કોડિયું... ✍️
------------
આ કોડિયું કિંમતી ત્યાં સુધી,
શ્વાસરૂપી દીપ જલે ત્યાં સુધી.
શ્વાસરૂપી દીપ છોડશે સાથ ,
કોડિયું કરશે માટીનો સંગાથ .
એ માટીથી બને નવું કોડિયું,
ફરી જીવ મેળવે નવું ઘોડિયું.
-
26 OCT 2019 AT 12:15
23 FEB AT 9:03
અમારું ઝૂંપડુંય નથી
સરનામું અમારું તમે..
અમારું તુંબડુંય નથી
તરણ અમારું તમે..
અમારું કોડીયુંય નથી
અજવાળું અમારું તમે..
અમારું મુખડુંય નથી
સ્મિત અમારું તમે..
અમારું કશુંયે નથી
સઘળું અમારું તમે..-
5 JUN 2021 AT 16:19
બહુ ખુશ થાશે દુનિયાભરનું અંધારું
ખંખેરો અજવાળા પરનું અંધારું
સિંહણટોળું ઊતર્યું જાણે ઘૂનામાં
ધરતી પર ઊતર્યું અધ્ધરનું અંધારું
ભાઈ, કુંભારી ! એક કોડિયું આપી દે
ઓછું કરવું છે પથ્થરનું અંધારું
તેં ફાનસનો કાચ કર્યો છે ઊંચો, ત્યાં
મેં ઊડતું ભાળ્યું રીતસરનું અંધારું
પાછો ના કાઢીશ, કોઈ માગણ આવે તો
લઈ જાશે એ તારા ઘરનું અંધારું
મારામાંથી જન્મ્યાં છે કંઈ મહાકાવ્યો
સ્નેહી ! હું તો છું શાયરનું અંધારું
- સ્નેહી પરમાર-
5 APR 2020 AT 21:21
દીવો કરી આકાશને ધર્યું હતું મેં કોડિયું, નવને નવ થઈ ત્યાં સુધી!
આકાશના સુંદર ઝરૂખે જનમતા દેખાય! કૈંક ટમટમતા તારલા.-