પ્રેમ,વ્હાલ,ઘર, ઈમારત નો પાયો મજબૂત છે
તે પ્રેમ કર્યો છે,મોહબ્બત નો પાયો મજબૂત છે
તને પ્રેમ, પૂજા, તને અર્ચના,કેવળ તારામાં શ્રદ્ધા
સઘળું ફળે છે,ઈબાદત નો પાયો મજબૂત છે
અઢળક મળ્યું છે મને તારા તરફથી દોસ્ત
ઢગલો વ્હાલ,ચાહત નો પાયો મજબૂત છે
આકાશ પાતાળ થી મેળવી ને રહીશ ઈશ્વર ને
એ જ ઈચ્છા,મન્નત નો પાયો મજબૂત છે
તારું સ્થાન કોઈ ના લઈ શકે એની ખાતરી છે
તું જ બધું,જન્નત નો પાયો મજબૂત છે
-