धमनीओकी गति जैसे अनियंत्रित
हो रही है,
प्राणवायु के प्रवाह में एकरसता
खो रही है,-
હા! હું ઘણો જ અભિમાન ભરેલ હોય,
તોએ કદીય અપમાન નથી કર્યું મેં!
હું જાણતો મુજ તણાં સહુ બંધનોને !
ઓળંગવા પરિઘને ન પ્રયાસ કીધો.
આ વાદળાં વરસતા વિખવા તમામે,
જે રેખ એક ફરતી મુજને કરી'તી.
તે જાણતા ન મુજના અભિપ્રાય કાં તો,
વંટોળને વિફરતા નહિ વાર લાગે.!
જો આજ આ પ્રથમ વાર જ કાવ્ય માંથી,
ઉઠી રહી અનલસી વિષ ધૂમ્ર શેરો,
એ બાળશે મુજ તથા તુજને દઝાડે,
જોને અનંત ભડકો તણખે થયો'તો..!
- દિવ્યરાજસિંહ સરવૈયા (અનંત)-
मलकाइ रही मृगनैन सुहावत कामन दामन देख ढर्यो,
कर कंकण बिंदु ललाट प्रभाव लुभावत भाव अनंत हर्यो,-
આવી રહી પરત એ મુજ ભાવનાઓ,
ક્યાં એ ઠરી ન ઠરવા મુજને જ દીધો,
વેતાળ સી રમત થી કરતી પરાસ્ત,
પાતાળ થી પણ પરે અતિ દૂર કીધો.!
તૈયાર છે કલમનો રસથાળ મારો,
તોએ મળ્યો ન મુજને મુજ ચાખનારો,
જે છે મળ્યો નિયતિએ રસહીન ભાળ,
ફૂટ્યા નવાંકુર અનંત તહાં રસાળ..!!-
ભાસે ભારી પથ વિકટ આ ચાલવું તે છતાં છે,
કાંટાળો 'ને રસ વગરનો પીડતો અંતરે છે.-
છંદ :- શાર્દૂલવિક્રીડિત
રાહી! ત્યાં કચરાયલું કણસતું, સ્વપ્નું સુતેલું હતું,
પંથી! ત્યાં વિસરી ગયેલ સઘળું, બેઠું થયું જાગતું,
કે'ને કાં તરછોડતા જ પટક્યો?, એવો હતો વાંક શો?
સંસારી સફરે નવીન પદને, પામી કર્યો રાંક - જો..!!
ભૂલી કેમ શકે મને મનનથી, દ્રષ્ટા હતો એક હું,
સંગાથી નવ પામતા વિસરતા, કેવો દગાખોર તું!
શાને તું બદલે હજીય સપના, સાથી બનીને રહે,
તારા તે સઘળા અનંત લખણો, સ્થાપી કરીને વહે..!-
ત્યાગવું ક્યાં છે જરૂરી ને વળી શું પામવું?
પંથ છેલ્લો એક છે તો જંગમાં કાં જામવું?
ગુંજતા કો' હાકલાને ક્યાંક પડકારો પડે,
શ્વાસ સંકેલી અનંતા દ્વંદ્વ ને ના ડામવું ?-