એ જન્મ આપીને આપણને ચાલવાનું શીખવાડે છે,
એ પ્રેમથી આપણને બોલવાનું શીખવાડે છે.
કોઈ ના કરે એટલું તે આપણા માટે કરે છે,
આપણી માટે થઈ તે દુનિયાથી પણ લડે છે.
બીમાર હોઈએ એટલે તે આપણી સાથે આખી રાત જાગે છે,
આપણી ખુશીઓ માટે રોજ એ દુઆઓ માંગે છે.
એના ખોળામાં રમવા માટે તો ભગવાન પર ધરતી પર આવે છે,
તો પછી કેમ...કેમ...
દુનિયાની સૌથી ગંદી ગાળોની આગળ, નામ એનું સૌથી પહેલા આવે છે ?😡
-
વૃક્ષોની છાયામાં વિચાર જગની મોહ માયાનાં,
ન ગમે જગને રહેવું તરુ સમ વડીલની છાયામાં,
ધરતીમાં લાવનારને રાખે નહીં પોતાનાં ઘરમાં,
કે’વા ચાલ્યા પોતાનાં બાળને નામ કરે જગમાં,
કાઢે પોતે જેમ ઘરમાંથી માતા-પિતાને પોતાનાં,
નહીં રાખે એને જોજો સંતાન એના ભવિષ્યમાં,
માતા-પિતાના દરજ્જે છે સંગ દાતા શાસ્ત્રમાં,
ના હક તને જીવાડે તેઓને તું ખુદના નિયમમાં.
-કેવલરામાણી ખુશી
-
ગણી ન શકાય એટલા મારી પર એના ઉપકાર છે,
હું આપી શકુ તો માત્ર એક સેવાનો ઉપહાર છે.-
એક બિઝનેસ મેને મંદિરમાં સંતો માટે ઓરડી બનાવવા લાખો રુપિયાનું દાન કર્યું...
ઘરે આવ્યો ત્યારે પિતાએ કહ્યું, "બેટા મારી દવા છેલ્લા આઠ દિવસથી પુરી થઈ ગઈ છે, ક્યારે લાવી આપીસ??આજ તો બીપી વધી ગયું છે!!"-
જો તમે ઇચ્છતા હોવ કે સાસરે પણ પિયર જેટલો પ્રેમ મળે,
તો ત્યાં ના દરેક સદસ્ય ની માન મર્યાદા નું ધ્યાન રાખવું જ રહ્યું..!-
જે તમને "એમની" દુનિયા માં લાવ્યા છે ને,
એમને "તમારી" દુનિયા ના નિયમો ના સમજાવશો..!!
"એ કહે એ જ નિયમ હોય"-
બાળક જયારે junk food ને ના કહી healthy food પસંદ કરે છે ત્યારે તેના માતા-પિતા ની સાચી જીત થાય છે.
-
જિંદગીનો એક વણાંક તેને
આત્મહત્યા તરફ દોરી રહ્યો હતો,
અને માતાપિતા ના સ્નેહે તેને રોક્યો.-
ઓગસ્ટ મહિનાની ૧૬તારીખ,
આજ થી ૨૮વર્ષ પહેલાં
પ્રીત નાં રંગ માં એક સંબંધ રંગાયો,
લાલ પાનેતર ની શોભા વધારતી હતી,
એ ૧૪ વર્ષ ની નાનકડી છોકરી ;
અને, ૧૬ વર્ષ ની આ નાનકડી ઉંમરે ,
ઘરની જવાબદારીઓને બખૂબીથી નિભાવતો એ છોકરો ;
લગ્ન ના પવિત્ર સંબંધ માં બંધાયાં ,
બે પરિવાર ને એક કરતું એ 'હસ્તમેળાપ' નું ક્ષણ
અને સંબંધ માં વધુ મીઠાશ નો ઉમેરો કરતો એમનો 'પ્રેમ' ;
છેલ્લા ૨૮ વર્ષ એકબીજા સંગ હસતાં-રડતાં , રિસાતા-મનાવતાં , ગુસ્સે થતાં- માંફી માંગતા
વીતી ગયાં હશે,
અને સાથે દાંમ્પત્ય સંબંધ જાળવવા માટે એકબીજાની
માન- મર્યાદા , બાંધ-છોડ અને સમાધાન ની સમજણ
તેમજ, અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વચ્ચે નું સમતોલન
એક મધુર દાંમ્પત્ય જીવન માણવાની ગુરૂ ચાવી રહી હશે ,
સમય વીતતો રહ્યો,
અને, એકબીજા માટે પ્રેમ પણ સદા વધતો ગયો,
એકમેક સાથે કેટલીય યાદોં બનતી ગઈ
અને આ સફર ના સંભારણાં ની વચ્ચે
એક સુંદર ફુલ જેવું બાળક એ પણ શ્વાસ ભર્યો
પણ, એ ફુલ એટલું સુંદર અને પાવન હતું
કે, ઇશ્વર એ તેને પોતાના ચરણોમાં સમાવી લીધું..
મારા ભાઈ પછી લગભગ છ વર્ષ બાદ ;
મારું જન્મ થયો,
માં ની પડછાઈ અને,
પપ્પા ની લાડકી દીકરી નાં પગલાં ઘર માં પડવાથી
ફરી બેજાન ઘર એ શ્વાસ ભર્યો...
આ હ્રદય રૂપી ઘર માં,
તમે બન્ને શ્વાસ સમાન છો ;
૨૮ વર્ષ નું આ સંબંધ, અનંત સમય સુધી એવું જ બન્યું રહે,
એવી ઇશ્વર પાસે આરાધના સાથે ;
આપ ને લગ્ન ની ૨૮મી વર્ષેગાંઠ ની શુભેચ્છાઓ !!❤️
-