GOOD MORNING— % &
-
कभी टूटती है बिखर जाती है,
ज़िन्दगी है, नया मोड़ लाती है ।
कभी ग़म से दामन भीगोती है,
यूं ही अक्सर ये रुला जाती है ।
कभी तन्हाईकी रुत सावन ले आती है,
बादल की जगह ये आंखें बरसाती है।
कभी ज़िन्दगी प्यार का गीत गाती है,
हर शेर पे अपने आदाब अदा करती है।
कभी समझ लेना ये कुछ समझाती है,
ये जिंदगी है, ख़ुद मुकर जाती है ।
— % &-
खुलें आकाश में मैंने, एक सितारा देखा,
सूने घरमें गा रही माँ, अकेलेपन का गाना ।
सागर की गहराई में पडीं, कोई सीप सा,
बुलबुलों में बसती, आँसूओं की बूँद सा ।
बन्द खिड़की से आती, कोमल किरण सा,
बेजुबाँ होठों की अनसूनी तवारीख सा ।
अपनें ना होते हुए भी,अपनी वजूदगी सा,
जीवन के हर राग में, बिखरे कोई सूर सा ।
बिना गाएं गीत की, मीठी सी कोई तर्ज़ सा,
मन में दबी पड़ी, चित्रकार की झलक सा ।
-निलम रोय— % &-
... ભૂલ થઈ જાય પછી શું ? હા, માફી માંગી લેવી.
જવાબ તો તદ્દન સાચો છે. કોઈ પણ ભૂલ થઈ જાય તો એ વ્યક્તિની તથા ઈશ્વરની આગળ ક્ષમાયાચના કરી લેવી. તે પહેલો ઉકેલ છે, કદાચ સહેલો પણ ...! છતાંય, આપણી ભૂલને લીધે જેને નુકસાન થયું છે તેનું શું ? - એ વિચારવા જેવી બાબત છે. વ્યક્તિની એક ભૂલને લીધે તેની આખી જિંદગી ""પૂરી"" થઈ જતી હોય છે. એ વિચાર કદી આપણે કર્યો છે ? શું આપણે તેમને વહી ગયેલો એ સમય પરત કરી શકીશું ? જિંદગીમાં પડી ગયેલી એ ખોટને ભરપાઈ કરી આપીશું ?
🎀 એક નબળી ક્ષણ અને થઈ ગયેલી એ ભૂલ શીળીનાં ચાઠાં જેવી છે ... મનમાં તડપ છોડી જાય છે. જેનો કોઈ ઉપાય નથી.-
સુખનો તો છલકે દરિયો,
વેદનાનાં હોય વહેળા,
નભથી વરસે અનરાધાર
ભીંજાય હૈયાં કોરાં !-
પહેલાંયે મહેંકી'તી રાતે આ રાતરાણી
આજે તો લાગે છે ખાસ.
સપનાંની રાતો તો દરરોજે મળતી'તી
આજનું આ સપનું તો ખાસ.
ઉઠતાંની સાથે ચમકતો'તો સૂરજ
આજે દિસંતો લાલ લાલ.
વરસાદી છાંટા ને ફોરમ આ માટીની
કેમ ધુબાકા મારું નહિ આજ !
તેરમું વરસ મારું બેઠું છે આજ જાણે
ત્રેવીસે પહોંચું ઝટ કાલ.
માનું ઈશ્વર તારો આભાર આ મનથી
ને મન તો દોડે છે હદ પાર.
(તરુણાવસ્થાની લાગણીઓ)
મારી કૉલમ Teenage corner માંથી
-
જીવન સાગરમાં તરતી ડૂબતી હોડીને મારી
મુકામ 'એ' નાવિકનો મળે આશા છે મારી !-
રેસ્ટોરાંની
અધખુલી બારીમાંથી
એ દિવસે
મેં જોઈ હતી એને
પેપર નેપકીનની ગડીઓ વચ્ચે
જિંદગીની
હકીકતને સ્વીકારતા.-
ચાલને,
કોરાં કાગળ પર આલબેલ પોકારીને
સ્નેહની કવિતા ચીતરીએ !
રંગ લાલ-પીળા લાગણીનાં ને
લીલાં ઘાસ-તરણાંનાં પછી લખીએ !
ભૂરું આકાશ ભલે વાદળ મઢેલું હોય
સોનેરી તડકાને સ્હેજ આછો બદામી બનાવીએ !
મોસમ વિનાનાં પેલાં વરસાદને રંગીને
અણગમતા માવઠે પલળીએ !
ધોળી-ધપાક સૂકી ઠંડી ઉડાડવા
વ્હાલનાં વલોણાં વલોવીએ !
કાળી કજિયાળી રાત ચંદર વિનાની ભલે,
આશાનો દીપ ત્યાં પ્રગટાવીએ !
ચાલને,
હાથમાં હાથ તારો-મારો પરોવી આજે
ભીતરની વાતને ઉકેલીએ !-