દીકરી એટલે,
અણીને વખતે કામમાં લાગે એવી,
ઘરના કોક ખૂણે સંતાડી રાખેલ સોનામહોર...-
એક દિકરીની પાંખો કાપવાની બદલે એટલી મજબૂત બનાવે કે એને પોતાના રક્ષણ માટે ક્યારેય કોઈ પુરુષની જરૂર ના પડે.
-
સાવજનું હદય ન ભેંકારે
ધ્રૂજે ન કદી વીજ કડાકે ધ્રૂજે,
ડૂસકાં ભરે કાળજાનો
કટકો ને એ તો કેવું થરથર ધ્રૂજે.-
પગલાં પાડી,
રુમ ઝૂમ કરતી
આવી ઘરમાં
બની ને લક્ષ્મી.....
લાવી બંધ મુઠ્ઠીમાં
ભેટ ખુશીની.....
મારા આંગણે,
જાણે આવી રંગોળી
રોશની બની...
મિસરી જેવી,
વાતો કરે મીઠડી
આવી દિવાળી,
હું માણું રોજ....
વરસે એક વાર
તમે માણજો....
HAPPY DIWALI🪔🪔🪔-
ફિલ્મ-દંગલ
આ ફિલ્મ ખરેખર હ્રદય સ્પર્શી છે એમાં માત્ર દેશભક્તિ જ નહિ પરંતુ સ્ત્રીશક્તિના દર્શન પણ સુપેરે થયા છે.પિતાનો સાથ,એમની લાગણી જ અંતે જીતે છે,હા એમાં એક dialogue છે(મ્હારી છોરિયા છોરો સે કમ હૈ કે)જે મને યોગ્ય નથી લાગતો.એ એટલે જ કે દિકરાની સરખામણી દિકરી સાથે નાં થઈ શકે...
મેં હમણાં જ વૃદ્ધાશ્રમની મુલાકાત કરી છે. 😑
-
કોઈ દિકરી ને પૂછજો પોતાનુ ઘર છોડવું કેટલું મુશ્કેલ છે
આ તો રિવાજ છે, બધાં એ કરવો પડે;
કહેવું સહેલું છે પણ વિચારજો કરવું કેટલું મુશ્કેલ છે..!
પોતાના બધાં સંબંધો ને પાછળ છોડી,
પારકાઓ ને પોતાના કરવા, ખરેખર ખૂબ જ મુશ્કેલ છે
એ છતા બન્ને પરિવાર ને સાથે રાખી ને ચાલે છે,
કોઈ દિકરી ને પૂછજો પોતાનુ ઘર છોડવું કેટલું મુશ્કેલ છે..!
બાળપણ થી જેને તમે પોતાનુ ઘર માનતા હતાં,
ત્યાં હવે મહેમાન છો એમ સાંભળવું કેટલું મુશ્કેલ છે
એ છતા હસી ને આ વાત સ્વીકારી લે છે,
કોઈ દિકરી ને પૂછજો પોતાનુ ઘર છોડવું કેટલું મુશ્કેલ છે..!
ઘણાં સપનાઓ હતાં ઉંચે ગગને ઉડવાનાં,
પોતાની પાંખોથી બીજા ને ઉડાન આપવી કેટલું મુશ્કેલ છે
એ છતાં બધાં સમાધાન કરી લે છે,
કોઈ દિકરી ને પૂછજો પોતાનુ ઘર છોડવું કેટલું મુશ્કેલ છે..!-
મેળાવડો : કોણ ઝાલશે કુંચીઓ,
માવલડી : કોણ રમશે ખાંભીઓ..
મેળાવડો : કોણ વગડાવશે ઢોલ,
માવલડી : કોણ ઝીલશે બોલ..
મેળાવડો : કોણ પૂરશે વારસો,
માવલડી : કોણ તાકશે આરસો..
મેળાવડો : કોણ બાંધશે પાઘડી,
માવલડી : કોણ ગૂંથશે સાદડી..
મેળાવડો : કોણ ઝૂલશે પારણું,
માવલડી : કોણ રોકશે બારણું..
મેળાવડો : કોણ ઘસશે પારસ
માવલડી : કોણ ભરશે બારસ..-
દીકરી નામે એક કુમળો છોડ પ્રભુ
તું હર ઘરમાં રોપજે,
પૂજાય જે તુલસી બની એ ક્યારો
હર આંગણે રોપજે.
સ્વપ્નનું આભ અર્પી મોકળાશની
એક કૂંપળ રોપજે,
ખળખળ વહેતી એ સરિતા કાજે
ધરપત દિલમાં રોપજે.
હોય પુત્રી કે સખા ભલે, સમતાની
શાખ ઉરમાં રોપજે.
તરાશે સાચો હીરો તેવું ઝવેરી નેત્ર
પિતાનાં ડીલે રોપજે.
આશિષ ભલે એને નિશદિન,એક
શ્રદ્ધાનું બીજ રોપજે,
ન અવરોધાય જેનો ઉમરકો તેવાં
રિવાજ કુળમાં રોપજે.-
દીકરીના પગલાં પડ્યા
હ્રદય ના દ્વાર ખૂલ્યાં
હૈયા હિલોળે ચડ્યાં રે...
ભાગ્ય ખૂલ્યાં ના એંધાણ મળ્યા.
-