આ આષાઢી બીજે ના કરી જગદીશે નગરચર્યા
કોરોના તારા કકળાટે કોર્ટે અટકાવી પાવન ચર્યા
નગર આખું સુનું તારા વિરહમાં સૌ ઝૂર્યા
આવી ખબર અંતર પૂછ્યા નહીં ભક્તોનાં પૂન્ય ખૂટ્યાં
પોળો,શેરી, ચકલાં ને દરવાજા ખાલી ભાસ્યા
મગ,જાંબુ,પુરી ને માલપુઆ પ્રસાદમાં ના મળ્યાં
ઐરાવત, અખાડા, કરતબ ને ભજન મંડળીઓ ભૂલાયા
સાધુ સંતો દાસ ભક્તોનાં દલડાં આજ દુભાયા
સુભદ્રા અને બલરામ ને લઈને કરતો તું નગરયાત્રા
ઘર આંગણે તુજ દર્શન પામી ધન્ય બને રથયાત્રા
ખરો કલિયુગ આભડયો પરંપરા ને જગત નો નાથ વિસરાયા
નીજ મંદિરે જ કોરેન્ટાઈન થઈ કોરોના કાપજે રણછોડરાયા .........
-
શ્યામ મારા મનના રથમાં તું યાત્રા કરી જા...!
તપતા આ આયખાને અષાઢીબીજ કરી જા...!-
દોહા:-
*****
હે....વરસાદી વીજ ચમકે ,નવલી અષાઢી બીજ,
જોને સખી આ આવ્યો એ, નાથ મારો જગન્નાથ.
હે.... અનરાધાર મેઘ ખાંબ્યા , ને ટહુક્યા ટોડલે મોર,
ઘમઘમ ઘુઘરે રથસવારી, એ આવ્યો જગન્નાથ.
હે....સુભદ્વા વીર બલરામ સંગ, નાથ મારો જગન્નાથ,
મનોકામના પૂર્ણ થાય ને,સફળ થાય સૌ કામ.
હે....જય રણછોડ ને માખણચોર નું, ગુંજન ચારેકોર,
વહાલ થી વધાવીએ, આ મેઘલી અષાઢી બીજ
જોને સખી આ આવ્યો એ નાથ મારો જગન્નાથ,
હે...નાથ મારો જગન્નાથ.. એજી રે..નાથ મારો જગન્નાથ ....!!!
-Bindu✍️...
*******
-
जग के नाथ निकले हैं नगर चर्या पर हर नगर वासी आज खड़ा है स्वागत में मिल जाएंगे उनके दर्शन तो होगा बेड़ा पार तो सब साथ में बोलो
जय जगन्नाथ जय जगन्नाथ....-
ઉત્સવ અષાઢી બીજનાં મન મયુર નાચે,
અમીછાંટણે નવવર્ષ વધાવે કચ્છ આજે.
સુભદ્રા, બલભદ્ર સહ રથમાં પ્રભુ બિરાજે,
આ દેહરથ ભવફેરા ટાળો જગન્નાથ આજે.
-
જુઓ જુઓ નગરજનો કેવા ટોળેટોળાં થયા?
નગરયાત્રા નગરચર્યા કરવા શ્રી કૃષ્ણ રથમાં બેસ્યા
સુંદર શણગાર કર્યા પ્રભુ રથનો પણ શણગાર કરે
શ્રીકૃષ્ણ સાથે સુભદ્રાજી અને બલરામના રથ ફરે
દર્શન કરતાં ભક્તજનો જય જગન્નાથનો જય જય કાર કરે
વંદન પ્રણામ કરી ભક્તજનો ભાવભક્તિથી સુંદર દર્શન કરે
આષાઢી બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે
જય જગન્નાથ બોલતા ભકતો મગ જાંબુનો પ્રસાદ ગ્રહણ કરે.
- કૌશિક દવે
-