રાંધી છે ખીર,
બેનડી નું છે વ્રત
ભાઈ ને માટે,
આભે ઉગિયો
કેવો છે ચાંદલિયો
ઈશ ની પાસ
માગે છે આજ
આયુષ્ય વિરલાનું
સાથે સમૃદ્ધિ..
પોષી પૂનમે
પૂછે મારી બેનડી
રમું કે જમું....
-
રાંધી છે ખીર,
બેનડી નું છે વ્રત
ભાઈ ને માટે,
આભે ઉગિયો
કેવો છે ચાંદલિયો
ઈશ ની પાસ
માગે છે આજ
આયુષ્ય વિરલાનું
સાથે સમૃદ્ધિ..
પોષી પૂનમે
પૂછે મારી બેનડી
રમું કે જમું....
પોષી પૂનમ ની હાર્દિક શુભકામના 🎇🌻🎁
-
ભાઈ ! ખબર છે કે તું ભાઈગીરી કરીશ આજે,
તારા ટીપ્પણી ના ઈરાદા ને હું માન આપીશ આજે.
આખો દિવસ ના ઉપવાસ માં તું તંગ કરીશ આજે,
પણ ચાંદામામા પાસે હું તને નિરોગી માંગીશ આજે.
ચાનકી ના કાણાં માં તું ધરાર મને બે વાર પૂછાવડાવીશ આજે,
પૂછ્યા પછી પણ તું 'રમે કઇશ' એવું આખો દિવસ ચીડવીશ મને આજે.
છતાંય તારી માંગણી ને સ્વીકારી પોષી પૂર્ણિમા સામે પૂછું છું આજે..
ચાંદા તારી ચાનકી..
પોષી પોષી પુનમડી..
અગાશીએ રાંધ્યા અન્ન..
ભાઈ ની બેન રમે કે જમે ??
... .... ...
તારા જવાબ ની રાહ માં ઉભી છે બેન અગાશીએ રાત્રે આજે...!-
પોષી પુનમ ની ખુબ ખુબ શુભેચ્છાઓ..
પુનમ ના ચંદ્ર સમાન મારા બધા જ ભાઈઓ ના જીવન પ્રકાશિત રહે અને ભાઈ બહેન ના હેતપ્રેમ અમર રહે 🙌🏻🙌🏻
ભાઈ એટલે હિંમત,ભાઈ એટલે શક્તિ શોર્ય ભાઈ એટલે બહેન ની દુનિયા.
પૂરી દુનિયા એક તરફ અને ભાઈ નો સ્નેહ સાથ અને હેત એક તરફ.
બહેનનો વિશ્વાસ અને બહેનની આશા એટલે ભાઈ.
નિશબ્દ અવ્યક્ત અને અતૂટ સ્નેહ અને પ્રેમ ભર્યો સબંધ #ભાઈબહેન 😍-
પોષી પુનમ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
માં ભગવતી મારા બધા ભાઈઓ ની રક્ષા કરે, સદાય હસતા રાખે જીવનમાં દરેક ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિ કરો મન ના દરેક મનોરથ પુરા થાય તથા સૂર્ય ચંદ્ર સમાન ભાઈબહેન ના હેત- પ્રેમ અમર રહે એવી હૃદયપૂર્વક પ્રાર્થના સહ બેનબા ના આશિષ.😊🤗🙌-