અહા ! આવ્યો છે કંઈ શ્રાવણ માસ,
ઓટલે ઓટલે જામશે જુગારના ધામ !!
લજવ્યો હરકોઈએ આ પાવન માસ,
શું છે અહીં યથાર્થ "મહાદેવ"નું નામ ?
- અભણ
-
નક્કી શ્રાવણી જુગાર રમાયો હશે આ આંખો વચ્ચે,
બંધ પાંપણે જીતી લીધી એણે મને છેક અંદર થી....!!-
શ્રાવણોત્સ ભરી ભક્તીનો રસથાળ આવ્યો,
આનંદ, ઉલ્લાસમાં ધબકાવવાં માનવને આવ્યો.
શિવ શંભૂના ભક્તિ રંગે રંગાડવાને આવ્યો,
ધર્મ, કર્મ ઉજાણીના પાઠ ભણાવવાને આવ્યો.
શ્રાવણે શિવ મહિમાનું ગાન ભરી આવ્યો,
મંદિર મંદિર ભમભોલેની ગુંજ ભરી આવ્યો.
તહેવારોની ભરી લ્હાણી મીઠા પકવાન બની આવ્યો,
વ્રત , ઉપવાસ , આરાધનાનો સંગમ બની આવ્યો.
સોમવારના વ્રતનો મહિમા જીવનમાં ભરી આવ્યો,
શિવ આરાધનામાં સાચું સુખ કહેવાને આવ્યો.
-
પવિત્ર શ્રાવણ માસ એટલે મોક્ષનાં દેવ મહાદેવ અને
જેનાં સ્વરૂપનો મોહ થઈ જવા પામે એવા મારા મધુસૂદન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ.
શ્રાવણ એટલે તો તાંડવનાં તાનમાં અને મોહનના મોહમાં મસ્ત થવું.
મારે મન શ્રાવણનાં સરવરિયા એટલે
લાલાના જન્મોત્સવની આરતીનાં પ્રસાદમાં અપાતું પંચામૃત અને
વરસાદનાં વિરામથી ઊડતી ધૂળ એટલે પંજીરી.
આવા દિવસોમાં પણ જો કોઈ કૃષ્ણમય અને રુદ્રમય ન થઈ શકતું હોય
તો ભર વરસાદે એના જેટલી શુષ્કતા સૃષ્ટિમાં જડવી મુશ્કેલ...!-