QUOTES ON #સંગ

#સંગ quotes

Trending | Latest
3 MAR 2018 AT 22:15

કોણ કહે એકલો બેઠો છું?
જો તને સંગ લઈ બેઠો છું.
તારી યાદો રમી રહી અહીં,
તને જ નિહાળતો બેઠો છું.

-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)

-


16 MAY 2018 AT 11:54

પરિવારનો સંગ હોય.
ખુશીઓનો રંગ હોય.
પરિવારના સાથ વિના,
લાગણીઓ અપંગ હોય.

-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)

-


10 APR 2018 AT 1:21

આકાશ ને આજે મેં જમીન પર ઉતરતા જોયું ,
ચાંદ ને તારાઓ સંગ આજે મેં રમતા જોયું ,
તને જોવા માટે મને નયન ની નથી જરૂરત ,
બંધ આંખો સંગ મેં આજે તારા મુખ ને જોયું .

-


18 AUG 2019 AT 20:38

વિચારું વિપળ માં તુજનો ...કેવો સંગ
શ્રવણ કરતા નામ તારું ..થઈ જાય તું સંગ ...
નજર સમક્ષ મળતા વિચારો કરે મારા મને ભંગ
મને તો બસ તુજ જોઈએ જિંદગીભર સળંગ

વંદના પરમાર

-


10 APR 2018 AT 14:12

સંગ તારોને મારો ક્યાં એક પળનો છે
ભવોભવ ના તારાને મારા સંજોગનો છે...!!!

-


13 SEP 2018 AT 23:50

રાધા સંગ શ્યામ દિસે એવો !!
કે કહી ના શકુ તમને,
રખે ને નજર લાગે એ ડરથી
કહી ના શકુ તમને...🙏

-


24 MAY 2021 AT 17:51

આપનો સંગ,
અનોખો રંગ,
જિંદગી સાથે માંડ્યો,
જિંદગીનો જંગ..

-


10 APR 2018 AT 8:57

થઈ પ્રીત એવી તારે સંગ ❤
કે ભીંજાય ગયા મારા અંગે અંગ
જાણે જીતી લીધી હોય કોઇ જંગ
બસ રંગાઇ ગયો તારા રંગે રંગ .

-


10 APR 2018 AT 9:43

તારા સપનાઓનો સંગ હતો એટલે આ કાળી રાત નિકળી ગઈ નહિતો,
એકલા વગડામાં કોને નિન્દર આવે.

-


10 APR 2018 AT 7:56

ઉમંગનો એ રંગ હવે બદલાઈ છે
જાણીને હવે જીવતર મૂંઝાય છે
હતી જ્યાં જીવનભર ના સંગની આશા
એ જ આશા હવે હરદમ મુરજાય છે

-