Shraddha Tank   (શ્રદ્ધા ટાંક)
129 Followers · 16 Following

Joined 9 June 2018


Joined 9 June 2018
14 FEB 2022 AT 3:35

વહેવું જાણે કે મારો સ્વભાવ જ નથી!

સ્થિરતા નાં પરીમાણમાં સમય સ્થિર રહેતો નથી,
એ તો બસ વહેતો જાય છે,
પકડવાનો પ્રયત્ન કરતાં હાથમાંથી રેતીની જેમ સરી જાય છે!

બે દરીયા કીનારા મળે ત્યાં ઊભી છું,
મોજાં પગે આવી ફીણ ફીણ થઈ વીખરાઈ જાય છે;
બસ મનમાં ઉદભવતા સવાલોની જેમ!

સામે અફાટ સમુદ્ર બધું સમાવવા બેઠો છે,
મનને,
મસ્તિષ્કને,
'ને સો જવાબોથી જડાયેલ છતાં એક સાચા સવાલ માટે તરફડતા હ્રદયને!
જાણું છું કે
એક પગલું આગળ માંડીશ 'ને એની અનંતતા માં સમાઈ જાઈશ,
પણ ન વહેવાની જીદે ત્યાં જ શોષાઈ જાઉં છું!

-


9 NOV 2021 AT 21:59

બંધ મુઠ્ઠીમાં અવકાશને જકડી રાખ્યું છે,
પણ ખોલતા ડર લાગે છે,
એની અનંતતા માં ફંગોળાઈ‌ જઈશ?
કે પછી એની શૂન્યતામાં ભરખાઈ જઈશ..?
કે પછી ફરીથી જીવંત થવાની રાહ‌ જોતી યાદની જેમ,
હાથમાંથી સરી જઈશ...

-


7 FEB 2020 AT 12:34

મળ્યું એ શું ફક્ત એક ઝબકારો હતો,
પરત મળ્યો ફક્ત એ અંધકાર હતો.

આરે છું અવકાશમાં ફંગોળાવાની,
જેને જકડી રાખ્યું એ બળ ફક્ત તારો હતો!

-


20 JAN 2020 AT 16:15

કંઈક હજી ખૂટે છે!

હસતા રમતા ચહેરાઓની વચ્ચે,
કિલ્લોલ કરતા ચહેરાઓની વચ્ચે,

અચાનક અનાયાસ જ
ન જાણે ક્યાંથી,
કે પછી હ્રદય ના ખૂણેથી,
ખૂટતી એ ક્ષણ‌,
યાદોના ધસમસતા પ્રવાહમાં મને લઈ ડૂબે છે!

કંઈક હજી ખૂટે છે!

-


16 JAN 2020 AT 21:38

હર એક વીતતી ક્ષણ
યાદોમાં સમાતી જાય છે,

ફૂલોની પાંખડીએ પણ તારા
સ્પર્શ હજી વર્તાય છે,

વર્તમાન ની વસંતે
ચાલી તો હું દર વખતે નીકળું છું,

પણ પાનખરનાં પર્ણો પર પગલાં પડતાં,
અવાજ ભૂતકાળનો સંભળાય છે!

-


16 JAN 2020 AT 10:54

શૂન્ય નો આકાર લઈ
ધબકારા મારા ધબકી રહ્યાં છે,

વાસ્તવિકતાથી અનંતે
મારા પગલાં જઇ રહ્યા છે,

આંસુઓના ગુણાકાર,
ને અસમંજસના ભાગાકારે પણ
વિચાર મારા ટકી રહ્યા છે!

-


14 JAN 2020 AT 10:38

ખભા પર આ બોજ શાનો લાગે છે?

અનાયાસે ઢળી પડતાં તારા હૈયાનો
કે ખોટી સાંત્વનાઓ આપતા તારા હાથનો!

આશાઓ‌ તો ખંખેરી દીધી,
પણ શું આટલો પણ અધિકાર‌ નથી મને તારા પ્રેમનો!

-


18 DEC 2019 AT 0:09

શું દુ:ખ‌ ઢોળવા સુખની ટેકરીઓ ચડવી જરૂરી છે?

તળેટી એ‌ પણ હોય છે સુખના પગલાં,
તેને લલકારવા શું આકાશ આંબવુ જરૂરી છે?

હાંફી જાય છે આ માંહ્યલો આકાશ આંબતા,

પણ જોવા એ આખા મલકના ઝબકારા,
બસ એક જ વાર ટોચે પહોંચી નીચે ઊતરવું જરૂરી છે!

-


20 NOV 2019 AT 16:03

તપતા સૂરજની જ્વાળાઓએ
મને દઝાડી છે!
પણ વીજળી એ ચમકાવેલ આગિયાએ
મને ઝીલી રાખી‌‌ છે!

-


26 JUN 2019 AT 16:38

શઢ ચીરીને મને મધદરિયે તરવા કાં મૂકી દિધી?
પાંખો કાપીને મને આકાશમાં ઉડવા કાં મૂકી દિધી?
દુઃખ ઢોળાય છે પર્વતની ટોચેથી,
તે ઝીલવા તળીયે કાં મૂકી દિધી!

-


Fetching Shraddha Tank Quotes