"Gujarati"
કોણ કહે છે કે મને કોઈ વ્યસન નથી?
તેની 'સુગંધ' જેવો તો,
મારા માટે બીજો કોઈ કસ નથી.
"English"
In the world of addiction;
I smell drags of her fragrance.-
જયાં જયાં વસે ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
અહિંસાના માર્ગે આઝાદી અપાવી
દેશના શાસન એ આજ બેઠું ગુજરાત
સંતો મહંતો'ને દેશને સરદાર આપનાર
બસ આ જ મારી ધન્ય ધરા ગુજરાત
પૈસાની નોટ થી મોબાઈલના નેટ સુધી
આજ બધે જ છવાયું ગુજરાત
મોભે માન'ને જીભે રાખી સાકર
દેશમાં ભળે એ મીઠાશ ગુજરાત
કચ્છી કાઠિયાવાડી સુરતી'ને અમદાવાદી
છેવટે તો બસ એક જ અખંડ ગુજરાત
ભાતીગળ કેડિયા'ને પચરંગી ઓઢીને ઓઢણી
ગરબાના તાલે ઝૂમતું નાચતું ગાતું ગુજરાત
ગાજે મેહુલિયો'ને સાવજ ની દહાડ,
જાણો એ જ મારૂ વતન ગુજરાત..!!-
પાટુ મારી પાણી કાઢવાની તાકાત આપે છે
ગુજરાતી જ્યાં જાય , ત્યાં નવું ગુજરાત આપે છે
એનાંથી મોટો પાડ હું શું માનું એ ઈશ્વરનો
એક બાજુ માં નર્મદા તો બીજ બાજુ બાપ સોમનાથ આપે છે
આપે જે ધરતી ભારતને વર્ગીસ અને અંબાણી
એજ વળી અહીંથી નરસિંહ મેઘાણી ને દાદ આપે છે
એ માંની કુખમાં કોઈ ચમત્કાર છે કે બીજું શું
એક તરફ રણ તો બીજી તરફ કેસર કેરીનાં પાક આપે છે
સાહસિક મોજીલા ચાલાક દયાળુ અને બીજા કેટલાં
હરીનાં દરેક ગુણ માણસમાં ગુજરાતી જાત આપે છે
✍❣-
દૂર છીએ તો ભી ચાલીએ સાથે આમ કેમ...
વગર મળ્યે પણ હર ક્ષણ સાથે આમ કેમ...
નાત જાત , રીતભાત અલગ બધી રીતે,
તો પણ જીવી રહ્યા એક બીજામાં આમ કેમ?-
" જોને, આભે છેડ્યો મધુરો મેઘમલ્હાર રાગ, ને લીલાછમ ખીલી ઉઠ્યા અવની ના આંગણાં,
વિઘ્નહર્તા ગણેશજી ની પધરામણી રૂડી ને ભાદરવે કર્યા મેઘરાજા ના શુકનવંતા વધામણાં..!-
એક પુષ્પ આજ પણ અંકબંધ છે બંધ પુસ્તક માં...
તેની ફોરમ આજ પણ અંકબંધ છે મારા મન માં...
આજ સુકાઈ પડ્યા છે પાન સમય ના વહેણ માં..
લાગણી ની ભીનાશ આજ પણ શોધું છું મન માં...-
આજ લાગણી ઉતરી કલમ ને કંડારી ને....
એ નાસમજે, કેવી ઉડાવી દીધી હસી ને...-