તારા સાનિધ્યની છાયામાં
વિતાવેલા એ છાંયડા ને
સંસ્મરણોના એ તડકા માં
હું રોજ તપતો રહું છું.
શ્યામા-
"ટી ડે - ભી ડે જેવા મિત્રો માટે"
ચા અને તારી ચાહત !!!
બેઈ માં કાંઈ જાજો ફેર નથી,
બંને થોડા કડક ને ગરમ થાય ત્યારે સરખા જ લાગે,
ઠંડી ચા માં જેમ મજા ન આવે ને
એમ તુંયે ક્યારેક ઠંડો થઈ જાય તો ન મજા આવે યાર ,
જેમ ચા મારી આદત કરતા જરુરી વધારે છે,
તેમ તુંય આખા દી માં બે વાર એટલો જરુરી હો
તને જોવું ને સાંભળવું જરુરી થી જ્યાં છે યાર
ભલે ને તું કટીંગ જેટલો સમય આપે તું પણ આપ ને ,
એ કટીંગ ચા તો ખાલી શરીર ને તાજગી આપે છે પણ
તને જોઈ ને સાંભળી ને મારું હ્દય તાજગી અનુભવે છે.
એટલે જ તો મારી ચા ને તારી ચાહત
બંને ખુબ વ્હાલા છો મને પણ તું
આમ કોફી ની જેમ ક્યારેક જ યાદ ન કર
ચા ની જેમ રોજ સવાર સાંજ યાદ કરતો રહે.
તો આ ઝીંદગીને પણ થોડી તાજગી અનુભવાશે યાર.
મારા ચા જેવા કડક ને ગરમ મિત્રને
હેપી ઈન્ટરનેશનલ ટી ડે ની શુભકામના.
શ્યામા-
"તે તો મને ઉધારી દીધી તારી જિંદગી માંથી
પણ તારું અસ્તિત્વ તો મારા માં જ જમા છે એનું શું!!!
બસ આ છેલ્લો હિસાબ સરખો કરતો જા હવે,
મને મારા માંથી જ ઉધારી દેને હવે.
તને ભુલવું એ ગજું નથી રહ્યું મારું,
મારી યાદ આવે એવું કાળજું નથી રહ્યું તારું."
શ્યામીરા
-
તું એટલે મારી જિંદગીના દરેક રસથી ભરેલી ખાતાવહી,
હું તો ખર્ચાયેલા દરેક રસ નો હિસાબ માત્ર ઉધારતો જ રહ્યો,
છતાં તું મારા ખાતા ના હિસ્સા માં જમા ન થઈ.
તું હંમેશા મારી જિંદગી ના હિસાબો ની બહાર જ રહ્યો.
બોલ હવે!!! શું કરું હું તને મારા હિસ્સા માં ઉધારી ??
રોજમેળ નો હિસાબ પણ ત્યારે જ મળે
જ્યારે જમા ઉધાર ના આંકડા સરખા હોય.
તારે માત્ર લેવું જ છે એ પણ તારી અનુકૂળતા એ
સામ સામે બેલેન્સ ન મળે ને ત્યારે સરકાર પણ
એ ખાતું શીલ કરી દે છે...
મને તારી જોડે હિસાબ પુરો નથી કરવો,
મેં તો નિઃસ્વાર્થ ભાવે તને આપ્યો છે " પ્રેમ "
પણ બસ હવે આ ખાતું શીલ કરી દે.!!!
રોજ રોજ આ ઉધારયા કરવાની સ્થિતિ
મને ઉદાસ કરતી જાય છે..
તું તારી જિંદગી ના દરેક ખાતાં ને સાચવ..
હું તો શૂન્ય ની જેમ સતત મુલ્ય વગર નો જ રહી ગયો.
જ્યાં મનમેળ ના હોય ત્યાં આ રોજમેળ નથી કરવો હવે.
"તને મેં ઉધારી દીધો મારી જિંદગી માંથી
તારું અસ્તિત્વ તો મારા માં જ જમા રહેશે .
બસ આ છેલ્લો હિસાબ સરખો કરતો જા
મને તારા માંથી ઉધારી દે."
શ્યામીરા
-
तेरी सिगरेट
ऐसा नहीं है के जब में अकेली होती हूं ,
तब तुझे याद करती हूं ।
भीड़ में भी अकेला मेसुस करती हूं ,
जब तुझे याद करती हूं ।
तेरी सिगरेट सा कभी खुदको मेहसूस करती हूं ।
तेरी याद में खुदको कभी धुआ तो कभी राख करती हूं।
तेरी तस्वीर को देखती रेहती हूं जब तुझसे याद करती हूं।
तुझे यूहीं देखकर में मुस्कुराना और रोना साथ करती हूं।
श्यामा
-
જ્યારે જ્યારે તને જોવું છું ને
ત્યારે મન માં કંઈક રંગોળી જેવું પુરાય જોય છે
મને ત્યારે લાગે છે કે આજે દિવાળી છે...
સાવ સૂરસૂરિયા જેવા પોતાના અસ્તિત્વને અનુભવવા લાગુ
અને અચાનક તારો અવાજ સંભળાય ને મન ફૂટી જાય છે
મને ત્યારે લાગે છે કે આજે દિવાળી છે...
સાવ કડવી વાસ્તવિકતા એ ઉદાસી ને વાગોળતા અચાનક
તારી મીઠી યાદો જ્યારે મિઠાઈ નું સ્વરૂપ લઈ મન ને મળે છે ને
મને ત્યારે લાગે છે કે આજે દિવાળી છે...
હું પોતાને ગાઢ અંધારમાં સાવ અંદર થી ખોવી દઉ છું ને
ત્યારે મન ના ઓરડે આવીને તું દીવડો જલાવી જાય છે ને
મને ત્યારે લાગે છે કે હા આજે જ દિવાળી છે...
_શ્યામા "ઝિદંગી"
-
" उम्मीद "
सपने में दिखाए दे तो ही अच्छी है,
हकीकत में नजर आने पर ज्यादा तड़पती हैं।
श्यामा-
સનાતન કઠોર સત્ય એ છે કે
"સમજોતા કરી સંબંધ સાથે જીવવી સેહલી છે,
સહન કરી ને સ્વ સાથે માણવી એટલી જ મુશ્કેલ છે..
શ્યામા
-
મન માં મંથન કરે છે ને સાહેબ
ત્યારે
ગહન વિચારો થી
હ્દય માં થાય છે....
શ્યામા
-