QUOTES ON #પૂનમ

#પૂનમ quotes

Trending | Latest
28 MAR 2021 AT 19:58

ગુલાલ જરાં છાંટુ પૂનમનાં ચાંદને,
હશે ફિકર એનાં શ્વેત રંગી વાનને,

ગોળાઈ જશે એય સતરંગી રંગમાં,
તારાઓ પણ રંગશે એનાં શ્વાસને,

નિખારી દઉં હું એ લાડીલા ડાઘને,
આછી એવી લજ્જા થશે આભને,

મોહિત થશે કેવાં આભલિયાં તારા,
જ્યારે નિરખશે એ ગુલાબી ચાંદને.

-


28 JAN 2021 AT 20:20

યમુનાનો કિનારો પૂછે,"હું જીવું તરસ્યોને,
કાના વિના એ વળી શું તારા જીવનનો આરો"..

રાધા કહે,"એ પૂનમનો ચાંદ મારો ધબકાર,
ને કાનાની મીઠી યાદો મારા જીવનો સથવારો"..

-


16 APR 2022 AT 20:24

શુકલપક્ષે સુંદર સજતો સાજનિયો શશી,
નભ નિરાલું નીરખું'ને નૂર નીતરતું નકશી..

-


25 OCT 2018 AT 15:15

અમાસમાં પણ શરદ પૂનમ સમ ભાસે
તારો એક અેહસાસ પણ.......

-


11 MAY 2021 AT 22:31

આ અંધારા ને પણ તે રોશન કરી ગયા,
આ ગગન ના તારાઓને પણ તે મગન કરી ગયા,
આજે ધરની બહાર નીકળીને,
આ અમાવસ્યા ને પણ તે પૂનમ કરી ગયા.

-


28 JAN 2021 AT 23:42

કહે તું, ઓ પૂનમના ચાંદ શાને લાગે તું આટલો રૂપાળો?
કહે ચાંદ હું તો કપાઇ કપાઇને આભના કાળજે કોરાણો...

-


23 MAY 2024 AT 20:45

સજીધજીને ઉગ્યો આભલિયે
આજ રાત પૂનમનો ચાંદ,
થોડો મોજીલો થોડો હઠીલો
આજ રાત પૂનમનો ચાંદ..

દાદી'ને બકરીની ઝૂંપડી સમાય
એવડો જ પૂનમનો ચાંદ,
હૈયાની કોરે આખું આયખું સમાય
એવડો ય પૂનમનો ચાંદ..

તારાની ટુકડીનો એ તોફાની
સરદાર એવો પૂનમનો ચાંદ,
જનમોજન્મની કસમોનો મુખ્ય
કિરદાર એવો પૂનમનો ચાંદ..

આભમાં કરી કોઈ શિલ્પીએ નકશી
એવો સોહતો પૂનમનો ચાંદ,
આસમાની આભે જાણે ગુલાબી તક્તી
એવો મોહતો પૂનમનો ચાંદ..

-


13 JAN AT 20:18

હોત વાત આસપાસ કે કોઈ આમની,
તો કહી દેત હા હશે એજ જે છે તમામની,

પણ આ તો કુમકુમ સજી રઢિયાળી રાતની,
ચાંદ પૂનમનો અને સેજ આખાં ય આભની..

-


20 OCT 2021 AT 23:17

એક તો પુનમ નો ચાંદ બની દરીયાની નજીક જવુ,
ઉપરથી દરીયાને ઠપકો આપવો કે ગાંડો કેમ થયો..!!

-


31 OCT 2020 AT 18:54

આજે ચાંદની વહેંચાઈ ગઈ
બે ભાગ માં..
એક આભ માં એક આપ માં.

-