QUOTES ON #અટલજી

#અટલજી quotes

Trending | Latest
17 AUG 2018 AT 0:13

મૃત્યુ કદાચ અટલ છે તો શું થયું?
હું પણ લોકોના દિલોમાં અટલ છું.

-


17 AUG 2018 AT 12:49



અજાતશત્રુ કોને કહેવાય...
નેતા ખરેખર કેવા હોવા જોઈએ ...
સરળ હોવું એટલે શું ...
ભૂલો જાહેરમાં ય માની શકાય..
એ તમને ઓળખ્યા તો સમજાયું...
પોખરણ પરમાણું પરિક્ષણ ક્યારેય નહીં ભૂલાય...
અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પણ નહીં...
શત શત નમન 🙏🙏🙏

-



જીવવું તો જિંદાદિલીથી કયાં ખબર છે અાખરી દિન,
અટલ વિચારો જેના અને અંતરના પટલ જેના કવિ મન..

એવા બેધડકને નિશ્ર્ચલ મનના અટલજીને ભાવભિની શ્રદ્ધાંજલિ..

-


17 AUG 2018 AT 20:19

નિષ્ઠા અટલ
રહેશે દરેક નો
પ્રેમ અટલ

-


17 AUG 2018 AT 9:23

સંઘર્ષ કરતો રહીશ. ઝઝુમતો રહીશ.
જુકવાનું શીખ્યો નથી. નહીં જુકીશ નહીં જુકીશ.
લડતો રહીશ. લડતું રેહવું દેશ માટે એ જ મારું લક્ષ્ય.
જીવન આટલું મોટું. જીવન સામે મોત ની શું વિશાત.
ક્ષણભર ની ની મોત માટે.શાને કુરબાન કરું મારું જીવન.
કુરબાન કરું જ મારુ જીવન. મારાં દેશ કાજે જ મારુ જીવન.
લક્ષ્ય થી ભટકયો નથી. દેશ સેવા એજ મારું લક્ષ્ય.
પરિસ્થિતિ પાંગળી મારી સામે. વિચારો મારા ઊચ્ચ.
સમય પર કશું ના છોડ્યું. જીવ્યો હું સમય થી આગળ.
પરિવર્તન જ મારો મારો બગીચો. સુંદર બનાવું આ બગીચો.
દેશ મારો શિખર પર.એજ મારું લક્ષ્ય. વળગી રહીશ મારા લક્ષ્ય ને.
નામ મારું અટલ વિચારો પણ મારા અટલ....
પ્રુજય શ્રી અટલબિહારી વાજપેયી ને મારા આ શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપું છું. એમના વિચારો અને એમની કવિતા આપણા દિલ માં હંમેશ અમર રહશે.
- A.D.HIRPARA



-


16 AUG 2018 AT 22:56

આ દેશને કોઈ નાયક મળે
સત્યનો ઉપાસક લાયક મળે
શબ્દે જેને ભારત હોય વસ્યું
એવો અટલ ફરી શાયદ મળે.
...આ દેશને કોઈ નાયક મળે.

-


17 AUG 2018 AT 15:41

ન અકળ કોઈ કાળ રહ્યો અવિરત એ અડગ થઈ અટલ
સેવક માં ભારતી નો અર્પિત એનું ચરિત્ર જાણે શ્વેત પટલ

ન તિમિર ઘેરે એને એવું જીવન ચરિત્ર ઉષા સમ ઊજાસિત
થયો’તો લથ પથ પણ ઝઝૂમ્યો કરવા દેશનો વિકાસ ઉચિત

નામે માત્ર વ્યક્તિ એક પણ વ્યક્તિત્વ બહુગુણું સીમારહિત
કર્યાં ઉજાગર સપનાંઓ થોડાં થયો ભારત વર્ષે સુવર્ણાંકિત

દિવ્યદ્રષ્ટિનો સ્વામિ પંડિત એ ભાષા સંસ્કૃતિનો અંશ સ્મરિત
હતો અજબ કવિ સર્જક કંઈ રચનાકાર અદ્ભૂત અસ્ખલિત

નહીં નામ માત્ર અટલ રહ્યો’તો હર નિર્ણય પર એ અવિચલિત
બન્યો ખરો "ભારત રત્ન", સ્મરાશે ભારતનો નેતા બહુગુણિત

પડ્યો’તો પડછાયો માં ભોમ પર દ્રોહિનો ગર્જ્યો’તો બની એ કાળ
ગગડાવ્યાં’તાં હાજા દુશ્મનનાં રહ્યો’તો સીમા પર એ અટલ વિશાળ

કર્યો વિકાસ ભારત વર્ષનો અદ્ભૂત, બન્યાં વિપક્ષી પણ પ્રેમાળ
મનોબળ સહ વિકસાવ્યું સીમાબળ કરી પરમાણુ પરીક્ષણ સફળ

ના કહેશો બુજાયો દિપક જગમાં, છે ચમકતો સિતારો એ નભમાં
મહાકવિ સમ ભારત વર્ષે ઝંખું અર્પવા શબ્દાંજલિ ના શ્રદ્ધાસુમન

-


17 AUG 2018 AT 12:47

અટલ ,અવિચલિત અને અડીખમ એમનું ઉપનામ હતું,
દેશ ને નવી ઊંચાઈઓ પર લઈ જવું એકજ આજીવન અરમાન હતું....

જુજ્યા,લડ્યા અને સર્વદા કાર્યરત રહ્યાં આજીવન,
દેશ ના માનનીય અજાતશત્રુ અટલ બિહારી વાજપેયી એમનું નામ હતું...

-


17 AUG 2018 AT 9:54

उल्फत में है आज भगवान भी
एक और सितारा आज उसके पास पहुंचा है।
आखों से तो शायद ही इतने अश्क बहे है
एक उनकी याद में आज सारा आसमान रोया है।

-


17 AUG 2018 AT 15:52

અટલજી નું જીવન એક આદર્શ પુસ્તક સ્વરૂપ

દરેક અધ્યાય માં સત્યતા
દરેક પાના માં દેશ ભક્તિ
દરેક લેખા માં સંઘર્ષ
દરેક શબ્દ માં સકારાત્મકતા
દરેક અક્ષર માં કવિતા

-