QUOTES ON #પતિપત્ની

#પતિપત્ની quotes

Trending | Latest
26 FEB 2020 AT 22:52

અચરજ.. ✍️

માતા અભણ તો શરમ થાય,
પિતાની સાદગીથી સંકોચ થાય,
એને સંતાન કહેતાં અચરજ થાય.

પત્નીને માત્ર ગૃહશોભા સમજાય,
રૂપથી જ પત્નીનું મૂલ્યાંકન કરાય,
એને પતિ કહેતાં અચરજ થાય.

પૈસાથી જ પતિનો પ્રેમ મુલવાય,
સાચી લાગણીની કદર ન કરાય,
એને પત્ની કહેતાં અચરજ થાય.

સુખમાં જ જેનાથી સાથ અપાય,
દુઃખમાં જે સૌ પ્રથમ વેગડા થાય,
એને મિત્ર કહેતાં અચરજ થાય.

ઈર્ષાની આગમાં હરક્ષણ શેકાય,
છળ કપટ દરેક પળેપળમાં ડોકાય ,
એને માનવ કહેતાં અચરજ થાય.

જાગૃતિ કૈલા.. 🙏🏻












-


5 JAN 2021 AT 10:36

મોટાં ભાગનાં પતિઓમાં જોવા મળતી એક વાત !

એમની પત્ની દ્વારા એમનાં જીવનમાં કરવામાં આવતું
અથવા તો થતું ' પરિવર્તન ' એમને ન ગમે.

પરંતુ એ જ પત્ની દ્વારા
' પરી-વર્તન ' ને એ કાયમ ઝંખતો હોય.

આતો જસ્ટ એમ જ, યુ નો !

-


6 DEC 2018 AT 15:06

અરીસા મા જોયું મેં ને પ્રતિબિંબ તારું દેખાય છે,
હૃદય મા બસે છે તું અને મન મા છવી તારી છપાઈ છે,
દૂર રહે છે મારાથી તુ, છતાં પણ તારી રૂહ નો એહસાસ થાય છે,
જોવા માત્ર થી તને હૃદય મારું હરખાય છે,
કેહવા માટે તો અંગ જુદાં છે આપણા, પણ અર્ધાંગિની તુ મારી છે.

-


18 JUL 2022 AT 18:24

પત્ની : તમે છો ને ખૂબ જ ભોળા છો,
કોઈપણ તમને સહેલાઈથી ફસાવી શકે છે.😕

પતિ : એની સૌથી પહેલી શરૂઆત તારા બાપે જ
કરી છે.😑

-


17 MAY 2021 AT 9:49

ખુબ જ પ્રેમ છે તારાથી
પણ કયારેક જીવનની આ ભાગદોડમા
તને જતાવવાનુ ઓછુ થય ગયુ તો,
હદય થી બધુ અનુભવી લઈશ ને?

ઈચ્છાઓની કદર છે તારી
પણ ક્યારેક બંનેના સપના પુરા કરવામા
કોઈક ઈચ્છા અધૂરી રહી ગયી તો,
એ સપનામા તારી ઈચ્છા જીવી લઈશ ને?

લાગણીઓને કોક વાર ઠેસ પહોચાળી દુ:ખી કરુ તને
પણ ક્યારેક ઉમરના એ સમજણ પણામા
તને મનાવી કે માફી માગવાનુ રહી ગયુ તો,
મન મોટુ રાખી સંબધ સાચવી લઈશ ને?

ખુશ રાખે હંમેશા દરેક પરિસ્થિતમા તને
પણ ક્યારેક પ્રતિકુળ મારા કોઈક દિવસોમા
મારી આખો તારી સામે ભરાઈ ગઈ તો,
તારો ખભો આપી મને સાચવી લઈશ ને?

-



#હાસ્ય


મારો મિત્ર : યાર, આ દુનિયામાં સહુથી નસીબદાર પુરુષ કોણ છે ?

મે કહયું : એક એવો પુરુષ, કે જેની ગર્લફ્રેન્ડને માત્ર
અંગ્રેજી જ આવડતું હોય, પત્નીને માત્ર ગુજરાતી જ
આવડતું હોય અને એ પુરુષને બન્ને ભાષાઓ આવડતી
હોય.

😀😀😀

-



# પતિ-પત્ની # રોમાન્સ # હાસ્ય

એક સ્નેહભરી સવારે એક પતિ, જે કવિ છે, પોતાની પત્ની જોડે નાસ્તો કરવા બેસે છે તે સમયે, પત્ની પ્રેમથી એમનો હાથ પકડતા કહે છે, મારા હાથમાં તમારો હાથ અને તમારા હાથમાં મારો હાથ; આ તે કેવું સુંદર, મારા પ્રાણનાથ !
પતિએ રમુજ કરતા કહયું; સાવ સાચી તારી વાત કે હાથોમાં હાથ જતાવે જીવનભરનો સાથ, પણ નાસ્તો કરતા સમયે, ના તારો હાથ, ના મારો હાથ, મને પસંદ છે ખારો હાથ. અર્થાત; હે મધમીઠી ! મારી પ્રેમની પુસ્તક સમાન પરમપ્રીય પત્ની ! તુ આપ મારા હાથમાં થોડા સેવ મમરા, ખાલી પેટે બોલવા લાગે મારા માથામાં તમરા ...

બસ ! પછી તો વાત પૂછોમાં ! પત્નીનો મીજાજ ગરમ થઈ ગયો, નાસ્તો નરમ થઈ ગયો, ભુખ ભાગોળે ભાગી ગઈ, સેવ શરમાઈ ગઈ, મમરો મૂંઝાઈ ગયો, બિસ્કીટ બીચારુ દૂધમાં ડૂબકી મારે, ગાંઠીયો ગંભીર, જલેબી બની જીભની જંજીર, ચા ચકડોળે ચડી ગઈ. બસ, કંઈક આવી રીતે એ કવિની પત્ની લડી ગઈ.
પણ સાહેબ, સવારના ભુખ લાગી હોય ત્યારે ભાગ્યવાન આવીને ભીની વાતો કરે, તો ભોળો ભરથાર બિચારો શું કરે ? પણ ઠીક છે. એ દિવસ થી બન્ને એ નક્કી કર્યું, નાસ્તો કરતા સમયે વાતો ના કરવી.

-



#હાસ્ય




નિલામ થઈ ગઈ નોકરી, ને વેપાર પણ વેંચાય ગયો,
મે તને પ્રેમ શું કર્યો, ને ઈશ્કનો ઈતિહાસ રચાય ગયો

તું મને કહે છે, કે મારા લીધે તારો બાપ ખેંચાય ગયો,
મે એક પેંડો આપ્યો ને,તો એ આખું પેકેટ ખાય ગયો

😀😀😀

-


20 JUL 2021 AT 1:09

મારો મિત્ર : બૉસને ફોન કરી ને કહે - સાહેબ, બહુ વરસાદ છે, શું કરું? કામ પર આવું કે...?

બૉસ - તું નક્કી કર.... તારે મારા હાથનીચે કામ કરવું છે કે તારી બૈરીના...?

મારો મિત્ર - ઠીક છે, સાહેબ આવું છું કામ પર!

🤣🤣🤣🤣🤣

-



# હાસ્ય #સંદેશ #પતિ-પત્ની




કપ અને રકાબી ...

.... તો ; આજે સવારે ચા પીતા પીતા એક વિચાર આવ્યો, કે પતિ અને પત્નીનો સંબંધ તો કપ અને રકાબી જેવો છે !!!
પતિ એ કપ, પત્ની એ રકાબી.

જી હા. એક પતિનો ગુસ્સો, કપની અંદર ગરમ ચા સમાન છે, તરનું થર થઈ જશે, પણ અંદરથી ગરમી ઓછી નહી થાય. હવે આ ચા જેવી રકાબીમાં નાખશો, તે ઠરી જશે. એટલે એ ચા નો સ્વાદ, એનો ગુણધર્મ નથી બદલાયો, જે કપમાં છે, તે જ રકાબીમાં છે, તોય તેને થોડી ઠંડી કરીને રકાબીમાં નાખીને જ પીવી પડે છે. હા, વટમાં ને વટમાં પોતાનું અહમ ઓછું ના કરે, એવા પતિ કપમાં જ પોતાના ગુસ્સાને પોતે જ ફુંક મારીને પી લેતાં હોય છે. શું થાય, ક્યારેક રકાબીનું પણ મગજ તો જાય ને ...
ટૂંકમાં, ગુસ્સો કરવાનું કામ પતિનું; પણ એને શાંત કરવાનું, સહન કરવાનું પત્નીના ભાગ્યમાં આવ્યું.
અભિમાની કપ, રકાબીની ઉદારતાનો વિસ્તાર ક્યારેય આંબી ના શકે. રકાબીની મધ્યમાં કપને રહેવું પડે છે. જો આડો અવળો થયો, તો ગયો કામથી ...

😀😀😀

-