KAMLESH CHAUDHARY   (કવિ ✤ કમલેશ ✤ ચૌધરી ✤)
43 Followers · 13 Following

read more
Joined 2 October 2020


read more
Joined 2 October 2020
12 FEB 2023 AT 11:46

સ્વીકારું છું કે હું સરોવર જેટલી મીઠો નથી,
પણ યાદ રાખજો કે દરિયો ક્યારેય સુકાતો નથી !!

-


13 DEC 2022 AT 8:21

મળવું હો તો આનાકાની નહીં કરવાની,
આમ મહોબત છાનીમાની નહિ કરવાની.

આગનું કારણ ચિનગારીને પૂછી આવો,
ખાલીખોટી વાત હવાની નહીં કરવાની.

તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ તારી,
કોઈ રૂમાલે કોઈ નિશાની નહીં કરવાની.

ગઝલબઝલ તો ભલે લખો પણ મારી માફક,
આખી આ બરબાદ જવાની નહીં કરવાની.

જરૂર પડે તો ખલીલ આ માથું દઈ દેવાનું,
મિત્રતામાં પાછી પાની નહીં કરવાની....

-


3 DEC 2022 AT 9:39

ગીતા સંદેશ
કર્યા વગર કંઈ મળતું નથી
મફત નું લઈશ નહી...
કરેલું ફોગટ જતું નથી
નિરાશ થઈશ નહી...
કામ કરવાની શક્તિ તારા માં છે
લઘુતાગ્રંથિ બાંધીશ નહિ...
કામ કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે
વિશ્વાસ ગુમાવીશ નહી.....

-


27 NOV 2022 AT 8:28

મુસાફીર હતો હું મારી મંજિલ નો સાહેબ
આ મુસાફીર હતો હું મારી મંજિલ નો સાહેબ;

અને બે ઘડી શું બેઠો આ પ્રેમનાં વિસામે સાહેબ

નાં તો મને મંજીલ મળી, નાં હુ સફરમાં રહ્યો
નાં તો મને મંજીલ મળી, નાં હુ સફરમાં રહ્યો...

-


11 NOV 2022 AT 20:14

ઓય સાંભળ,,

તારા માંથી તો "હું" ઓઝલ થઈ
ગયો છું...
પણ ખબર નહી મારામાંથી "તું" ગઈ
કેમ નથી...

એવું શું હતું કે આપણા યાદોની
પુસ્તકો માં કે,સુકાયેલા ફૂલો માંથી
પણ મહેક હજુ ગઈ નથી...

તારું નામ રાત્રે ઊંઘમાં પણ બડબડાવું
છું... સાલું ત્યારે ખરેખર થાય છે...
બસ પોતાની સાથે જ વાતો કરવાની
આદત કેમ ગઈ નથી...

દિવસે પંખીની માફક ફડફડવું છું..ને
રાતે જુગનુઓના જેમ જાગું છું.. સાચે
તારી સાથે જીવવાની આ ઈચ્છાઓ
હજી ગઈ કેમ નથી ...

હજુ એ જ વિચારું છું કે, ખબર નહીં
મારામાંથી "તું" ગઈ કેમ નથી...


❤️ Kamu ✨

-


11 NOV 2022 AT 20:02

तुझे जितना चाहा मैंने आजतक,

उतना ही तूने मुझे तड़पाया है आजतक..

देख फिर भी मेरा इश्क़ कम नहीं

हुवा आजतक,

इस नाचीज़ दिल ने सिर्फ़ तुझे ही चाहा है आजतक...

मेरी ज़िंदगी में लोगों की कमी नही,

लेकिन मैंने सिर्फ़ तुझे ही चाहा है आजतक..

ठीक है चल ये ख्वाहिश भी पूरी कर ले तू हक़ है तुझे,

तू तड़पा मुझे चाहूँगा तुझे ये मेरी जिंदगी रहेगी जबतक..

-


4 JUL 2022 AT 20:23

તારી યાદો પલ કમાલ કરી જાય છે...


હોઠ હસતાં હોય છે ન આંખમાં આંસુ આપી જાય છે...
તારી યાદો પણ કમાલ કરી જાય છે...

ભીડમાં હોઉ ત્યારે એકાંતનો અને એકાંતમાં હોઉ ત્યાર મહેફિલનો એહસાસ કરાવી જાય છે...
તારી યાદો પણ કમાલ કરી જાય છે...

તું ના હાય આસ-પાસ છતાંય તારા આસ પાસ હોવાનો અહેસાસ કરાવી જાય છે...
તારી યાદો પણ કમાલ કરી જાય છે...

ક્યારેક ચેહરા પર મસ્ત મનનું 'સ્મિત' તો ક્યારેક આંખમાં આસું આપી જાય છે...
તારી યાદો પણ કમાલ કરી જાય છે...

-


15 AUG 2021 AT 1:16

હે ભારત! કયા છે ગાંધી, ચરખો ને ખાદી ?
બોલો, સાચે શું આ છે તારી આઝાદી ?
રોટી, કપડાં વિણ લાખો લોકો છે બે ઘર,
શું વધતી જનસંખ્યા છે સાચી આબાદી ?
એક સમય "सोने की चिड़ियां" કહેવાતો ?
પરમાણું પાછળ પૈસા ની છે બરબાદી.
ખુદનું વિચારે, રાષ્ટ્રનું કોણ વિચારે ?,
એકજ એને વહાલી છે દિલ્લીની ગાદી!
જો આજે નહીં સમજો તો કાલે નહીં સમજાય,
વાત કરી છે સાવ સરળ ને સીધી સાદી.

ઈશ્વર ચૌધરી ' ઉડાન '

-


1 JUN 2021 AT 9:46

🍶વર્લ્ડ દૂધ દિવસ 2021🍶

👉આ દિવસ 1 લી જૂને આપણા જીવનમા દૂધ અને ડેરી ઉત્પાદનોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે મનાવવામા આવે છે.

👉2001 વર્લ્ડ મિલ્ક ડેની સ્થાપના સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2001 મા કરવામા આવી હતી.

👉 વર્લ્ડ મિલ્ક ડે 2021 ની થીમ પર્યાવરણ, પોષણ અને સામાજિક આર્થિકશાસ્ત્રના સંદેશાઓ સાથે ડેરી ક્ષેત્રમા સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરશે.


🔷 વર્લ્ડ મિલ્ક ડે ઇતિહાસ

👉2001 વર્લ્ડ મિલ્ક ડે પ્રથમ વખત 2001 મા સમગ્ર વિશ્વમાં ઉજવવામા આવ્યો હતો અને કેટલાક દેશોએ આ કાર્યક્રમમા ભાગ લીધો હતો. યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) એ 1 લી જૂન 2001 મા વિશ્વ દૂધ દિવસ તરીકે પસંદ કર્યો હતો, જે ડેરી ક્ષેત્રના યોગદાનને ટકાઉપણું, આર્થિક વિકાસ, આજીવિકા અને પોષણમા ઉજવે છે.

👉 હકીકતમા, ભાગીદારી માટેના દેશોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. આ દિવસને લગતી અનેક પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજવામા આવી છે.

👉ઉપર જણાવ્યા મુજબ, દૂધના પોષક મૂલ્યો અને તેને આહારમા ઉમેરવાની આવશ્યકતા વિશે લોકોમા જાગૃતિ લાવવા માટે વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામા આવે છે.


🔷રાષ્ટ્રીય દૂધ દિવસ

👉ભારતમાં, 26 નવેમ્બર, 2014 થી રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ભારતના શ્વેત ક્રાંતિના પિતા ડોક્ટર વર્ગીઝ કુરિયન, જે ભારતના મિલ્કમેન તરીકે જાણીતા છે.

-


22 MAY 2021 AT 10:42

મને આદત નથી દરેક પર,
ફિદા થવાની,
પણ તમારામા વાત કાંઈક એવી હતી કે
આ દિલ એ વિચારવાનો
સમય જ ના આપ્યો..!!

-


Fetching KAMLESH CHAUDHARY Quotes