ક્યારેક પલળે પાંપણ મારી, તો તારી આંખ પણ ભીની થશે ને..?
મારી વેદના ના સરનામે, ક્યારેક તારી પરવાહ નું પૈગામ પહોંચી જશે ને..?
ક્યારેક મલકે હોઠ મારા, તો તારા અધરે પણ સ્મિત છલકાઈ જશે ને..?
મારી ખુશીઓ અને ગમ ના ટાણે, ક્યારેક તું પણ નિ:સ્વાર્થ ભાગીદાર થશે ને.?
ક્યારેક રણકે યાદ મારી, તો તને હિચકિયોનો વરસાદ ભીંજવી જશે ને..?
મારી એકલતા ના આંગણે, ક્યારેક તારા અહેસાસો ની મહેફીલ ભરાઈ જશે ને .?
ક્યારેક તડપે હૈયું મારું, તો તારું મન પણ વિચલિત થઈ જશે ને..?
મારી મૂંઝવણ અને વ્યથા ની કશ્મકશમાં, ક્યારેક તું ઉકેલ બની હાશકારો આપી જશે ને..?
ક્યારેક રુંધાસે શ્વાસ મારો, તો સ્પંદનો તારા પણ ધીમા થઈ જશે ને..?
મારી જીંદગી ના પળે પળ તારા નામ, બસ.. મારા મોત ના ક્ષણે તો તારી હાજરી હશે ને..?-
ઘણી બધી વાતો પણ અધૂરી રહી જ જાય છે,
અમારા હૃદય ની, તમારા આ અધૂરા સ્મિત થી,-
જ્યારે મલકાઇને સ્મિત એનું ખરી પડયું.
આવેગમાં આવી હ્રદય મારું સરી પડ્યું.
નયનથી કરી આપ-લે સંદેશાઓની ને,
લહેરાતા કેશમાં મનડું મારું ભરી પડયું.
-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)-
નજરથી નજર મીલાવી ને હવે ક્યાં ચાલ્યા,
કરી અંતરની બે ચાર વાતો ને હવે ક્યાં ચાલ્યા
આવવાથી તમારા,પ્રસરી સોડમ અંગે અંગમાં,
માત્ર ઘડીભરની મુલાકાત કરી ને હવે ક્યાં ચાલ્યા
તમારી હરએક અદા પર આ મન મોહી ગયું ને,
એને જ તમારી આદત લગાવી ને હવે ક્યાં ચાલ્યા
ડૂબવું હતું મારે એ કાતિલ આંખોના સમંદરમાં
પણ શરમથી નજર ઝુકાવી ને હવે ક્યાં ચાલ્યા
જીતી લીધું દિલ તમે અમસ્તા સ્મિત ના ઈશારે,
એ દિલ પરનો રાજપાટ છોડી ને હવે ક્યાં ચાલ્યા
નજરથી નજર મીલાવી ને હવે ક્યાં ચાલ્યા,
કરી અંતરની બે ચાર વાતો ને હવે ક્યાં ચાલ્યા-
કોઈના મૌન પાછળ ના સ્મિત ને અને સ્મિત પાછળ ના મૌન ને કદી નજરઅંદાજ નહીં કરતા . એ જ્યારે પણ એની સીમા તોડે છે જીંદગી માં સૈલાબ આવે છે .
-
સ્મિત ત્યારે જ પૂર્ણ થાય
જ્યારે હૃદય થી શરૂ થઈ
આંખો માં ઝળકે અને
આંખો થી લઈ ચેહરા ની ચમક બને .-
તારી લટકતી લટ પર દિલ કાયલ થઇ જાય છે,
અણિયાળી આંખોથી પાછું ઘાયલ થઇ જાય છે
છમછમ થાતી પાયલ ને હાથે શોભતી ચુડલી,
રણકાર એનો સાંભળી ઘેલું પાગલ થઈ જાય છે
ચોલીની ભાત જેમ કંડારી તારી યાદોને આ અંતરે,
કે નામ લઉં તારું ને ભોળું વાયલ થઈ જાય છે
કઇંક તો જાદુ છે તારા સોહામણા આ રૂપનો,
સ્મિત માત્રથીએ ઘડીભરનું શાયર થઈ જાય છે
નિહાળવા ઝંખે તને રાત દિ મારા સાથમાં,
પણ નજરથી નજર મળે તોય પાછું ઘાયલ થઇ જાય છે...!!!-
મને બેઠા બેઠા કલ્પના થાય છે ..
તારી યાદો મને એમાં વાય છે
આંખો બંધ કરું ને ..તું નિત નવો મને વર્તાય છે
તારા અવાજો કાને અથડાય છે
એક લાગણી મને મહેસૂસ થાય છે
આ ઝરમર આંખો. તારી ...
હું જાણતી જ નથી મને કેટલી વખત ઘાયલ કરી જાય છે.
મારું દિલ કંપી જાય છે
તું સાંભળે છે મને ?
મનમાં તો તારી સાથે કેટકેટલી વાતો થાય છે
આવને હવે જલ્દી ...
મારાથી આ ઇંતજાર ક્યાં થાય છે
આ વાતાવરણ મને તારી સાથે ખેચી રહ્યું છે
તું ક્યાંક ને ક્યાંક તો મારી દૃષ્ટિ માં સમાય છે
જો તું પણ જરા
ચારેબાજુ તારી યાદો ભરેલી ..
તારી વગર મને કોરી ખાય છે.
વંદના પરમાર
Fb/insta page :jayviruquotes-
આજ સૂરજએ સપના જોયા છે,
સ્મિત ના છાંયે ફૂલ રોપ્યા છે...
ચાંદને વાદળના ચશ્માં છે,
સ્મિત ના સરગમ છેડયા છે...
વાતે તો વિચારના વાંધા છે,
સ્મિત એ સગપણ સાચવ્યા છે...
નીચી નજર ને કેશ કાળા છે,
સ્મિત તો રૂપનો રાજા છે...
મુલાકાતના પળ યાદ આવ્યાં છે,
સ્મિત પર તો સૌ દિલ હાર્યા છે...
અવિરત વરસતા મેઘ છે,
સ્મિતમાં તું સર્વશ્રેષ્ઠ છે...
©દિલનીડાયરી
-
ઘણીવાર એક આછુ સ્મિત મોટા દુખ ને પણ ભુલાવવા માં સક્ષમ હોય છે
અને ઘણા દુખ એવા હોય છે જેના લીધે ચેહરા પર નું સ્મિત પણ રેલાઇ જાય છે-