અંતરાત્મા..
(Read in Caption)-
19 AUG 2019 AT 13:56
તને હું શું કરૂં અર્પણ.. ગંગા સવાર ને તને ખોબા પાણીથી ક્યાં રીઝવું..
સૃષ્ટી ની આ પ્રકૃતિ તને જ અર્પણ.. ને બીલીપત્ર કે ધતૂરા થી ક્યાં રીઝવું..
ભભૂતીને જોઈ આ દેહનો મોહ કે અહંકાર હવે ના રહ્યો...
પંચાક્ષર જ છેવટે એક ઉપાય જે કરે હરપળ મારૂં કલ્યાણ...
બાળક તુલ્ય ભોળા બનીશ ને રહીશ કપટ થી છેટાં એમાં જ મારૂં કલ્યાણ...
કૈલાશ જેવી શીતળતા મસ્તિક માં રાખીશ ને અન્યાય સામે તાંડવ કરતા રહીશ...
અંતરાત્મા નું ધરીશ ધ્યાન એમાં જ થશે ત્રિનેત્ર શિવ તારા જ દર્શન...-
19 MAY 2019 AT 9:23
અંતર આત્માનો અવાજ તું સાંભળ
ધીમો પણ ખૂબ જ સચોટ ને નિર્મળ
દબાવીને એને તું ક્યાં ભાગશે હરપળ?
અનુસરીને એને વધશે તારું મનોબળ !
-
30 NOV 2018 AT 17:53