश्ते नजरों के सामने से गुजरने से भी नहीं जुड़ते ;
पर कुछ रिश्ते कभी न मिलने के बावजूद भी जुड़ जाते हैं!

-


3 MAY 2024 AT 23:23

दिल वहीं आंखे तलाश रहा था जिसकी उसको चाहत थी ;
पता नहीं कब वो आंखे दुनिया की भीड़ मैं कहीं गुम हो गई!

-


8 APR 2024 AT 22:10

તમને જે વસ્તુ કે વ્યક્તિને મેળવવાની ચાહત હોય તે જ તમને મળે તે તો ફરજીયાત નથી, તમે જો તેને મેળવવાની કોશિશ કરશો તો As a God's Plan એ તમને સહેલાઈથી મળી જશે અથવા ખુદ God તમને એનાથી દૂર રાખશે કારણકે " God Is The Greatest Planner Of Our Life " તેને ખબર છે કે તમારા માટે શું સારું છે કે શું નહીં. તમને જો કોઈ વસ્તુ કે વ્યક્તિ મળે તો સમજવું કે એ God's Plan મુજબ ચાલે છે અને એ બરાબર છે પરંતુ જો ધમપછાડા, માથાફોડ, રડારોળ કરવા છત્તાં પણ તમને એ વસ્તુ કે વ્યક્તિ ન મળે તો અફસોસ કરવાની કોઈ જરૂર નથી મિત્ર! આની પાછળ ભગવાનનો એક સંશય રહેલો છે અને એજ જાણે છે કે શું તમારા માટે સારું છે અને શું નથી સારું! તમને જે ઘણું સારું લાગે છે એ પડદાં પાછળ બદતર હોઈ શકે અને જે બદતર લાગે છે તે પડદાં પાછળ ઘણું સારું છે. માટે જિંદગી ભગવાન ભરોસે મૂકીને કર્મ કરતાં રહો તે " Best Option" છે. તમને તમારી લાયકાત મુજબ સારું જ મળશે.

-


31 OCT 2023 AT 18:10

જિંદગી પણ આજકાલ એવા એવા સબક શીખવાડે છે ;
એક બે ચાર પળ નહીં પણ પૂરી જિંદગીભર યાદ રહે છે!
આ વાત એ કઈ જુના દિવસોની જુની જ તો નથી રહી ;
પણ નવા દિવસોની નવી વાત પણ ઘણું શીખવી જાય છે!

© Áḱśhát Tŕívédí

-


16 AUG 2023 AT 20:42

ઇજાજત

પ્રેમ તો તમારી સાથે ઘણા સમયથી દિલથી હતો,
પણ આજે પ્રેમ કરવા તમારી ઇજાજત જોઈએ છે!
નાની એવી દૂરી પણ સાચા પ્રેમમાં ગાંઠ બાંધી ગઈ,
વાત કરવા પણ આજે ઘણી ઇજાજત માંગવી પડે છે!
નાની ગાંઠ વળતા વાતોનો દોર કડવાશ ભર્યો લાગવા માંડ્યો,
એ કડવાશ પણ દૂર કરવા આજે તમારી ઇજાજત જોઈએ છે!
ગાંઠ વાળી દોર છોડી નવી દોરમાં પરોવવાનું ઘણું મન થયું છે,
એ દોરમાં પરોવવા પણ આજે તમારી ઇજાજત જોઈએ છે!

-


16 AUG 2023 AT 20:27

ઇજાજત


પ્રેમ તો તમારી સાથે ઘણા સમયથી દિલથી હતો,
પણ આજે પ્રેમ કરવા તમારી ઇજાજત જોઈએ છે!
નાની એવી દૂરી પણ સાચા પ્રેમમાં ગાંઠ બાંધી ગઈ,
વાત કરવા પણ આજે ઘણી ઇજાજત માંગવી પડે છે!
નાની ગાંઠ વળતા વાતોનો દોર કડવાશ ભર્યો લાગવા માંડ્યો,
એ કડવાશ પણ દૂર કરવા આજે તમારી ઇજાજત જોઈએ છે!
ગાંઠ વાળી દોર છોડી નવી દોરમાં પરોવવાનું ઘણું મન થયું છે,
એ દોરમાં પરોવવા પણ આજે તમારી ઇજાજત જોઈએ છે!

-


20 JUN 2023 AT 22:10

તારી ચાહતની તો હું શું વાત કરું ;
ચહેરો સામે આવતા જ ધડકન અનેક ગણી વધી જાય છે!
કોણ જાણે એ ચાહત પણ દિલમાંથી દૂર થતી નથી ;
નામ આવતાં જ છુપાયેલી ચાહત દરિયો બની ઉમટે છે!
"તું ને" સાંભળતા જ એ દરિયો તોફાની થઈ જાય છે ;
મોજાં પણ તારા પ્રેમને સ્પર્શવા ગાંડા થઈ ઉપર આવે છે!
ચાહત તો દિલમાં ઘણી છે પણ ક્યારેય નીકળી નથી શકતી ;
એ ચાહત પણ તને મળવા માટે આજે અનેક સરનામે શોધે છે!

-


27 DEC 2022 AT 21:17

આ દુનિયા બનાવટી મુખોટા વાળી હોય છે. હમેશાં પોતાના અસલી ચહેરા પર એક બનાવટી નકાબ પહેરીને આ દુનિયાનો દરેક વ્યક્તિ ફરતો હોય છે જેથી અસલી ચહેરો દુનિયા સામે ન આવે અને જે પણ આ નકાબને અસલી માની લે છે તે સૌથી મૂર્ખ માણસ છે અને મારા મતે તો આખી દુનિયા મૂર્ખ છે જે આને સત્ય માની લે છે. અમુક જ ગણ્યાગાંઠયા લોકો હોય છે જે લોકોની ઊંડાણપૂર્વક પરખ કરી અસલી મુખોટો જુએ છે અને લોકોને ઓળખે છે.

નકાબ અંદરનો ખૂબસુરત સ્ત્રીનો ચહેરો જોવાની સૌને ઉતાવળ છે પણ અસલી ચહેરો જોવાની કોઈને ઉતાવળ નથી!

-


Fetching Akshat trivedi Quotes