આ નાદાન આંગળીને મળ્યોતો એક અનુભવનો હાથ
પા-પા પગલી પછી હું ચાલીતી જૂના રસ્તે જેને સાથ
લીધાં સાથ સાથીએ જીવનનાં મૂલ્યો ને કાજ
નીકળી પડ્યો એ હાથ લઈ એ ડગર પર મને
જ્યાં હતો અનુભવનો સુવાસ
જૂની વાતો ને યાદો ને લીધી કંઈક શીખો હાથ
ને ફેલાવી દીધી ડગર પર પુષ્પો માફક
કહીને એક નાનકડી વાત
ચાલજે મક્કમ આ ડગર પર
ભલે હોય દિવસ કે રાત
મન સાફ ને સરળ સ્વભાવ
રાખી મગજ શાંત
હસ્તે ચહેરે ચાલીશ તું જો આમ
આડા આવતા પથ્થર પણ લાગશે તને દિશા સમાન
ને ચાલી એ ડગરમાં હું સાથે જાલી એમનો હાથ
હજું તો પોહચીં જ હતી હું અડધે રસ્તે માંડ
ત્યાં તો છૂટી ગયો મારો ને એમનો સાથ
ધૂંધળી થઈ ગઈ એ ડગર
ડગમગી ગયો મારો વિશ્વાસ
નથી આવતો દૂર દૂર સુધી હવે એમનો ઉચ્છવાસ
છોડીને મુજને ચાલી ગયો
અડધે રસ્તે એ અનુભવનો હાથ- દાદા.😢-
મજા આવે છે દાદા માંડવરાય તમારી યાદોની સાથે જીવવાની,
ના તો દાદા માંડવરાય રીસાય છે કે ના મારે મનાવવા પડે છે.-
વનરાયું ધૂપલાં ધરે સૂરજ દિપ સોહાય
માડી તારા માંડવે પંખી ચરજું ગાય,,,-
દાદા દાદી ને વ્હાલું છે વ્યાજ નું વ્યાજ
દાદા દાદી ને પ્યારું છે વ્યાજ નું વ્યાજ
દાદા દાદી ની વાર્તા ના રસિયા વ્યાજ નું વ્યાજ
દાદા દાદી ની વાર્તા સાંભળ્યા વગર ના સુવે વ્યાજ નું વ્યાજ
દાદા દાદી ની વાર્તા ના રાજકુમાર હોય વ્યાજ નું વ્યાજ
દાદા દાદી ની વાર્તા ની પરી હોય વ્યાજ નું વ્યાજ!!
દાદા દાદી ના આશીર્વાદ મળતા રહે હમેશાં વ્યાજ ના વ્યાજ ને!!-
*મારા ઘેર દીકરી આવી*
મારા ઘેર દીકરી આવી
દીકરી એટલે,
પરિવારની અંધારી રાતને,
દિ' કરી નાંખે તે.
દાદાની લાકડી ને, દાદીના ભજન,
ઘૂંટણનો દુ:ખાવો પણ દે ભુલાવી,
જ્યારથી મારા ઘેર દીકરી આવી.
વર્ષોની ભુલાયેલ વાર્તાઓ,
બાળગીતો ની યાદ આવી,
જ્યારથી મારા ઘેર દીકરી આવી.
દરેક પર હુકમ ચલાવતી,
પોતાની જ મરજી કરાવતી આવી,
જ્યારથી મારા ઘેર દીકરી આવી.
દિવાલો પર લીટા, ચિત્રો,રંગોળી,
એકડા લખવાની જાણે પાટી લાવી,
જ્યારથી મારા ઘેર દીકરી આવી.
દોડતી થઈ, પછી ઘરને દોડાવે,
અમે હવે રમકડાં એ અમારી ચાવી,
જ્યારથી મારા ઘેર દીકરી આવી.
"પપ્પા તમને ખબર ન પડે" કહેતી,
જાણે મારા ઘેર મારી જ દાદી આવી,
જ્યારથી મારા ઘેર દીકરી આવી.
"કન્યાદાન ? " નથી શબ્દો એના માટે,
વિદાય ની વસમી વેળા લાવી,
જ્યારથી મારા ઘેર દીકરી આવી.-
દાદા-દાદીનો આ આશીર્વાદ,
જાણે સુંદર છે દરેક વાત.
અનુભવાય છે જીવન તેમના પાસેથી,
શીખવા મળ્યો છે સ્નેહમાર્ગ.
દાદી નો ભોજન કેરો પ્રેમ,
દાદાની કહાનીઓનો કદી ન ભુલાય વેણ,
જીવન સુંદર અનુભવ છે તેમની સાથે,
પ્રેમથી ને સાથ તણુ બધું છે ખાસ.
બાળપણની ખુશીઓ છે તેમના વ્હાલમા,
હંમેશ યાદ છે, પ્રેમની જીજાવટ.
દાદા-દાદીનો સ્નેહ એ અમૂલ્ય ખજાનો,
સાદગીથી અને પ્રેમથી ભરેલો જાણે હૂફ નો મહાવરો.
તેમના સહારે જીવન થાય વધુ રંગીન,
દાદા-દાદી સાથે છે સુખની સિંચાઈ,
અડચણો થાય હળવી, દુખ થાય દૂર,
તેમનો સાથ એ છે જીવનનો સૌથી મૂલ્યવાન હિસ્સો.
-
જૂની રીત ને નવો માર્ગ,
સંસ્કારોનું સિંચન ને અઢળક વહાલ.
પહેલાં રમતમાં ને હવે નિણૅયો માં,
જેનો રહે હંમેશાં સંગાથ.
સુખ માં કે દુ:ખ માં હસતો રહે ચહેરો સદા,
આવું અનોખું વ્યક્તિત્વ એટલે 'દાદા'.
જેની ધૂંધળી આંખો માં છલકાતો પ્રેમ,
કરચલી યુક્ત હાથોની મનમોહક વાનગી.
જેના સૂકા હોઠો કહે અનોખી વાર્તા,
વધતી વયે પણ અડગ આત્મવિશ્વાસ.
પરીવારને જોડી રાખતું વ્યક્તિત્વ એટલે 'દાદી'.-
દાદા-દાદી, નાના-નાની એવણ છે સંજવની,
બધાની મન ની વાતો લેઈ છે જાણી.
એમના પાસે છે જાતજાતની રોચક વાર્તા,
એવણજ છે સંસ્કારોં ની નીવ ના કર્તા-ધર્તા.
-