"આ જાણીતા ઓના ટોળા માં, હું પોતાનાને ગોતું છું, પોતાનાના મુખોટા
પહેરેલ લાખ મળ્યા પરંતુ પોતાના હજુ ગોતું છું.
કાચિંડો પણ સરમાયો જ્યારે રંગ બદલાતા પુરુષ ને જોયો."-
કોઈના થયા પછી ક્યાનાએ પણ ન રહેવા કરતાં ,
કોઈનું પણ ન થવું સારું છે કમસે કેમ પોતાના તો રહેશું.-
પરાયા છે અહીં પોતાના ને
પોતાના જ છે પરાયા અહીં
અધૂરાં આ સંબંધ નિભાવવામાં
હવે થાકી જવાય છે..........
રાહ નથી નિશ્ચિત ને
તોય પંથ છે લાંબો ઘણો
મંઝિલ સુધી પહોંચતા રાહી થી
હવે થાકી જવાય છે........
ભેદ ન સમજાય પરાયાં ને પોતાના નો
કોની કરવી દરકાર હવે અહીં
ખોટી પરવાહ કરવામાં
હવે થાકી જવાય છે...........
દાદ મળે જો ભરી મહેફિલ માં
તો દિલ થાય છે ખુશ ઘણું-ઘણું
પણ ખોટી ખુશામત થી
હવે થાકી જવાય છે........
--ડૉ. રેખા શાહ
-
પારકાના ચારિત્ર્ય પર ચર્ચા ન કરને
પારકાના ચારિત્ર્ય પર ચર્ચા ન કરને
પોતીકા આંતરમાં જાંખ ને
પારકાની ભૂલો ના શોધ ને
પોતીકા ભૂતકાળને ભાળ ને
પારકી ચોવટ મુક ને
પોતિકી મથરાવટી સાફ કરને
પારકાના ચારિત્ર્ય પર ચર્ચા ન કરને
-
હું જ મૂરખો હતો જે મતલબ ના બજાર માં મારો મફત નો સ્નેહ વેચવા નીકળ્યો હતો..
મળ્યું તો કઈ નઈ મને પણ અંદરથી તૂટવા નો અહેસાસ મળી ગયો..-
શ્વાસ રૂંધાય છે
અહીંયા શ્વાસ રૂંધાય છે
છે પરાયા અહીં પોતાના
ને પોતાના પરાયા છે
કોઈ કોઈને રોકે નહીં
કોઈ કોઈને ટોકે નહીં
છતાંય બંધન અહીંની મુક્તિમાં પણ વરતાયા છે
પળે પળે જિંદગી તારા સમીકરણો બદલાયા છે
શ્વાસ રૂંધાય છે.....
- રેખા શાહ-