દરજીનો દીકરો છું,
માપતા જાણું છું,
વધારાને કાપતા પણ
જાણુછું..-
ઓ ચિત્રકાર!
આ તે તારી કેવી ટેવ?
શું એકજ રંગે ન બને દેવ?
જુદા જુદા રંગો શાને ભેગા કર્યા?
કેસરી, સફેદ ને લીલો એક સંગે ધર્યા?
ભેદ રંગોનો તું કેમ ન જાણે?
બેસાડ્યા સઘળાં એકજ ભાણે.
ચિત્રકાર કહે,
" સાંભળ તું મૂરખ પ્રાણી,
શાને પોકારે તારી કર્કશ વાણી?"
આ રંગો છે નહીં એ માનવી,
છોડી દે તારી વૃત્તિ આ દાનવી.
સર્વે રંગોથી રંગુ હું ચિત્ર એક,
'સમાનતા સર્વેને' મારી છે ટેક.
ભેદભાવ તણો છોડી દે વેશ,
ત્યારે વિશ્વ ફલકે ચમકશે દેશ...-
એ આંખોના કામણ જાણે છે,
સાંચવજે દિલ, એ મારણ જાણે છે.
વર્ષોથી અધૂરી રહી જે વાત,
એ બંધ હોંઠોના તારણ જાણે છે.
ચુક્યો હતો જેનો સાથ એક વાર,
કરશે માફ? એ કારણ જાણે છે!
રસ્તા થઈ ગયા જુદાં સઘળાં,
મિલન માટેનું એ નિવારણ જાણે છે.-
સમુદ્ર તારા મોજાને કહિદે,
ઉછળવું હોય એટલું ઉછળી લે!
કિનારે પહોંચવા આજ,
મારી નાવડી જિદ્દે ચડી છે...-
સંબંધો બંન્ને પક્ષે હોય ત્યારે જ મજા દે છે,
એક પક્ષે તો માત્ર તૂટવાની સજા દે છે...
દિલેન સોલંકી ' બિંદુ '-
નથી યુદ્ધ કે મૃત્યુ નો ભય કોઈ મનમાં,
મારી ચિતા મેં જાતે સજાવી રાખી છે.
-
मुद्दतों से ज़िद थी, की तुम्हे भूल जाऊं,
दिलने कहा वही तो है, कैसे भूल जाऊं?-
वो कौन थे?
वंदे मातरम.... वंदे मातरम।
भारत माता के भाल का तिलक बनकर चमक गए,
वो वीर बाँकुरे कौन थे?
वंदे मातरम।
अंग्रेजों को धूल चटाती, मातृभूमि का कर्ज़ चुकाती,
वो तलवार कौन थी?
वंदे मातरम।
थर थर कांपते अंग्रेज सारे, मूंछों के बस एक ताव पर,
वो मतवाले कौन थे?
वंदे मातरम।
जिनकी फौज के युवा थे जागे, देख जिन्हें दुश्मन थे भागे,
वो सच्चे नेता कौन थे?
वंदे मातरम।
बहेरी सरकार के कान थे खोले, असम्बलीमे बजे थे गोले,
वो नौजवां कौन थे?
वंदे मातरम।
दीवारों में लहू छप गया, कुवों में भी लहु भर गया,
वो बागमें मासूम सारे कौन थे?
वंदे मातरम।
कितने सूली चढ़ गए थे, कितने राख में मिल गए थे,
वो माँ के लाल सारे कौन थे?
वंदे मातरम।-
મિચ્છામિ દુક્કડમ...
જાણે અજાણે થઈ જ હશે,
ક્યારેક મારાથી ભૂલ,
જાણે ચુભ્યુ પગે શૂળ,
નાદાન સમજી કરજો માફ,
હવે મિચ્છામિ દુક્કડમ...
ક્યારેક ટોક્યો હશે,
ક્યારેક રોક્યો હશે,
સત્યને છળ્યું હશે,
અબુધ સમજી કરજો માફ,
હવે મિચ્છામિ દુક્કડમ...
ક્યારેક સમય ચુક્યો,
ક્યારેક વેણ ભુલ્યો,
વિશ્વાસને તોડ્યો હશે,
અજાણ સમજી કરજો માફ,
હવે મિચ્છામિ દુક્કડમ...
સિંધુ સમ પામ્યો,
નદી સમ ઝુમ્યો,
તમારા પાસે સદાય,
"બિંદુ" ને અપનાવજો,
હવે મિચ્છામિ દુક્કડમ...-