સ્મરું તુજને નિશદિન ભોળા એવી ભક્તિ દેજે,
જીરવી શકું હું જગતનાં ઝેરને એવી શક્તિ દેજે;
ભમતી જ રહું છું હું સતત આ ભવોભવનાં ફેરે,
એથી જ બંધનોમાં ન અટવાવું એવી મુક્તિ દેજે.-
એકાંતથી અનંતે તું લઈ જાય
ભીડ ને ભીંસથી તું તારી જાય
મનથી જો ભજીએ રે તુજને
મનનાં તું સૌ વિકાર હરી જાય-
મનને તારી ભક્તિમાં બોળિયું,
ગમે ત્યાં રાખીએ આ ખોળિયું ,
તું છે સાથે એ વિશ્વાસે તો..
તારા પર શિવ બઘુ જ છોડિયું.-
આદિ છું અનંત છું,
નિર્મોહી હું સંત છું,
છું તારો આરંભ જો,
હું જ તારો અંત છું,
છું હું જ જો પ્રલય,
હું તુજ માં શાંત છું,
શિવાંશ રૂપે તુજમાં
તુજમાં શશાંક છું,
શિવ છું શક્તિ છું,
વિશ્વનો વૃતાંત છું...-
मेरा कर्म तुही जाने , क्या बुरा है क्या भला...
तुही मेरा आशरा है तू ही मेरा खुदा
फैसला ले ले, हौंसला दे दे
ए खुदा अब तो तू ही इस जीवन की नैया को पार लगा दे..!!!-
ન આદિ નહિં અંત કાળનો પ્રતિક તું ભગવંત
અતિ ભોળો જગમાં ભાવે ભીંજાતો ભગવંત
ગળામાં શેષ ભાલે ચંદ્રમા ને જટાબદ્ધ રે કેશ
ન માયા વળગણ લેશ જીવ સૈા તુંજના અંશ
સાથે ભૂતડાનો છે સંગ જટામાં વ્હેતી રે ગંગ
ડીલે ભૂસે ભભૂત અકળ વૈરાગી તું રે અડભંગ
તારું સ્થાન છે કૈલાસ હર જીવોમાં તારો વાસ
કાળનો તું મહાકાળ પાપનો કરતો તું રે વિનાશ
દેવ દાનવો ભજતાં તુજને હર યુગમાં રે સદૈવ
મહિમા તારો ગાતા ગંધર્વ દેવોમાં દેવ રે મહાદેવ-
પ્રેમ જો સમર્પણ માંગે
તો બોલ કઈ હદ સુધી કરું..,?
પ્રેમ જો સન્માન માંગે
તો બોલ કઈ હદ સુધી ઝુકુ..?
પ્રેમ જો અધિકાર માંગે
તો બોલ કઈ હદ સુધી આપું..?
પ્રેમ જો પરીક્ષા માંગે
તો બોલ કઈ હદે આપું..?
સાંભળ્યું છે પ્રેમ ની કોઈ સીમા ન હોય, છતાં તારે પારખુ કરવું હોય તો બોલ કઈ કસોટી પર ઉતરું..?
#શિવ_સતિ😍-