" સ્વચ્છતા ત્યાં પ્રભુતા "
આ જાણીને લોકો એ ઘર મંદિર ચમકાવી દીધા.
પણ મેલા મન ની સફાઈ કરવા નું ભૂલી ગયા.-
વાસણ અને મગજ,
સમયસર સાફ કરતાં રહેવાં.
એઠવાડથી બચી જવાય!
નવું તેમજ સુધરેલ મગજ તો ખરું જ,
ચિત્તની ચોખ્ખાઈ નફામાં...!-
આદત નહી હોય તો પાડવી પડશે,
દેશમાંથી ગંદકી તો કાઢવી પડશે,
આદત સ્વચ્છતાનું અપનાવી હવે,
મોદીજીનું મિશન પાર પાડવું પડશે...-
ચોખ્ખું અને સુંદર ઘર બધાને ગમે છે
ગંદકી કોઈને ના ગમે
છતાં પણ આપણે બધા રસ્તા પર
થૂંકવુ, પિચકારી મારવી અને
જ્યાં ત્યાં કચરો નાખવાની આદત
આપણને ગંદકી ના ગમે તો
બીજાને ક્યાંથી ગમશે?
સ્વચ્છતાના પાઠ શીખવા જોઇએ
ગામ, શહેર અને રાષ્ટ્રને સ્વચ્છ રાખો
- કૌશિક દવે-
નૈતિક અને નૈતિકતાને
રાજકારણમાં સ્થાન હોતું નથી!
માનવું નહીં કે રાજકારણ સ્વચ્છ હોય છે
રાજકારણમાં સ્વચ્છતા અભિયાન માટે
કોઈ સાથ આપવા તૈયાર થશે નહીં..
-
સ્વચ્છતા, જવાબદારી સરકારની?🤔
ગામનાં ચોરે માવો ખાતા,
સરકારે શું કરવું તેની વાતો કરે,
એજ માણસ બહાર જઈને, પાનની પિચકારીઓ કરે,
આવું કામ જો તું જ કરે તો, સરકાર બીચારી શું કરે?
સ્વચ્છતા સર્વેને ગમે છે, તો શરૂઆત કેમ નથી કરતા?
ઘરને સ્વચ્છ રાખીએ છીએ તેવી દેશ ની ચિંતા કેમ નથી કરતાં?
ઘર પોતાનું મનાય છે, તેથી જ સ્વચ્છતા રાખીએ છે,
આ દેશ પણ પોતાનો જ છે, એવો એહસાસ કેમ નથી કરતાં?
ઘરને સ્વચ્છ રાખવું, એ જવાબદારી હોય જો આપણી,
તો દેશને સ્વચ્છ રાખવો, તે જવાબદારી શું એક સરકારની?
શું દેશને સ્વચ્છ રાખવો, એ જવાબદારી બસ સરકારની?
આ એક વિચાર જરૂર કરીએ,
અને દેશની સ્વચ્છતાને,
આપણે ખુદની જવાબદારી માનીને સ્વીકારીએ🙏
જય હિંદ-