Keshar Rabari   (કેશર)
69 Followers · 31 Following

રૂપ અને અદાઓના અભરખા નથી,
મારા શબ્દોને વરે એની શોધ છે કેશર'
Joined 12 June 2020


રૂપ અને અદાઓના અભરખા નથી,
મારા શબ્દોને વરે એની શોધ છે કેશર'
Joined 12 June 2020
16 JUN 2021 AT 10:35

હથેળીમાં હેતના રૂમાલ રાખ્યાં છે, રડવાનું ઓછું રાખજે!!

મેં તારા આંસુઓને મોતી માન્યા છે...✨

-


11 JUN 2021 AT 9:48

મારા શર્ટના બટણથી માંડીને તૂટેલા આત્મવિશ્વાસને

જોડવા સુધીનું કામ હવે તારું છે...

_R Desai

-


5 DEC 2020 AT 12:13

કોઈએ કહ્યું મારા ખીસામાં ખુરશી છે,

કોઈએ કહ્યું સત્તા ને ખીસ્સામાં પૈસા છે.

હું છોડી આવ્યો એ લોકોની મહેફિલ,

ખીસામાં બેઠી કલમ ખુબ હસી...

-


2 DEC 2020 AT 9:24

ચાલ લખીએ રાહુલ' કંઇક નવું...

આ બે પંક્તિઓમાં હવે મન નથી માનતું!!

-


25 SEP 2020 AT 8:53

બધું જ સહી લઉં છું.... પણ
આ ડાબી છાતીનું દુઃખ નથી ખમાતું !!
R. Desai

-


6 SEP 2020 AT 7:14

જગતનાં લોકો મરતા હશે પ્રેમમાં
હું તો વર્ષોથી એમને જીવી રહ્યો છું....

-


3 SEP 2020 AT 22:55

સમય બદલાયો ને સંજોગ બદલાયાં
જગતનાં બદલાયાં રીતિ રિવાજ
પડછાયો પણ બદલાયો મારા પ્રેમનો
બદલાયાં મારાં અંગત મિત્રોના મન
બદલાવની આ સફર કાયમ રહી

પણ એ ના બદલાણી ને ના બદલાણો એનો નેહ
મારી માં અને મા નો પ્રેમ.....

-


3 SEP 2020 AT 22:41

વગર માગ્યે મળી ગયું બધાને,
ને અહીં વર્ષોથી એક માનતા પુરી નથી થતી...

-


24 AUG 2020 AT 16:35

પાનેતર ઓઢીને ચાલજો જરા ધીમા
પ્રણયની પગદંડી છે...
ક્યાંક કફન ઉપર પગ ન પડી જાય !!

-


12 AUG 2020 AT 14:50

સ્વજનો મળે છે સામાં ને હાથ ના લંબાવી શકું હું
આનાથી મોટી કરૂણતા શું હોઈ શકે મારી કાન્હા

સદીઓ થવાને આવી પેલી પુરાણી મહાભારતને
આજ ફરી જીવ હોમાઈ રહ્યાં મોતને કાન્હા

ઘરની બહાર હું ચાહીને પણ નથી નીકળી શકતો
તારા મંદિરોમાં તાળા માર્યા, અરે રે કાન્હા

માન્યું તને ભુલવાની થઈ હસે ભુલ અમારાથી
તું જ વિના હવે શરણે કોણ લેશે કાન્હા

લોકો કહે છે કોરોના હું કહું બીજી મહાભારત
અવતાર બની આય ઉગારવા હે કાન્હા

-


Fetching Keshar Rabari Quotes