હું આખોય ખોવાઈ ગયો તારામાં
અને તું જરા પણ ભૂલી ન પડી મારામાં, આ તે કેવો લગાવ?
હું તારા સ્નેહના ખાબોચિયામાં છબછબિયા કરુ,
અને તું મારા કિનારે પણ ના આવે, આ તે કેવો લગાવ?
હું તો તારી કાલ્પનિક દુનિયામાં ખોવાઈ ગયો,
અને તું મારામાં ડોકિયું પણ ન કરે, આ તે કેવો લાગાવ?
હું તને મારી બાહોમાં સમાવી લઉં,
અને તું મને સ્પર્શ પણ ન કરે, આ તે કેવો લગાવ?
ખરેખર તને પ્રેમ છે કે નહિ, લાગણી નો તું દરિયો,
સદાય હેત વરસાવી હૈયે રાખતી,આ તે કેવો લગાવ?-
Singer🎤🎤
Instagram@guru_writes90
'અસલ' અને 'નકલ'માં 'ફેર' હોવો જોઈએ,
કરી છે મોટી ભૂલ,તો 'ખેદ' હોવો જોઈએ..
માંડી છે કથા,એનો કંઇક 'મર્મ' હોવો જોઈએ,
છટાદાર છે રજૂઆત,તો 'અર્થ' હોવો જોઈએ..
ધરતીને આકાશથી 'મેળ' હોવો જોઈએ,
મોરને પણ વરસાદથી 'પ્રેમ' હોવો જોઈએ..
વગાડવા વાંસળી, કાના! 'છેદ' હોવો જોઈએ,
ના સમજાય 'અમુ', નક્કી કંઇક 'ભેદ' હોવો જોઈએ..
~અમુ પ્રજાપતિ'ગુરૂ '-
આમ તો અમે હવે ટેવાઈ ગયા છીએ,
આ વાત અમારા માટે કાંઈ નવી નથી.
છતાં અંતર આત્મા એવું પૂછે છે,
અહીં વારંવાર પેપર કેમ ફૂટે છે?
તમને શું ખબર?
અહીં કોણ કેટલું મથે છે.
વિશ્વાસ તૂટે છે,
કિસ્મત પણ રુઠે છે.
ખબર નહિ કોણ કોને લૂટે છે?
કોઈક ના સંબંધ તૂટે છે,
તો કોઈક ના પરિવાર તૂટે છે.
લાખો વિદ્યાર્થીઓના સપના તૂટે છે,
અહીં તો ઘડી ઘડી પેપર ફૂટે છે.
નવાઈની વાત તો એ છે,
અહીં તો પેપર ફૂટવાના પણ રેકોર્ડ તૂટે છે.-
જુના સંસ્મરણો માનસ પર તરી આવ્યા આજે,
ચાલને ફરી અજાણ્યા બની અણધાર્યા મળી લઈએ.
વ્યસ્તતાના સમયમાં પણ થોડોક સમય કાઢીને,
રૂબરૂ નહીં તો ઓનલાઇન પણ ઘડીક મળી લઈએ,
આમ તો મંઝિલ અને રસ્તો બંને અલગ છે આપણા,
છતાં ચાલને મિત્રતાની કેડી પર ઘડીક મળી લઈએ.
બહુ સમય થઈ ગયો એ સમય વિત્યાને,
ચાલને ફરી એકવાર ઘડીક મળી લઈએ.-
સોશિયલ મીડિયા ને છોડીને દિવાળી ઉજવીએ,
શેરીઓ શણગારીને સૌ ફટાકડા ફોડીએ.
દિવાળીઓની રજા માણવા મામાના ઘેર જઈએ,
પોસ્ટ કાર્ડ મોકલી મિત્રોને શુભકામના પાઠવીએ.
લાઇટિંગના જમાનામાં આંગણે દીપ પ્રગટાવીએ,
આંગણે અવનવી રંગોળી દોરી દિવાળી ઉજવીએ.
ઓનલાઇન ના જમાનામાં સ્નેહીજનોને રૂબરૂ મળીએ,
આવો સૌ સાથે મળીને દિવાળી ઉજવીએ...-
ફટાફટ ચાલતું જીવન,અચાનક થંભી ગયું,
કોરોના મહામારી સામે લડતાં લડતાં
બે વર્ષ વિતી ગયા.
ગલીઓ,રસ્તાઓ અને સડકો સૂમસામ થયા,
લૉકડાઉન,અનલૉક ની સાથે તાલ મિલાવી
બે વર્ષ વિતી ગયા.
બાળકોના કલરવથી ગુંજતી શાળાઓ નિ:શબ્દ બની,
ઓનલાઇન ભણતર અને શેરી શિક્ષણની સાથે
બે વર્ષ વિતી ગયા.
મર્યાદિત સંખ્યા અને નિયંત્રણ હેઠળ પ્રસંગો ઉજવતા,
માસ્ક,સનેટાઈઝર,દો ગજ કી દુરી નું પાલન કરતાં
બે વર્ષ વિતી ગયા.
ઘણા બેરોજગાર થયા,તો કેટલાયે પોતાના સ્વજનો ગુમાવ્યા,
એક નવી સવારની સાથે સંઘર્ષ કરતાં કરતાં
બે વર્ષ વિતી ગયા.
-
ખાલી હાથ આવ્યા તા',ખાલી હાથ જવાના,
છતાં બધું પોતાનું કરવા મથે આ માનવી,
હાલી ને નહોતા આવ્યાં,કે નથી હાલી ને જવાના,
છતાં વાત વાતમાં હાલી નીકળે આ માનવી,
મળ્યું છે તેનો આનંદ માણી,હૈયે ટાઢક રાખીયે,
છતાં બીજાના સુખે સદાય બળતો રહે આ માનવી.
ગમેતેવું નહી પણ ગમે એવું બોલીએ સદાય,
છતાં પાણીની જેમ વેડફી નાખે વાણી આ માનવી.
સૃષ્ટિ પરના બધા જીવોમાં એક મનુષ્ય જીવ છે ઊભો,
છતાં વાત વાતમાં આડો ચાલે આ માનવી.
કહે 'અમુ', મળી મોંઘેરી જિંદગી તો માણી લઈએ,
ચાર લાકડા પર સબ હશે,ભસ્મ થશે આ માનવી.-
યાદો,વાતો અને એ મુલાકાતો ને ભૂલી,
એકલતાના સહારે પણ 'જીવી લઇશુ'.
વ્યર્થ ચાલતી જિંદગીની મુસાફરીમાં,
એકાદ સ્ટેશને વિશ્રામ કરી 'જીવી લઇશુ'.
તકલીફ ને તો જીવન સાથે રોજ નો સંબંધ,
વેદનાને પણ શણગાર સજાવી 'જીવી લઇશુ'.
આપણી ઇચ્છા પ્રમાણે ના પણ જીવાય 'અમુ'
તો ક્યારેક પ્રભુની ઈચ્છા મુજબ 'જીવી લઇશુ'.
~ અમુ પ્રજાપતિ ✍️✍️
-
દુઃખ નાં આંસુ ના આવે તારા પાંપળે,
સુખનો સાગર છલકતો રહે તારા આંગણે..-