સાંજ ને પોતાના ખભા પર લઇને લગભગ ૩:૪૭ એ બપોર નીકળી હતી, ઠેકાણે પહોંચવામાં હજું જરાક વાર હતી!
ત્યારે રસ્તામાં તારું સરનામું મળ્યું ને સાંજ રોકાઈને ક્યાં રાત થઈ એ જ ખબર ન પડી !
એ સાંજ તારા આંગણે જમાં રાખી છે,
એક સાંજે મળીશું એ વાતની ખાતરી આપી છે.
-
23 DEC 2018 AT 18:31
30 MAY 2020 AT 13:19
શનિવારના ધોમધખતા તાપમાં
પુખ્ત વયની બપોર નીકળી બહાર
ક્યાંક કોઈ કાચી ઉંમરનો રવિવાર
ટોપી વગર બહાર તો નથી નીકળ્યો !...
-
25 MAR 2020 AT 22:28
આમ જ સવાર,બપોર,સાંજ,રાત વીતી રહ્યા છે રોજેરોજ,
એકાદું બહાનું મને મળવાનું કરવામાં તને શો ભાર લાગે છે?
© જિગીષા રાજ-
2 APR 2021 AT 15:26
ઉનાળાની શુષ્ક બપોરમાં આ એ જ લાગે,
સંદેશો પણ આવતો જેનો લાગણીઓનો ભેજ લાગે...
~ ઉમેશ વી. શાહ-
4 JAN AT 12:09
હશે કોઈક કાગળ પર લખેલું નામ મારું,
આ બપોર ટપાલીની વાટમાં, ધીમી ચાલે છે.
ત્વરા
વાટ=રાહ
વાટ= રસ્તો-