તું મને તારાથી અલગ કરીજ ક્યાં શકે છે!મંદ વાતો આ ઠંડો પવન,મને સ્પર્શી ને કહે છે:હું તારા શ્યામા ને સ્પર્શી ને આવીયો.આ ખાલી આકાશ,તારલાઓ તો જાણે તને જોવા માટે જ ઉમટયા હશે,ને મને ચિડાવશે અમે તારા પ્રિયાને મળી ને આવિયા.હું એમ નથી કેહતી કે તારી ને મારી પ્રીત ચાંદ-ચકોર જેવી છે પણ મારા માટે એક ધબકતા હૃદય માટે શ્વાસ જેવી તો છે જ,ક્ષય થતો આ ચંદ્ર પણ આકાશ માં તો છે,શું આ પુરતું નથી જીવન જીવા માટે! તારું પ્રત્યક્ષ હોવું જરૂરી નથી પણ તારી પ્રતીક્ષા હંમેશા રેહશે.
_ શ્યામા
-