જો તું સમજે તો શું કહેવું મારે,
જો ના સમજે તો નઈ કેહવું મારે..-
તારી આંખોં વાંચી શકું એટલી સમજ તો આપ,
કોઈ પળ ન વિસરું તને એટલી ગરજ તો આપ...-
સમજી શકી ન હું આ સમાજની સમજને,
કે સમજાવા શું માંગે છે મૂજ નાસમજને,
અણસમજ છું હું તો દરેક સમજણ થી,
જરા સમજ તો આપો નાદાન સમજને...-
વાત સુગંધની તો છે જ નહીં,
વાત તો સુગંધના સ્વામી પુષ્પની છે !
એજ રીતે મુદ્દો દૂષણરહિત સમાજ અને સમજનો પણ નથી,
મુદ્દો સર્વપ્રથમ તો આ સમાજને તથા
એની સામૂહિક સમજને દિશા આપતી પ્રત્યેક વ્યક્તિનો છે.
ભાર જો, પુષ્પ અને વ્યક્તિ પર આપીશું
તો સુગંધ આપતો સમાજ અને એની સમજ બંને પામીશું.
કેવાં કેળવાઈએ અને કેવી રીતે કેળવીએ,
એને જ લક્ષ્ય બનાવીએ તો ઘણું
પ્રાણ અને પ્રજ્ઞાનાં ફર્નિચરમાં વિચારનું ખાનું ફંફોસી,
એને રીએરેંજ કરી શકો તો ઠીક,
બાકી તો જય કનૈયા લાલકી...!-
લોકો, શબ્દો, સમજ અને સમાજ
તમામના ખેલ બહુ અલગ હોય છે,
તોયે એકબીજાના સહારા વિના જીવવું અશક્ય છે.-
સંબંધો માં તિરાડ એટલે જ પડે છે કેમકે
લોકો "સમજે" છે ઓછું અને "સમજાવે" છે વધારે-
સમજદાર માણસનો
અનુભવથી ભરેલો ભુતકાળ
જેટલો કિંમતી હોય તેટલો જ
એનો વર્તમાન શાનદાર હોય !-