આંખ ના ઇશારે કરેલી વાતો યાદ રાખજો
રસ્તા વચ્ચે થયેલી મુલાકાતો યાદ રાખજો
થઈ ગયા ભલે હું ને તમે બીજા ની જીંદગી ના પથવાર
પણ મન નો છે ભવોભવ નો સંગાથ યાદ રાખજો
બીજું કઈ યાદ રાખો ના રાખો દિલ ને દુઃખ નથી એનું
પણ કોઈ રાહ જુએ છે તડપે છે તમારા માટે યાદ રાખજો
જૂઠા બહાના બનાવે છે માત્ર કોઈ તમને મળવા કાજે
એ સઘળાં પ્રયત્નો જે કર્યા માત્ર તમારા માટે યાદ રાખજો
ખોઈ બેસે છે લોકો જીંદગી પાગલ બની પ્રેમ માં
આજે ખુદ પાગલ બની ગઈ છું તમારા માટે એ યાદ રાખજો
પ્રેમ અનહદ કર્યો ખુદ ના અસ્તિત્વ ને દાવ પર લગાવી
આનાથી વધારે નથી કોઈ પુરાવો મુજ પ્રેમ નો એ યાદ રાખજો-
21 OCT 2018 AT 0:36
2 MAR 2020 AT 14:58
મળે અગર તું, તો તારી બધી ખામીઓ નજરઅંદાજ કરી લઉં,
બસ એકવાર ઈશારા માં જણાવી દે, આ શ્વાસ પણ તારા નામે કરી દઉં...-
20 NOV 2019 AT 23:26
આપ અમને રોજ સ્વપ્નમાં મળ્યાં કરો
અમોને પણ કોઈ પોતીકાં જેવું લાગશે
દર્દ અમારું અમસ્તું જ વખોળ્યાં કરો
તો પણ અમોને કૈં ઓસડ જેવું લાગશે
શ્વાસના આવાગમનની કો’ને ચિંતા છે હવે
ઝેરને પ્રેમથી પાશો તો ય શ્વાસ જેવું લાગશે
ઈચ્છાઓની ડેલીએ પડ્યો હવે સૂનકાર છે
દર્દ કો’ ગમતું આપશો, વસ્તાર જેવું લાગશે
ભવેભવની આ રમતમાં હા હું ભૂલો પડ્યો
દેહને ફક્ત બાળશો, ભવ સુધર્યાનું લાગશે-
2 MAR 2020 AT 13:59
મળે અગર તું, તો તારાં સઘળાં દુઃખો હું ઉધાર કરી લઉં
આપે પરવાનગી તો આ સોદાથી ભવોભવ પાર કરી લઉં-
21 SEP 2018 AT 14:44
રાત આખી કરતી રહે છે કેટલી પ્રતીક્ષા?
ભવોભવનું રહેશે હવે કદાચ આ જાગરણ!-