કુમળા તન ની સુંદરતા માણવા
ભમરો બની ભટકવાની શું જરૂર
આંસુ બની ગોરા ગાલ ને ચુમવા
આંખો માંથી ટપકવાની શું જરૂર
સુંદરતાની પાછળ ભલે દુનિયા પાગલ છે
મન સુંદર હોય જો તો ભાગવાની શું જરૂર
શંકાને સ્થાન નથી જાણું હું તારા હ્રદય ને
ભરોસો મારો મેળવવા કરગરવાની શું જરૂર
ખુશી દિલ મા હોવી જોઇએ ચેહરા પર નહીં
ખુશીના બીજ વાવવા માળીની શું જરૂર
દુખમાં આંસુ વહેશે તો સંગ તારો માંગીશ
રૂમાલ પર આધાર રાખવાની શું જરૂર
જાણું છું અશક્ત નથી તું કે નથી હું તો
આમ સાથ એકબીજાનો માંગવાની શું જરૂર-
ચાહે તું બની જાય ફૂલ ચમન નું કોઈ ,
ભમરો બની આવીશ હું મંડરાવા તહીં.-
નમી ડાળીઓ ફુલોના ઉપવનમાં ,
નમે તે ગમે છે , શું સંદેશ એનો ?
ઉડે ભ્રમરો ત્યાં પીએ પાન રસથી ,
ગમે તે ગુંજે રસવૃતિ પોષવાને.
વૃતિ ભમરની સ્વાર્થ છલથી ભરેલ
છોડો સંગ તેનો શીખો કંઈ પુષ્પમાંથી .
મલીનતા ન પ્યારી પ્રભુને એ કાજે
ઝાકળ ધૂએ એને પોતાની બુંદો થી .
આવી ડમરીઓ રજોની ભરેલી ,
ખર્યા પુષ્પ ત્યાંથી છોડી સંગ તરૂનો .
જીવન તેમનું છે રંગે સૌરભ ,
સમર્પણ છે તેનું જીવનક્ષયે ઉત્તમ
પડીનેય મહેકે તે અત્તર બનીને ,
શીખો માનવીઓ સબક આ મજાનો .-
મને સમજી એક કડી ,
ના ભાગ ભમરો બની.
મને સમજી સાગર,
ના ભાગ સાહિલ બની.
મને સમજી કવિતા,
ના ભાગ વિચાર બની.
મને સમજવી અગરુ ઘણુ...-
"શરમાય" છે અહીં ઘણા "પુષ્પો" આમ કોઈને જોતા પણ,
"હરખાય" છે જોતા એક નજર માં જ કોઈ ભમરા ને
એ "પ્રેમ" છે એમનો જેમાં નથી કોઈ "દગો"
"માનવી"જ નોખાં પાડે કોણ "પારકો" ને કોણ "સગો"
"સુગંધ" નો ઘેલો છે એ ભમરો "સાહેબ"
એને તો ક્યાં "પુષ્પ" ના "રૂપ" થી "નિસ્બત" છે
"રૂપ-ઘેલો" છે આ "સ્વાર્થી" માણસ
જે "ચેહરા" થી જ " સંબંધ" રાખે છે
"મતલબ" ન હોય તો "દુશ્મન"
ને "મતલબ" થી જ "ભાઈબંધ" એ રાખે છે
-