ફાગણ આયો સંગે રાખી હોળી...
વસંત ખીલવી ફાગણ આયો સંગે રાખી હોળી,
રજની ખીલતી સોમ સંગાથે પૂનમ રાત ધોળી.
હળીમળી તેને વધાવીએ અબોલા નાખી તોડી,
હાલો ભેરુ આપણ ભેગાં બનાવીએ આખી ટોળી.
રાગ, દ્રેષ, ઈર્ષાને જડમૂળથી પૂરણ ધમરોળી,
વેર શમે નહિ વેર રાખી ઘટઘટાવો વેર ઘોળી.
કેસુડા ડાળે ઉંચી નીચી ફૂલોની ટીંગાટોળી,
મન રંગવા, આતમ રંગવા પિચકારી લઈએ બોળી.
વસંત ખીલવી ફાગણ આયો સંગે રાખી હોળી....
~ ઉમેશ શાહ-
વાચન લેખન પરત્વેનો શોખ મારા જીવનના સર્વ શ્રેષ્ઠ, સદાયે પૂજનીય શિક્ષક માર... read more
એ રીતે મારી જિંદગીથી તને બેદખલ કરું,
'ને પછી આ હદયમાં, નફરતની ફસલ કરું...
પ્રેમ, પ્રણય, પ્રકૃતિની તો ઘણી બધી કરી,
ચાલ આજ તારી બેવફાઈની ગઝલ કરું...
~ ઉમેશ શાહ-
એ ગલી, મહોલ્લો, શેરી મને ખૂબ ગમતી'તી,
આવતો જોઈ મને ત્યાં, નજર એક નમતી'તી.
પૂછી રહ્યું જગત તેને, કેમ ઢળે છે નજર તારી ?
તેમને શી ખબર ? એ ભાર શરમનો ખમતી'તી.
કાવાદાવા લોહી ઉકાળા તો મળે છે અહીં સર્વત્ર,
એક આ સ્થળે જ, સાંજ શીતળતાથી સમતી'તી.
ન જાણે ક્યારે ઉઠતી, બેસતી કે પછી હતી ખાતી,
મને તો લાગે છે, ભાણામાંય યાદ મારી જમતી'તી.
શમણાઓમાં, તરણાઓમાં ખોવાયેેલી રહેતી'તી.
રૂધિર બની એ સાંગોપાંગ રોમરોમમાં ભમતી'તી.
એ ગલી, મહોલ્લો, શેરી મને ખૂબ ગમતી'તી...
~ ઉમેશ શાહ "અવિરત"-
તમે સમજો છો કે અમે ખજા વિના મરી જવાના,
અમે સમજીએ છીએ તમે, મજા વિના મરી જવાના.
હોય કફન કવિઓને કેવળ કવિતાનું, કાપડનું નહીં.
ગઝલ કોઈ લખતાં ઈશ્વરની, રજા વિના મરી જવાના...
~ ઉમેશ શાહ "અવિરત"-
તમે સમજો છો કે અમે ખજા વિના મરી જવાના,
અમે સમજીએ છીએ તમે, મજા વિના મરી જવાના.
એટલી તે ગ્લાનિ ભરેલ નજરોથી જુઓ છો અમને,
અમને તો લાગે છે અમે, કોઈ સજા વિના મરી જવાના.
હોય કફન કવિઓને કેવળ કવિતાઓનું કપડાંનું નહીં,
ગઝલ કોઈ લખતાં ઈશ્વરની, રજા વિના મરી જવાના.
કૂળ, કપટ, કુકર્મ કામ નહીં આમાંના એકેય કવિના,
રહી શાંત નાલેશીના ભારેખમ ગજા વિના મરી જવાના.
ઝંડો સત્યનો દેખાડા પૂરતો લઈ ફરો તમે જગમાં. અમે,
મુખવટા પાછળની અસહ્ય, લજ્જા વિના મરી જવાના.
~ ઉમેશ શાહ-
પૂર્ણિમાની મદમાં ભરમાવતી મધરાતે,
રજની શૃંગાર કરતી લઈ ચંદ્રમા લલાટે.
ધરા શરમાતી રૂડું જોબન જલકાવતે,
શાંત, શીતળ, સૌમ્ય સોમની સંગાથે.
જલધિરાજના જળ ને વળી પ્રિત કેવી સાંભરે ?
છોડી મરજાદા, તોડી બધા ક્યારા, મોજા ભાંભરે.
નીરખી રહ્યો ચકોર જેને એકીટશે,
એ તો શીતળ ચાંદની સંગ રમે રાસે.
ધરા-ગગનનું વિયોગ જાણે મિલન થઈ રહે,
દૂર વાડીએ ટહુકા કરતો મેહુલો સુમધુર કહે.
પૂર્ણિમાની મદમાં ભરમાવતી મધરાતે...
~ ઉમેશ વી. શાહ-
ન રીસાઈ જાતો, બંસીધર મધ્યમાં,
હવે તાર ધીરજ તણો, રે તુટ્યો છે...
~ ઉમેશ વી. શાહ-
ન રીસાઈ જાતો, બંસીધર મધ્યમાં,
હવે તાર ધીરજ તણો, રે તુટ્યો છે...
~ ઉમેશ વી. શાહ-
ન રીસાઈ જાતો, બંસીધર મધ્યમાં,
હવે તાર ધીરજ તણો, રે તુટ્યો છે...
~ ઉમેશ વી. શાહ-
ગોરંભાયેલા વાદળ હતાં.
જતાં જતાં તેણીએ પૂછ્યું, શું અહેસાસ છે તમને?
બસ એટલું જ કહેવાયું મુજથી,
મેઘલો આજ આભમાંથી વરસે કે નહીં,
આ આંખમાંથી જરૂર વરસી પડશે...
~ ઉમેશ વી. શાહ-