"इस पानी की बूंदों ने कहा लहराती हुई हवा से,
पेड़ों से कह दो कि इधर-उधर मत झूमें!
मुझे ठंड लग रही है।"😅🤭😜😃
-
પરમેશ્વર ની છબી જે અસ્તિત્વમાં સમાતિ,
પિતા કેરુ એ અલૌકિક પુણ્ય ફળમાં નવ ઊર્મિ હંમેશ વિકસતી.
એમના અવાજમાં કઠોરતા ભલે હોય,
પરંતુ હૃદયમાં હંમેશા મૃદુતા વર્તાતી.
મનના ભારને એના ખીસામાં અકબંધ રાખીને,
પરિવારની સુખ સમૃદ્ધિ અને કાળજી કેરી કુંજી જે કહેવાતી.
આવા મૃગજળ પણ ગગનચુંબી મેઘ ધનુષ્ય કિરણો ના પ્રકાશિત વ્યક્તિત્વ એટલે કે પિતા... જેના થકી દિવસ નહીં પરંતુ આ દુનિયા નવજાત ફુલની ફોરમ બનીને મહેંકી ઉઠી છે તે તમામ પિતા સમાન વ્યક્તિત્વને હું નતમસ્તક વંદન કરુ છું.🙏🙏🙏-
"વિચારોની વર્ચ્યુઅલ ઉડાન"
✍️*YourQuotes*
Your(તમારા) દિલ અને મન કેરી વિચારોની છે અભિવ્યક્તિ,
ખુદને ખુદ મા સચોટરીતે પારખી અનેરી આકાંક્ષાની અગમશૈલી.
📸 *INSTAGRAM*
INSTAGRAM મા માત્ર RELLS બદલાય છે,
પણ મૂડતો અમારા પુસ્તકો મા જ સચવાય છે.
▶️ *YOUTUBE*
કેમેરા સામે એડિટિંગ થકી Subscribe થી એ જીવંત કરતું,
Likes + Comments ના વટવૃક્ષ મા વ્યક્તિત્વની ઓળખ બનાવતું.
💬 *WHATSAPP*
What(શું) આ દુનિયા Online છે...?
અરે મિત્રો!
આતો એક વિશિષ્ટ Shape(આકાર) થકી ખુશહાલ છે.
🐦 *TWITTER*
લાવ જરીક આ Twitt(તરત) ના પંખી કેરી ઉડાન ભરી લવું,
ખ્વાબના આ Letter(પત્ર) મા સ્વપ્નો ને અકબંધ કરી લવું ....
📘 *FACEBOOK *
FACE(મુખ) ને સંતાડી નવીન ઊર્મિ ઓની Book(ચોપડી)મા,
આવ!સુકાન સોપીએ પોસેટિવ માનસિકતા થકી અંગતશૈલીમા.
-
સાથ, સંયમ ને સમર્પણ
જો નિભાવી લઈ એ દિલથી આ ત્રણ તબક્કા તો
જીવન સરળ થઈ જાય નિરંતર.-
એક દિવસ જાણે તે મારી માટે પારકો વ્યક્તિ જ હતો.
પણ એ મારા દિલનો ખાસ હતો તેવી ખબર ન હતી.
ઘણી બધી મૂંઝવણો અને પ્રશ્નો હજુ ઉકેલાયા જ ન હતા,
ને આ સંબંધનું જોડાણ ઘાટ થઈ જશે તેની ખબર જ ન હતી.
ઉમદા વિચારો થકી દિલમાં ઘણા ઉમળકા છુપાઈને બેઠી હતી હું,
પણ ક્યારેય એ પારકો વ્યક્તિત્વ મારા એ જ ઉમળકા નો ધબકાર બની જશે તેવી ખબર જ ન હતી.
એ કોમળ સરખી કંચન જેવી કાયામાં મલકતા સ્મિત જેવી ઉંમરમાં એ વ્યક્તિત્વ ભલે પારકુ હતુ.
પરંતુ આ દુનિયામાં છેલ્લા શ્વાસ તણુ મારું અભિન્ન અંગ હતું તેની ખબર જ ન હતી.
એક દિવસ જાણે તે મારી માટે પારકો વ્યક્તિ જ હતો.
પણ એ મારા દિલનો ખાસ હતો તેવી ખબર ન હતી.-
સંભાળો તો સદાય ટકે,
ટુટે નહી ને વધારે મજબુત થાય.
આ સુખનો ઠગલો છે જ એવો કે,
છકી ના જઈએ આ સમય માં તો
પ્રેમથી હરહંમેશ માટે ઉન્નત થાય.-
કરે આ ધરા જાણે રૂદનફાટ.
પોકારે એ ધરા કેરુ માતૃત્વ ને કહે માનવ ને!
મારી ગોદ ફરીથી હરિયાળી બનાવ.
વનરાજી હતી મારી ઝાકમજોળ સમી,
હવે તે સાવ ધૂળ ને વેરાન બની.
કલરવ કરતા એ પંખીઓને,
મારા ખોળાની અભિલાષા જરીક પણ ના રહી.
જળને સૂકાપાટ સાંપડી ગયા ને,
સરોવર, તળાવ ને કુવા કરે છે હાહાકાર,
નથી કાઈજ વધારે માગ્યુ ઓ માનવી ,
માત્ર એક વૃક્ષ થકી લીલુડી ચાદર સજાવ.
હજી પણ સમય ક્યાં વિત્યો છે?
વૃક્ષ વાવ, પવનને ઓસારી,
ફરી એકવાર ધરા નુ માતૃત્વ સમુ સ્નેહ લૂંટાવી,
પુનઃ આ ઘરા જીવન ને લીલોછમ આનંદ અપાવ.
-
ક્યાંક,દીલ ની ગહરાઈ માં લાગણીઓની ઓટ આવી લાગે છે.
માટે, આ મન અનેક ચિંતા ના વાદળોમાં ઘેરાયું લાગે છે.
પ્રશ્નોની ભ્રમમાયાઓમાં વિચારોની આગ ભબંકી લાગે છે.
માટે, આ મન અનેક ચિંતા ના વાદળોમાં ઘેરાયું લાગે છે.
અગણિત પ્રયત્ન ને ધીરજ થકી નિશબ્દ વાચા થવા લાગી છે.
માટે, આ મન અનેક ચિંતા ના વાદળોમાં ઘેરાયું લાગે છે.
શ્રધ્ધા ની ઓટ માં આત્મવિશ્વાસ તણું પ્રકાશપુંજ પડ્યું લાગે છે.
માટે, આ મન ક્યાક એક આશ થકી જરીક વરસવા લાગ્યુ છે.
આંખો નીચેના કાળાં ડીંબાગ વાદળોની
ગહેરાઈ જરીક વઘવા લાગી છે.
માટે, આ મન પોતાના પણી હુફ આ દુનિયામાં શોધવા લાગ્યું છે.
-
એક તક મળી મને ગુમસુમ થઈને.
ના હતી કોઈ આકાંશા, ના હતી કોઇ આશ મને,
વિહોળી ગઈ એ મારી નજર સામે,
ને જાણે કહી ગઈ અગણીત મારા જ દીલના સરનામે.
-
"Your Quotes" પર જે શરૂ થયું કળા નાં સંગ,
આજ બની ગયું એક સુગંધિત ઉદયરંગ।
#Yqbમોટાભાઈ – આપનું પ્રેમાળ માર્ગદર્શન,
છે મારા માટે આશીર્વાદ સમં।
#Yqbદિદી – આપની લાગણીઓ ભીની પંક્તિઓ,
એ છે હંમેશા મારા મનની શક્તિઓ।
અને દુલારા મારા તમામ YQBમિત્રો,
તમારાં પ્રેમભર્યાં વાચનથી ખીલી ઉઠ્યા સૃજનના ફુલો।
પ્રતિસાદ, પ્રેરણા અને પંખીઓ જેવો સાથ,
આપ બધાના પ્રેમથી મળ્યો છે આ સ્નેહભરો પાથ।
શબ્દોમાં જીવ છે, લાગણીઓનું સ્થાન,
આપ સૌના સાથે છે રચાયું આ સુંદર સ્થાન।
આ સફર અધૂરી હતી જો ન મળ્યો હોત સહારો તમારોઃ
આજે દિલથી કહું છું – "તમારું ખુબ ખુબ આભાર !"
ચાલો હવે લખીએ નવી વાતો, નવા અક્ષર,
સાથે મળીને રચીયે આનંદભર્યો સંદર શ્રમ।
સ્નેહભર્યું આ સમર્પણ છે આપ સૌ માટે,
પાંચ વર્ષ પૂરાં કર્યા... હવે દ્રષ્ટિ છે નવા ઉદય પાટે!...
-