નાવ મારી મઝધાર માં છે ને શોધું છું હું કિનારો
હા હું પણ આજે શોધું છું એક સહારો
દિવસો પર દિવસો વીતી રહ્યા છે
નથી કોઇ સાથ નથી કોઇ સથવારો
કિનારે પાર લગાવીશ નાવ ને ઝીલીશ દરેક પ્રહારો
ક્યારેક તો શોધી ને રહીશ હું મારો પોતાનો કિનારો
આશા ના છોડી છે મેં ના છોડીશ ક્યારેય
જીત તો મારી જ થશે પાણી ની દિશા નો જ્યારે બદલાશે નઝારો
-
નૌકા ચાલતી રહી
સાંજ ઢળતી રહી
નાવિક ની ઉંમર
લહેરો ના તાલ પર ઉછળતી રહી-
કાગળ ની નાવ મારી કાગળ ની નાવ
દરિયા માં વહેતી મારી કાગળ ની નાવ
વાવાજોડુ આવે તોફાન આવે
નાવ ને મારી હલાવી ના શકે
પાણી ના વહેતાં વહાવ ની સાથે
પાણી સાથે રમતી મારી કાગળ ની નાવ
રંગબેરંગી હિચકોળા ખાતી
મસ્તી માં મગન ઝૂમતી મારી કાગળ ની નાવ
લહેરો સાથે હિલોળે ચડતી
નીડર રહી ને તરતી મારી કાગળ ની નાવ
પવન ની સાથે લહેરાતી રહેતી
હવા સાથે વાતો એ કરતી
ક્યારેક ઝડપી ક્યારેક ધીમી સરકતી
પણ ક્યારેય ન થાકતી મારી કાગળ ની નાવ-
જે અંદાજ થી લહેર સ્પર્શી રહી છે પગલાં ને મારા,
કોણ કહેશે કે કદી આ લહેરો એ નાવ ને ડૂબાડી છે ..!
#૧૨૨/૩૬૫-
છેલ્લા શ્વાસે ..
મારા જીવનના છેલ્લા શ્વાસે
માંગું તને હું મારી પાસે
પ્રેમ છે તારો મારી સાથે
હું પણ રહું છું તારી સાથે
યાદ આવે જો તું છેલ્લા શ્વાસે ...
જીવનસંગ્રામ છે દુશ્વારી
વાત તમારી છે બહુ ન્યારી
શીખ તમારી છે બહુ પ્યારી
ખીલીઉઠી છે તમ સંગ જીવન ક્યારી
માંગું એટલું બસ છેલ્લા શ્વાસે...
તું રહેજે સદા અમારી સાથે
પ્રેમ ના હે મહાસાગર મારી પાસે
યાદ કરું હું સાંજ સવારે
ક્યારેક મારા સ્વાર્થ ના કાજે
આવજે તું મારા છેલ્લા શ્વાસે...
કસોટીઓ બધી આકરી ભાસે
કેમ કરીને આ રાહ પુરી થાશે
નાવ અટકી છે મારી મજધારે
કરે સહાય જો તું ...ધારે...
આવી ...ને સમાઈ ..જાઉં
બસ હું તારી હારે..
યાદ રહે બસ તું છેલ્લા શ્વાસે...
~પિયુ~-
પંપાળી ને રાખજે સરિતા તારા વેગ ને
ક્યાંક આઘાત ના લાગે પંથક ની નાવ ને-
પૂછશો મને તો કહી નહીં શકું હું
કહ્યાં વગર રહી પણ નહીં શકું હું
તું જ દરિયો મારો તું જ મારી નાવ
તારા વગર વહી પણ નહીં શકું હું
મારા ઘર ની દિવાલ છે તું
તારા વગર નાબૂદ પણ નહીં થઈ શકું હું
પી શકું છું હું આખી દુનિયાના ગમ
એક તારી નારાજગી સહન નહીં કરી શકું હું
#૧૪૮/૩૬૫-
એક પછી એક દરેક રંગ બેરંગ બની ગયો,
જે નાવ નો નાવિક બનવા હું મથતો તે
નાવથી જ નાતો તૂટી ગયો.-
જિંદગીરૂપી રસ્તા માં સાચા ગુરુરૂપી નાવિક મળી રહે તો
નાવરૂપી આ અવતાર ને કિનારારૂપી મંઝિલ મળવી મુશ્કેલ નથી ..🌟-