જાહેર રોડ - રસ્તાઓ - ફૂટપાથો - મફતની જમીન ,
પચાવી પાડી હદ પારનું ભારે Encroachment કરીને,
જ્યાં ત્યાં બિન્દાસ રીતે ફેલાઈને પહોળા થઈને દબાણો કરીને ,
શ્રદ્ધાના નામે, ધર્મના નામે,
આરતી પ્રસાદના નામે, ભંડારાના નામે ,
Public places ને abused થતી જોઈને,
Natural Resources ને abused થતા જોઈને,
આ સાવ ગભરુ માનસિક weak કાળા માથાના માનવી પાસે ,
તદ્ન અવ્યવહારુ અસામાજિક વર્તનો કરાવતા જોઈને,
અંદર ગર્ભગૃહમાં સરસ શણગાર કરી બિરાજમાન,
એ *ભગવાન* , એ *ઇશ્વર*, એ *દેવદેવતા-દેવીઓ*,
ની દાનત મને તો હવે બહુ્ સારી લાગતી નથી.
#WhytoblameHumans-
ઉદ્ધાર અને તારણ,
સદાચાર અને કલ્યાણ,
સુંદર વિચાર અને શાણપણ ,
આદર અને માનવકલ્યાણ,
Let’s understand the importance of
- SACRIFICE OF LIFE -
On
~ ✝️ Good Friday ✝️~-
માન ન માન પણ ,એમના જીવનચરિત્રનું ખૂબ જ માન છે ,
માન ન માન પણ ,એમની સેવાભક્તિનું સદાય સન્માન છે,
માન ન માન પણ ,
તેમના પર મારી આસ્થાનું મને તો તત્વજ્ઞાન છે ,
માન ન માન પણ ,
સરળ સાદા લાખો કરોડો લોકોની શ્રધ્ધાના સુંદર શિખર પર ,
આજે એ તટસ્થતાથી બિરાજમાન છે .
ખૂબ જાજરમાન છે , ભવ્ય તાકાતવાન છે ,
નિર્મળભાવના સથવારે આજે એ શોભાયમાન છે,
ખૂબ જ સુંદર અલૌકિક રીતે મંદિરના ગર્ભગૃહમાં દ્રશ્યમાન છે ,
શ્રી રામભક્ત પરમ પૂજ્ય અંજની સુત વાનરરાજ શક્તિના દૂત એવા *હનુમાન* પર સદાય રહેતા એક એ અંગદ અહોભાવનું આજે મને એક અનોખું અભિમાન છે .
🙏હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ🙏-
મંત્ર કોઈ પણ હોય , મહામંત્ર કોઈ પણ હોય ,
ધર્મ કોઈ પણ હોય ,
પણ એ સમજાવવા માટે, જ્યારે એ જ ધર્મના લોકો ,
ધર્મગુરુ કે પોતાના પુરાણો ધર્મગ્રંથો પર વિશ્વાસ રાખવાને બદલે ,
એક વાક્ ચાતુર્ય ધરાવતા એક એજ રાજકિય પોલિટિશિયનનો -
એક એ જ પક્ષનો - એક એ જ નેતાનો ,
ફોટો - નામ - ખેશ - ઝંડો - કટઆઉટ વાપરી ,
ખાલી પેલો એક * રેકોર્ડ * બનાવવા માટે જ ,
આસ્થા શબ્દના સહારે કાર્યક્રમ કરી લેવા માટે આગળ આવે ત્યારે ,
આધ્યાત્મિકતાની વાત તો કોઈ મૂર્ખ માણસ જ કરી શકે,
બાકી ,
માનસિક રીતે , ધાર્મિક રીતે , લુલા લંગડા અંધભક્તો,
સૌથી વધારે કયાં રહે છે તેની હવે સામાન્ય જ્ઞાન ધરાવતાને પણ ,
તરત જ સમજ પડી જવી જોઈએ ,
આમાં વધારે લોજિક લગાવવાની કે હવે બચાવ પક્ષે ઉભા રહેવાની મને તો કોઈ જ જરૂર લાગતી જ નથી ,
એવી મુર્ખામી કરવાની હવે તો સહેજે જરૂર લાગતી જ નથી .-
🙏આ એ જ *રામ* છે ને કે જેમને ,
પોતાની પત્ની પર એક નાની શંકા કરી હતી ,
🙏આ એ જ *રામ* છે ને કે જેમને,
સહર્ષ ચૌદ વર્ષનો વનવાસ સહર્ષ માંગી લીધો હતો,
🙏આ એ જ *રામ* છે ને કે જેમને ,
રાવણને અલભ્ય મોક્ષ પ્રદાન કર્યો હતો.
🙏આ એ જ *શ્રીરામજી* છે ને કે જેમને ,
એક માત્ર પોતાની ધર્મ પરાયણતાની સથવારે જ,
I mean it was never that easy ,
એક અપૂર્ણ પુરુષ માટે,
પૂર્ણ *માર્યાદા પુરુષોત્તમ* ભગવાન,
સુધીની એ સુંદર આધ્યાત્મિક સદાચારી સફર.-
To whomsoever it may
Bring faith and Celebration
~~~~~~~~~~
*ઈદ મુબારક*
&
*ગુડી પડવા*ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
&
*આયો લાલ ઝુલેલાવ* ચેટીચંદની લાખ લાખ વધાઈઓ-
*ધુળેટી* ના રંગીન તહેવારના દિવસે ,
જો કોઈ કહેતા કોઈજ તમને રંગવા ના આવે ,
તો , તમારે સમજી લેવાનું કે તમે તો છો સાવ બેરંગી,
&..& ..
જો સામે ચાલીને તમે કોઈને રંગવા ના જઈ શકો,
તો, સમજી લો તમે તો છો એક નંબરના સાવ બેરંગી.
🟡🟢 बुरा न मानो आज होली है 🔴🟠-
ભીંજાઈ ને ભીંજીવી લેજો,
સ્પંદનોને થોડા ભીના કરી તાજા કરી લેજો.
રમી ને રમાડી લેજો, રમત- ખેલ છે ફૂલગુલાબી,
ખેલૈયા બનીને બિન્દાસ ખેલી લેજો,
પળો ખુશીઓની આવી છે તેને દિલથી વધાવી લેજો,
વગર બોલે લાગણીઓ સુંદર વ્યક્ત કરી, કરાવી લેજો ,
ફાગણના કામણ સાથે સમય આનંદ અનેરો લાવ્યો છે,
તેને અતરંગી પ્રેમથી વધાવી લેજો,
સ્પર્શ કર્યા વગર દૂરથી જ અંગત અનૂભુતિ,
એકબીજાને કરાવી લેજો.
રંગોની રંગીન મહેફિલ જામી છે ,
તરબોળ થઈ પેટ ભરીને નાચી લેજો,
હદ પાર જઈને પણ પોતાની જાતને,ખૂબ મઝા કરાવી લેજો.
મન મૂકીને , ભાન ભૂલીને, સમય ભૂલીને ,
માર્યાદામાં રહીને જ ,
તહેવારની ઉજવણીનો રુઆબ સાચવી લેજો.
*હોળી ~ ધુળેટી* ના પર્વને ખૂબ ધામધૂમથી ઉજવી લેજો.-
રંગ, રુપ, આકર્ષણ, દેખાવ,
*Appearance* Is not at all important, but,
સમર્પણ, સત્કાર, વિશ્વાસ, સમભાવ,
*Equality* Is what matters the most , but , than ,
સલામતી, સન્માન, આદર, સ્વભાવ.
*Love, Respect & Dignity Is the core value addition,
But than, ultimately it is ,
મિત્રતા, લાગણી, નિકટતા, પ્રેમભાવ,
*Tenderness and Affection*
Makes HER feel the most special soul.
~Happy women’s day~-
ભાષાની સંસ્કૃતિ, ભાષાની સભ્યતા, ભાષાની ગુંથણી,
ભાષાની ખુમારી, ભાષાની સુંદરતા, ભાષાની નિકટતા,
બધું જ તો કેટલું સમૃદ્ધ છે, બધું જ તો કેટલું ભવ્ય છે.
એટલે જ તો એક પાકા ગુજરાતી તરીકે,
મને તો મારી *માં* ની ભાષા માટે ,
મારી *માતૃભાષા* માટે,
મારી વહાલી *ગુજરાતી ભાષા* માટે ,
ખૂબ જ ગર્વ છે , ખૂબ જ પ્રેમ છે, ખૂબ જ આદર છે.
#InternationalMotherLanguageDay-