QUOTES ON #નૂતનવર્ષાભિનંદન

#નૂતનવર્ષાભિનંદન quotes

Trending | Latest
16 NOV 2020 AT 7:44

ઉગતી ઉષાએ
આથમતી સંધ્યાએ
વીતી જાય રાત
ઉગે નૂતન પ્રભાત
હા, નવલા વરસની વાત

નવા વરસ ના વધામણાં....🙏🏻

સંવત ૨૦૭૭ નું આ નૂતન વર્ષ આપ
અને આપના પરિવાર માટે ભક્તિમય,
સુખમય, શાંતિમય, સ્વસ્થમય, શ્રેયસ્કર
અને સફળ રહે અને આ નવા વર્ષમાં
આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,
સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક ક્ષેત્ર માં કલ્યાણમયી પ્રગતિ થાય
એવી શુભકામનાઓ સહ...

તમને અને તમારા પરિવાર ને
મહેતા પરિવાર તરફથી
🙏 *નૂતનવર્ષાભિનંદન* 🙏

-


16 NOV 2020 AT 4:28

વિક્રમ સંવત ૨૦૭૭ નાં નવા દિવસો તમારા માટે નવા ઉત્સાહ, નવા ઉમંગો લાવે...માં આશાપુરા તમારી બધી આશા પૂર્ણ કરે...તમારો સંબંધ બધા સાથે સહકાર વધારનારો અને સુખદાયક રહે...બસ માતાજી સહુ ને સદ્બુદ્ધિ,સદવિધા, સદાવૃતી, આપે તમે સદા આનંદી રહો....એવી પ્રાર્થના

નવા વર્ષના જય માતાજી,
જય શ્રી કૃષ્ણ..
રામ રામ

-


15 NOV 2020 AT 7:45

Breaking news....
ભારતના charel નામના ગામમાં આજે નૂતન વર્ષ રાખેલ નથી એટલે આજ કોઈએ નવા વર્ષના રામ રામ કેવા નહિ...કાલ બે જોડી કપડામાંથી એક જોડી પેરી લીધા અને અચાનક આવી વીજળી પડવાથી મારું મેનેજમેન્ટ વિખાય ગયું છે... મને આશ્વાસન આપવા વિનંતી😤😤😤😤

જે બધાને આજે વિક્રમ સવંત ૨૦૭૭ ની શરૂઆત થતી હોય એ બધાને નવા વર્ષ ની શુભકામના....માં આશાપુરા સદા સહાય કરે...તમારું આવનારું વર્ષ ખૂબ ખૂબ આનંદ,ઉલ્લાસ,શાંતિ,સુખી,નિરામય, વૈભવકારી રહે.....જે ભાઈ મોટા છે કે બહેન મોટા છે તેને પાય લાગુ....તમારા આશીર્વાદ સદાય રાખો...🙏🙏🙏

-


26 OCT 2022 AT 15:10

નૂતન વર્ષ ની હાર્દિક શુભકામનાઓ

🙏🙏🙏

-


15 NOV 2020 AT 23:59

મનમાં પવિત્રતાનો સંચાર થાય,
હૃદયમાં માણસાઈનો વસવાટ થાય,
શરીર સારા સ્વાસ્થ્યથી ભરપૂર થાય,
જીવનમાં સદા સતયુગી પ્રભાવ થાય,
આવનારા વર્ષોમાં આપની "સ્વયં"ની સાથે જ મુલાકાત થાય,
અને ત્યાં જ ઇશ્વરનો આપ સૌ ને મેળાપ થાય!!

!!નૂતન વર્ષાભિનંદન!!

-


15 NOV 2020 AT 8:42

નવા વર્ષના સૌ ને જાડેજા પરિવાર તરફથી જય માતાજી🙏🏼
નવું વર્ષ કંઇક નવું લઈને આવે...
એક બીજા પ્રત્યેના દુઃખ ને ભૂલીને
ફરી એક નવી શરૂઆત કરીએ...
આ નવું વર્ષ તમારા માટે નવું અજવાળું લઈને
આવે તેવી શુભકામના...
Happy New year to you and your family....

From- બળદેવસિંહ જાડેજા & family....
કેરા કોટ - કચ્છ

-


16 NOV 2020 AT 10:29

........

-


28 OCT 2019 AT 4:20

મજબૂત સંકલ્પનો કોઈ વિકલ્પ નથી...
       કારણ કે
       સિંહની ગર્જના...
એ જંગલની મર્યાદાની મોહતાજ નથી.
                                      
એમ મજબુત સંકલ્પ સાથે આજથી આવનાર નવુ વર્ષ તમારા જીવનમાં પ્રકાશ પાથરે તથા આમૂલ પરિવર્તન લાવનાર બને એવી અભિલાષા સાથે એટલુ જ કહીશ કે...
ભુતકાળની ભવ્યતા હોય, પણ એ ભવિષ્ય નુ બીજારોપણના
બને તો એ જીવન નિરર્થક રહે,અને એટલે આજે ભગવાન ભાસ્કર (સૂર્ય)ના ભાથામાંથી નીકળેલુ પહેલું કિરણ મારા અને તમારા જીવનમાં નવા વર્ષ નિમિત્તે નવી ઉર્જાનો સંચાર કરે, પ્રગતિશીલ બનાવે અને પાયાના પથ્થર પર પુરુષાર્થ નુ આવરણ ચડાવે...
          એવી આશા, અપેક્ષા અને મહત્ત્વકાક્ષાં પરીપૂર્ણ કરે એવા અંતરભાવ સાથે તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષના અભિનંદન પાઠવુ છું.....
                              
       
                                                                     

-


14 NOV 2023 AT 9:05

सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चिद्दुःखभाग्भवेत।

ઈશ્વર આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે,
નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ 💐

Happy New year 💫🎉

-


5 NOV 2021 AT 0:22

મારા તથા અમારા પરિવાર તરફથી આપને તથા આપના પરિવારને દિવાળી અને નુતનવર્ષ ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ.
દિવાળીનો આ તહેવાર
સુખ, સંપતિ, દીર્ઘાયુ,સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદૃભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે અને
આપનો પરિવાર સંપૂર્ણ નિરોગી અને વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરોતર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય તેવી અભ્યર્થના સહ.....
🌷🌷નૂતન વર્ષાભિનંદન🌷🌷

-