કવિ બનવું સહેલું નથી..!!
પહેલાં દિલ ઘાયલ થાય,
વેદના નું એક ડૂસકું ભરાય,
રક્ત પણ શબ્દરૂપી રચાય,
દર્દ જ્યારે કલમ માં સમાય,
ત્યારે જઇ ને કવિ બનાય..!!-
શબ્દ છે ત્યાં સુધી વાત છે
વાત છે ત્યાં સુધી તકરાર છે
તકરાર છે એટલે જ તો ફરિયાદ છે
અને ફરિયાદ રહેશે ત્યાં સુધી જ આ તુટેલો, ધવાયેલો ને વિખેરાયેલો સંવાદ રહેશે
સંબંધ રહેશે
પણ જ્યારે ફરિયાદ જ નહિ રહે ત્યારે??
જ્યારે નહિ સંવાદ રહે ,
નહિ તકરાર કે
નહિ કોઇ વાત કરવાની ઇચ્છા ત્યારે??
સંબંધ રહેશે?
અને રહેશે તો ક્યાં સુધી?-
કર્યો છે જે તને એ પ્રેમ નહીં સમર્પણ છે મારું ,
કાગળ પર જે ઉતરે છે એ શબ્દ નહીં વર્ણન છે તારું .!-
એટલો પ્રેમ ઝળકે છે મારા શબ્દ શબ્દ માં
કે જે સમજે એ ક્યારેય નહીઁ ભૂલી શકે-
હું ફૂલ છું તો તું મારી સુગંધ છે,
હું દિલ છું તો તું મારી ધડકન છો,
હું જાન છું તો તું મારી આત્મા છો,
હું શરીર છું તો તું મારી જિંદગી છો,
હું છબી છું તો તું મારી હકીકત છો,
હું પડછાયો છું તો તું મારો ચહેરો છો,
હું શબ્દ છું તો તું મારી વાત છો,
હું ત્યારે જ પૂર્ણ છું જ્યારે તું મારી સાથે છે.
-
ભૂલવા મથો ભલે,ભૂલ્યું ના ભૂલાય,
એક લાગેલો ઘાવ,બીજો છે લગાવ,
લાગેલો ઘાવ તો મરહમથીય ભરાય,
શબ્દોનાં ઘાવ કિંતુ મારણ કહેવાય,
લગાવ સાચા માણસનો સ્વર્ગથી સવાય,
પ્રેમ ખોટાં પાત્રનો અંધકારે લઈ જાય...
-
પોતાની જાતને સમજતો
દરેક વાતનો જાણકાર ,સલાહકાર
ને દુનિયા અનુભવી લેનાર તે.....
પરંતુ શું સમજે છે ? 'હોવું' ને 'સમજવું' શબ્દ વચ્ચેનો ભેદ...!!!-