ઉછળતા દરિયા ની જેમ ના કરીશ તું પ્રેમ .. ?
ઓટ આવશે જ્યારે .. જીરવાશે કેમ .. ?-
જો કણ રેત ની કિનારે ઉભી ઉભી એને તાકતી કેવી મલકાય છે,
ઘડીક દરિયો ખેંચે પૂગવા દઈ હાથતાળી બહાર ફંગોળાય છે.-
સ્નેહના દરિયામાં તરી જઈશું ,
લાગણીના મોજા માં ભીંજાઈ જઈશું ,
એકવાર લગાડી જો દિલ થી દિલ ,
કસમ ખુદાની તારા પ્રેમ માં ડૂબી જઈશું .-
એનો પ્રેમ તો દરિયા જેવો ગહેરો છે...
પણ કદાચ મને જ ડૂબતાં ના આવડ્યું..
લહેરો જેમ ઉછળતી એની અઢળક ચિંતા એને પ્રેમ છે.
પણ તોય કદાચ મને જ ભીંજાતા ના આવડ્યું..-
આમ તો તરતા મને નથી આવડતુ સ્નેહ-દરિયામાં
પણ ભીંજાવું છે મને હવે, તારા લાગણીના મોજાંમાં-
યાદો ની નાવ લઇ ને નીકળ્યા દરિયા માં,
પ્રેમ ના એક ટીપા માટે નીકળ્યા વરસાદ માં,
ખબર છે મળવા નો નથી જેમનો સાથ સફર માં,
છતા ચંદ ને શોધવા નીકળ્યા અમાસ માં……-
આ જીવનરૂપી દરિયામાં જો હોય સાથ તારા પ્રેમનો...!!!
પછી ભરતી આવે કે ઓટ શુ ફેર પડે છે...???-
તરવા મથતો રહ્યો કાયમ ને માટે જે સ્નેહદરિયો હું
છેવટે ખબર પડી કે એ તો ડુબી ને પાર થાય છે
✍❣-
દરિયા ની લહેર જેવુ જીવન છે,
ક્યારેક સુખ ની લહેર આવે જીવન મા,
ક્યારેક દુઃખ ની લહેર આવે,
આ લહેરો ને જીવન મા માણવા ની મજા કંઈક અલગ જ હોય છે.-