QUOTES ON #રમકડું

#રમકડું quotes

Trending | Latest
10 APR 2019 AT 9:35

રમકડું બની જાઉં હું ...
પણ રમુ ના હું તારી રીતે ..

જો તું રામ હોય તો
આ હનુમાન ને ય તું જીતે ...

-


24 OCT 2018 AT 10:15

જોને આ રમકડું,

જેમ-જેમ તૂટતું જાય, તેમ-તેમ માયા વધારતું જાય.

-


27 JAN 2021 AT 19:35

ગમશે નહીં તો ગમાડવું પડશે,
જિંદગી તો રમકડું છે,
રમાડવું પડશે.

-


30 JUN 2019 AT 10:34

*રમકડું*

સમજી દેહને રમકડું,
કંઇ કેટલીએ લાજ લૂંટાઈ છે.
વાંસના ને સંતોષવા,
અહી નારીને રમકડું બનાવાય છે...

ખુલ્લે આમ ઈજ્જત,
અહી લૂંટાઈ જાય છે.
તોયે હંમેશા,
બહેન-બેટી જ બદનામ થાય છે...

મૂક બનીને,
આ નઝારો જોવાય છે.
અને આ નરાધમોને,
છુટ્ટો દોર મળી જાય છે...

રમકડાં રમવાની ઉંમરે,
ખુદ રમકડું બની પિંખાય જાય છે.
છતાં આંખે પટ્ટી બાંધી,
મૌન બની ખેલ જોવાય છે...

અને આખરે કચડાયેલા આ રમકડાં હંમેશ માટે મૌન બની જાય છે...

*તરૂ મિસ્ત્રી*( *સુરત*)

-


13 JAN 2020 AT 14:52

સાન્ટા તો રમકડાં આપી જાય પણ
તમારું રમકડું બની મારી સાથે રમવું

-


30 OCT 2020 AT 10:24

પળમાં દે છે ને ક્ષણમાં છીનવી લે છે,
વાહ તારા રમકડાને કેવું પજવતો રે'છે,
માટીમાંથી બનાવીને એમાં જ ભેળવી દે છે,
શા કાજે એની સાથે ખીલવાડ કરતો રે'છે,
લાગે તને પણ એમાં આંનદ મળતો રે'છે,
મરુસ્થળમાં મૃગજળથી એને લલચાવતો રે'છે,

-