121 વર્ષનો ઇન્તેઝાર પુર્ણ.
નીરજ ચોપરાએ ભારતને એથ્લેટિક્સમાં અત્યાર સુધીનો પહેલો ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યુ છે.
Tokyo Olympics 2020માં પોતાનુ યોગદાન આપનાર તમામ રમતવીરો અને વીરાંગનાઓને હ્રદયથી ખૂબ ખૂબ અભિનંદન સહ, શુભકામનાઓ. આપના સંઘર્ષ અને પરિશ્રમ થકી હાંસલ કરેલી સિધ્ધીઓએ સમગ્ર વિશ્વમાં ભારત રાષ્ટ્રને ગૌરવ અપાવ્યુ છે.
આપ સૌને હ્રદયથી અભિનંદન. સાગર ચૌધરી
વંદે મારતમ્
-
તમારી વૈચારીક ક્રાંતિના સમાચાર જ્યારે છેવાડાના
નાગરિક સુધી પહોચશે ત્યારે સ્વાભિમાન
અને સમાજપ્રેમના મહાસાગરમાં
સમાજ હિલોળા લેવા લાગશે.
ભરતીનાં ઉછળતાં મોજાં સમાજને હચમચાવી
મુકશે અને આત્મવિશ્વાસથી સમાજ સમર્પણનો મંત્ર ફુંકાશે.
જે આવનારા વર્ષો સુધી સમાજમાં
ઐક્યતાનો દિપ પ્રજ્વલીત કરશે. સાગર ચૌધરી-
આર્થીક માળખેથી શોષણ, રોજગારીની લાલસા, હક અને અધિકારોથી દૂર અને સત્તાથી વેગળા કરીને તમને કુટીલ અને નિર્મમ રણનીતીના આધારે માનસિક રીતે યુવાનોને અનુયાયી બનાવી દેવામાં આવી રહ્યા છે. આ આવનાર ભવિષ્ય માટો જોખમી સાબિત થશે. સાગર ચૌધરી
-
જાહેર જીવનમાં જ્યારે તમારી ભૂમિકા સમાજહિતોને જાળવી રાખવાની હોય
અને સમરભૂમિ પર તમે મૌન રહ્યા બાદની પરિસ્થીતીમાં જો તમે મજબૂત મને સ્થીતી
પર પક્કડ દાખવી શકતા હોવ અને એ પરિસ્થીતી તમારા જ નેતૃત્વમાં ઘડાતી હોય અને
અેમાં જવાબ આપવા સક્ષમ હોવ છતાંય તમે કાંઇપણ ટિક્કા-ટીપણ્ણી કર્યા વગર મૌન
રહીને મજબુત મને તટસ્થ રહીને તમે સમાજ વિશે વિચારી શક્તા હોવ તો એ તમારા
નેતૃત્વની શ્રેષ્ઠ કળા છે. સાગર ચૌધરી-
અગ્નીથી જંગલના વૃક્ષોની, ચીત્તાથી હરણના ટોળાની, અને સૂર્યના પ્રકાશથી અંધકારની જે દશા થાય છે, એવી જ દશા સત્તા-લોભ-મોહમાં રાચેલા વ્યક્તિઓની થાય છે. સાગર ચૌધરી
-
यदि आपको दुसरोको मार्ग दिखाना है तो,
आपको स्वयम् मार्ग ढुंढना होगा. सागर चौधरी
-
જે સમાજ અહિંસાવાદ અને હિંસાવાદમાંથી મુક્ત બની,
વાસ્તવવાદ અને વિરતાવાદ ધારણ કરે છે તેની જ પ્રજા વિર જન્મે છે. સાગર ચૌધરી
-
પ્રિય મિત્રો,
સૌને શુભ દિપાવલી.
ખૂબ વ્યાપ્યો છે જગે બુદ્ધિએ સરજેલો પ્રકાશ,
લાગણીના એથી અધિક દીપ જલાવી દઈએ.
દિપાવલીના પર્વની આપને અને આપના સૌ પરિવાર જનોને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવુ છુ.
ચાલો, આ પર્વદિને એવી પ્રાર્થના કરીએ કે, કોઈકના જીવનદીવડાંમાં આપણે પ્રકાશ રેલી શકીએ, કોઈક મૂરઝાયેલાં ચ્હેરાંઓ પર સ્મિત ઝળકાવી શકીએ, કોઈને જીવનઆંગણે મધુર રંગોલી કરી શકીએ, ફટાકડાનાં શોરમાં દીન દુઃખીયાનો આર્તનાદ ભૂલી ન જઈએ.. ઈશ્વરે આપણને જે આપ્યું હોય તેમાંથી થોડું બીજાને વહેંચીએ, અને આવું એક દિવસ જ નહીં, આવનાર પ્રત્યેક દિવસે કરીએ, પ્રત્યેક પળને ઉલ્લાસથી વધાવીએ, અને નિત્યનવા ઉત્સાહ અને ઉમંગથી જીવનનો ઉત્સવ ઉજવી રાષ્ટ્રના પ્રત્યેક જનમાં મૈત્રી ભાવનાનુ સિંચન કરીએ.
આ સાથે જ ફરીથી આપને દિપાવલી પર્વની ખુબ ખુબ શુભકામના.
સાગર ચૌધરી👏🏻👏🏻-
પ્રવાહ છુ ત્યાં સુધી વહેતો છુ,
પછી, પ્રલયમાં સર્વનાશ પામે છે.
અહી બધુંય પરિવર્તનશીલ છે,
પછી, નવસર્જનને આકાર પામે છે.
સાગર ચૌધરી-