QUOTES ON #મુસાફરી

#મુસાફરી quotes

Trending | Latest
14 DEC 2021 AT 13:41

ક્યારેક જીવન એક એવી ટ્રેનની મુસાફરી બની જાય છે
જેમા મનગમતું સ્ટેશન ક્યારેય આવતુ જ નથી,
લોકોની ધક્કા મુક્કીના લીધે નજીકમાં આવનાર
ગમે તે સ્ટેશન પર ઉતરી જવું પડતુ હોય છે !

-


20 DEC 2018 AT 16:05

તારા સાથ વિનાની મુસાફરી કરી આવી,
ભર્યા થેલા ને યાદ ખાલી કરી આવી...!

-


29 DEC 2020 AT 23:25

મુસાફરી એ પોતાનામાં જ એક અનોખી ફિલસૂફી છે. તેમાંય વળી એકલાં મુસાફરી કરવી એટલે ફિલસૂફીનો બમણો લાભ મેળવવો. આમ તો એકલતા આપણને કઠે. પરંતુ જ્યારે વાત મુસાફરીની આવે ત્યારે એકલતા સારી લાગે. એકલાં હોઈએ તો કશી ચિંતા નહીં. સાથે બહોળો સર-સામાન પણ નહીં. આપણાં ખપ પૂરતી વસ્તુઓની જ જરૂર પડે. બીજાં કોઈની ચિંતા નહીં. બીજાને શું જોઈશે, શું ગમશે, પૂરતું થઈ પડશે કે નહીં, કશું જ વિચારવાનું નહીં. બસ, આપણને જ્યારે જે મળે તેનાથી ચલાવી લેવાનું. મસ્ત મૌલા પોતાની મસ્તીમાં મસ્ત ! એકલ જીવડો ... કોઈ અલગારી જીવ !!

-














વિષય : માઈક્રોફિકશન
શિર્ષક: “મુસાફરી”

દરરોજ ત્રણ કલાકની મુસાફરી કરી કંટાળીને ઘેર આવતો મેહુલ ,પત્ની વીણાના દરરોજના કલેહ કંકાશથી કંટાળી આપઘાત કરવાના પાક્કા નિર્ણય સાથે બીજા દિવસે સ્ટેશન પર આવ્યો.અને આમ તેમ આંટા મારી મૂંઝાયેલી અવસ્થામાં ગાડી આવવાની રાહ જોવા લાગ્યો.
થોડા સમયમાં ગાડી આવતાં જ મેહુલે ગાડી નીચે પડતું મુક્યું .સાંકળ ખેંચાઈને ગાડી ત્યાં જ ઉભી રહી ગઇ.
મેહુલની પત્ની વીણાએ ટી.વી માં સમાચાર સાંભળ્યાને હાંફતી ફાંફતી દોટ મૂકી સ્ટેશને પહોંચી ને’ જોયું તો….?
મેહુલનો મંદ હાસ્યસ્ય ચહેરો ને’ અલવિદા કહેતો હાથ હવામાં ફર ફર લહેરાઈ રહ્યો હતો…..!

🍂🌹🍂🌹🍂🌹🍂🌹🍂

-Bindu….✍️
*********






-


10 JUN 2019 AT 9:22

ખુદને સમજવુ હોય તો બસની મુસાફરીબેસ્ટ,
દુનિયા સમજવી હોય તો ટ્રેન ની સફર બેસ્ટ.

-


27 DEC 2018 AT 9:11

શાને કાજે જીવન માં ભાગાદોડી ,,
એક જીવન માં કેટલા પડાવ ઝીલવા ના..
દરેક પડાવ ના હોય કંઈ સરળતા વાળા..
પણ...
પડાવ ને પાર કરતા જવાના..ને મંઝિલ સુધી ..
મુસાફર મુસાફરી કરતા જવાના.

-


20 SEP 2020 AT 21:57

🥀"નિકળ્યો છું આજે હું એક મુસાફર ની રાહ મા
મંજિલ ની તો મને કોઈ ખબર નથી ?
પણ તને પામવા ની આશ લઈ ને આજે બેઠો છું".🖤
(અધૂરી કહાની ......)

-


8 DEC 2019 AT 22:22

#મુસાફરી
આજનો પ્રવાસ બસ મા થયો
ત્યારેજ મે એને જોયો

જેમ બસ ચાલુ થઈ
એ મારા બાજુ મા ઊભી રહી

પેલા તો બોલવાનું મન થયુ
પન ટિકિટ કાઢવાનું રહી ગયુ

જેમ બસ ની સ્પીડ વદતિ
ત્યારે દિલ ની ધડકન ગટતિ

એટલા મા એની મંઝિલ આઇવિ
ફરી એક વાર મારી આસ મટાઇવિ

-


9 DEC 2021 AT 13:21

ઉભા હોઈએ બસ માં ,
તેજ ઘડી લાગેલો બ્રેક
માણસ ને કેવું ઘેલો કરી દે,
નજરો પડે જાણે પાપ કર્યું.
જોવું જ પડે ને વ્હાલા ,
બીજું કંઈ ના હોય બસ માં
હોય બારી , દેખાય રચના વિભુ ની
સમજે કોણ? આપના જેવા કવિ ❤️



-