નવ વાગ્યે, નવ મિનિટ સુધી ચોમેર જ્યોત જગાવી
ભારતની એકતાને ઉજાળી સમસ્ત જગમાં ફેલાવી
‘તમસો માં જ્યોર્તિગમય’ની સંસ્કૃતિ જગને દર્શાવી
અંધકારને ઠેલતું આ ભારત છે દીધું દુનિયાને દર્શાવી
કોરોનાની મહામારીએ ભલે દીધું છે પળ પળ હંફાવી
છતાં અડગ ધરી છે હામ હ્ર્દયમાં, લે જો રે સૌ જાણી
એક ભારત, શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિ ફરીથી છે દ્રઢ કરાવી
ભલે રે જગમાં જોર અધર્મનું, સત્ય પ્રકાશશે અંતે ભારી
મહાપુરુષો, સંતોની ભૂમિ ભારતની એ ઓળખ બતાવી
ન ડગ્યું ન ડગશે ભારત કો’ વિરલાએ જેની રે નાળ થામી-
જેમ માતા પિતાનો કોઈ એક દિવસ ન હોય
એમનાથી જ સંતાનો ના રોજ દિવસ રાત હોય,
નિ:શંક માતા પિતા અને સંતાન
એક બીજાને અનહદ વહાલ કરતાં જ હોય...
પણ જ્યારે મનની લાગણી જતાવી દેવામાં આવે
ત્યારે માતાપિતાનો આનંદ અને સંતાનની ખુશી અલગ જ હોય .
આ દેશ સાર્વભૌમ માં માનતો હોય,
જ્યાં તુલસી એ છોડ નહિ માં હોય,
ત્યાં એની પૂજા માટે ક્યાં કોઈ એક દિવસ હોય...
25 ડિસેમ્બર એ તુલસી પૂજનનો દિવસ નથી...
તુલસી પૂજા તો દરરોજ થાય ને ખાસ તુલસી વિવાહની થાય ..
બીજા તહેવારની લીટી નાની કાં કરવી??
આપણે તો ભારત માતાના સંતાન છીએ....
આપણે તો બસ પૃથ્વી જ આપણું કુટુંબ કરવી.-
વિવિધતામાં એકતા એ મારો ભારત કેહવાય છે,
હક, ફરજ, સન્માનથી એ પરિપૂર્ણ થાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદાહરણ સરદાર બની જાય છે,
મહાત્મા ગાંધી કેવા નાણા પર સચવાય છે.
પહેલો ધ્વજ ફરકાય તે લાલ કિલ્લો કેહવાય છે,
દિલ્લી ગેટ પર વીરોની જયગાથા ગવાય છે.
દિવાળીને મોહરમ જ્યાં હળી-મળી ઉજવાય છે,
રાષ્ટ્રીય એકતાનો કેવો પર્વ બની જાય છે.
ભાષા અને પહેરવેશમાં જ્યાં ભિન્નતા વર્તાય છે,
વિવિધતામાં એકતા એ જ મારો ભારત કેહવાય છે.-