”શ્રી કૃષ્ણને પત્ર”
(આભાર વ્યક્ત કરતો...)-
ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻😊 મોટાભાઈ મારી ગઝલને હાઇલાઈટ કરવા બદલ. આપે મારી દિલે ખ્વાહિશ પૂરી કરી. મેં સાચું જ લખ્યું છે કે તમે" yq ના પરમેશ્વર છો જે દેખાય નહીં પણ કૃપા વરસાવે." આમ જ પ્રોત્સાહન વધારતા રહેજો.
એ સાથે અહી દરેક લેખક મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આ લેખની yq માં આવ્યા બાદ ખૂબ ધારદાર ને દમદાર થઈ છે.સૌ વાચક મિત્રોનો ખૂબ મોટો સહયોગ ને પ્રેરણા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર.
આપેલા આ પ્રેત્સાહનનું આગળ માન જળવાય એવો પૂરતો પ્રયત્ન હું અને મારી કલમ બન્ને કરશું એવી નિષ્ઠા સાથે વિરમું છું.-
જો જોત હું તમારી આંખોમાં, તો નક્કી ડુબી જાત
પછી બારે નિકળવું મારી માટે, બવ મુશ્કેલ બની જાત
તમને ના જોતાં પણ ધરાઈને જોયાં હતાં મે તમને
જો વધારે વાર મુલાકાત ટકી હોત આપણી તો,
નક્કી મને તમારા થી પ્રેમ થઈ જાત.....-
રોજ સવારે આંખ ખોલી ને, જયારે ખુદને જીવતો ભાળું.
ત્યારે બંદગી ખૂદાને કરીને, લાખ વંદન આભાર માનુ.
.....હવે હું માનવ બની બતાવું
તે ખુદા જે જીવન બક્ષ્યું, તારા રસ્તે જીવી બતાવું.
નહિ નડીને કોઈને જગમાં, બને તો કોઇ મદદમાં આવું.
.....હવે હું માનવ બની બતાવું
શ્વાસ નામની માળા આપી, જ્યાં સુધી તું શ્વાસ ભરે છે.
જ્યાં સુધી એ શ્વાસ ભરું હું, તારા જ નામે કરી બતાવું.
.....હવે હું માનવ બની બતાવું
કુદરત જો મને ધન આપે, દયા કર નિસ્વાર્થ બનું હું.
એવી સુલભ તક મળ્યે તો, દીનને કાજે વાપરી બતાવું.
.....હવે હું માનવ બની બતાવું
મારુ હોય એનેજ મારુ રાખું, સર્વ મારાને પછી કરું તારું.
કર્મ કરું વિના લગાર મોહે, પ્રભુ તુંજમાંજ હું મોહ લગાવું.
.....હવે હું માનવ બની બતાવું
લખવાની જો લાગણી ઉપજે,ખ્યાલ મને મળે તારો દાતાર.
શબ્દો તારા ને તું જ કારણ, 'મસ્ત' અનુભવે લખી બતાવું.
.....હવે હું માનવ બની બતાવું-