QUOTES ON #અખાત્રીજ

#અખાત્રીજ quotes

Trending | Latest
26 APR 2020 AT 6:05

           અખાત્રીજ નો વગડો
          ******************

વૈશાખી સવારે સૂરજના તેજ ધરતીએ પથરાય છે
આવી અખાત્રીજ જોઈ લીલુડો વગડો મલકાય છે

માધવના મંદિરીયે પુજારી ઝગમગતી આરતીઓ ગાય છે
દર્શન કરી ગામમાં પ્રભાતિયાના તાલે ઘંટીઓ ફેરવાય છે

પાસાબંધ કેડિયું ને માથે પાઘડી મુકી ખેડૂત હરખાય છે
બાપુના કપાળે કંકુ કેરો ચાંલ્લો કરવા દીકરી મલકાય છે

ઘમકતી ઘુઘરમાળ બાંધી બળદગાડા ભાગોળે ઉભરાય છે
વંદન કરી ધરતીના છોરુ ઉભા ખેતરે હળોતરા કરતા જાય છે

બપોરે આંબલીયાના મીઠા છાંયડે ભતવારીની વાટ જોવાય છે
લચકાતા પગલે આવતી પિયુ હાથે થાળીમાં કંસાર પીરસાય છે

જગતની જીવાદોરી કેરી રાશ લઈ તાત હળ હાંકતો જાય છે
સેવક, આખી દુનિયાને જીવાડવાવાળો જો પરસેવે ન્હાય છે

વૈશાખી સવારે સૂરજના તેજ ધરતીએ પથરાય છે
આવી અખાત્રીજ જોઈ લીલુડો વગડો મલકાય છે

-


7 MAY 2019 AT 12:05

સર્વ વિડીલો
તથા મિત્રો ને
આખા ત્રીજ ની શુભેચ્છાઓ.
🙏🙏🌷🌷

-



#અખાત્રીજ


આજના પાવન પર્વની સહુ પર શ્રી પરશુરામની કૃપા અપાર હોય

સાહિત્યમાં માઁ સરસ્વતી,ને માઁ સરસ્વતીના ચરણોમાં સંસાર હોય

શ્રી સૂર્યના અક્ષય પાત્ર થકી એક ગરીબને ઘર અનાજ અપાર હોય

માઁ અન્નપૂર્ણાંના અખંડ આશિષ થી સૌને અન્નના અખૂટ ભંડાર હોય

માઁ લક્ષ્મીની દયા થી સમાજના દરેક વ્યક્તિના સપના સાકાર હોય

ગંગા મૈયાની પવિત્ર ગરિમા જાળવે તેવા સંબંધોમાં શિષ્ટાચાર હોય

સુદામા સમા વ્યક્તિના જીવનમાં શ્રી કૃષ્ણ સમા ભાઈબંધ યાર હોય

માતા પિતાના સપના પૂરા કરે તેવી સંતાન એક નહી પણ ચાર હોય

પ્રભુને આપણે એટલી પ્રાર્થના કરીએ, કે સૌનો સુખી પરિવાર હોય

-


3 MAY 2022 AT 9:52

બળદ પોખ્યાં
ખેતર ખેડ્યા; સાથે
વાવ્યા શમણાં

-


14 MAY 2021 AT 15:49

આયો અવસર,સોનાનાં જોહરે ટાંક્યા એને બે ધોરીડા,
જાત મહેનત કરી,આખા જગનું પૂરું કરે મારા લેરીડા.

-


14 MAY 2021 AT 8:14

અખાત્રીજ નો વગડો

વૈશાખી સવારે સૂરજના તેજ ધરતીએ પથરાય છે આવી અખાત્રીજ જોઈ લીલુડો વગડો મલકાય છે

માધવના મંદિરીયે પુજારી ઝગમગતી આરતીઓ ગાય છે દર્શન કરી ગામમાં પ્રભાતિયાના તાલે ઘંટીઓ ફેરવાય છે

પાસાબંધ કેડિયું ને માથે પાઘડી મુકી ખેડૂત હરખાય છે બાપુના કપાળે કંકુ કેરો ચાંલ્લો કરવા દીકરી મલકાય છે

ઘમકતી ઘુઘરમાળ બાંધી બળદગાડા ભાગોળે ઉભરાય છે વંદન કરી ધરતીના છોરુ ઉભા ખેતરે હળોતરા કરતા જાય છે

બપોરે આંબલીયાના મીઠા છાંયડે ભતવારીની વાટ જોવાય છે લચકાતા પગલે આવતી પિયુ હાથે થાળીમાં કંસાર પીરસાય છે

જગતની જીવાદોરી કેરી રાશ લઈ તાત હળ હાંકતો જાય છે સેવક, આખી દુનિયાને જીવાડવાવાળો જો પરસેવે ન્હાય છે

વૈશાખી સવારે સૂરજના તેજ ધરતીએ પથરાય છે આવી અખાત્રીજ જોઈ લીલુડો વગડો મલકાય છે

-સેવક આંજણા

-



સૂરજ ઉગ્યોને વૈશાખી વાયરે દીધી અખાત્રીજ કેરી આશ 

ધરતીનો ખોળો ખૂંદવા બાપુજીએ પકડી બળદીયાની રાશ

-



સૂરજ ઉગ્યોને વૈશાખી વાયરે દીધી અખાત્રીજ કેરી આશ 

ધરતીનો ખોળો ખૂંદવા બાપુજીએ પકડી બળદીયાની રાશ

-


8 MAY 2024 AT 18:41

આજના દિવસે કરેલા દરેક કાર્યમાં બમણી સફળતા પ્રાપ્ત થાય છે.
~ ઉધાર લેશો તો દેવું બમણું થશે ~
~ સોનું ચાંદી લેશો તો લક્ષ્મી ડબલ થશે ~
~ પૂણ્યનું કામ કરશો તો ફળ ચાર ઘણું મળશે ~

સાલું શું - અદ્ભુત તૃત્યમ - ચલાવ્યું છે,
મનમાં આવ્યું , પોતાને ફાવ્યું તેવું જ તો ભરપૂર ચલાવ્યું છે.

તો હવે તમે અને હું પણ કેમ પાછળ રહી જઇએ.
ચાલો , આપણે પણ ચલાવીએ એક આ નવી જ વાત આગળ આજે.

જે પણ કરશો તે બમણું થશે વાત જો એવી જ કરવી હોય તો,

આજે જેટલો વધારે માનવિય અભિગમ બતાવશો,
ખાલી બે ઘડી માટે પણ આજે લાગણીસભર વ્યવહાર કરશો ,
તો તરત જ બન્ને બાજુએથી બમણો , tripal ,ચાર ઘણો ,
વધશે * RESPECT* તમારો.
🙏અખાત્રીજ ની ખૂબ ખૂબ અખંડ વધાઈઓ 🙏

-


14 MAY 2021 AT 8:47

માં ભૂમિજાનુ ખેડાણ કરી આપણા સૌનુ પોષણ કરતા
ખેડુઓને અખાત્રીજના પાવન પર્વે વંદન કરુ છુ સહ,
આપ સર્વે સ્વજનોને અખાત્રીજના રામ રામ.
સાગર ચૌધરી














-