QUOTES ON #અમર

#અમર quotes

Trending | Latest
22 APR 2019 AT 8:31

મારાં શહેરમાં આવીને એ મૌન રહે છે
પ્રેમમાં ભલા આવી રીતે કોણ રહે છે ;
લાગણીઓ મારી છે અશ્વત્થામા જેટલી અમર
મારા દિલમાં એ'ય એક દ્રોણ રહે છે !
✍❣

-


11 DEC 2020 AT 4:30

કોરના ભગાડવાનો ઢોલ પછી ગજાવજે,
પહેલાં મારા બેસણાનો સરસ ફોટો સજાવજે.
-કવિ ઘનશ્યામ ગઢવી

-


5 JUN 2022 AT 13:49

મળ્યું તે માણી લઈએ નાહકનું અકળવું શું,
પ્રયાસ તો પૂરો કરીએ નાહકનું બળબળવું શું!

તકની જો વાત કરું! તો રોજ સવારે જગાડે પ્રભુ,
ભૂલી એમના ઉપકાર, આ દુનિયા સામે કરગરવું શું!

સમય હજું ઘણો છે,જીવવા અને જીતવા માટે,
અમસ્તું કંઈપણ ધારીને ખોટું ગળગળવું શું!

વિશ્વાસ તો છેક! શ્વાસ સુધી રાખવો જ પડે,
પરબારું જે મળે એને પોતાનું ગણવું શું!

શબ્દોનો લઈ સહારો 'પંક' પૂછે છે એટલું,
જો અમર નથી અહીં કોઈ! તો મારું મારું કરવું શું!

-


13 FEB 2020 AT 10:28

એક દિવસ આ "પ્રેમ", 💯
"અમર" થઈ જશે, 💟
અને "નોટી" નાં નામ ની, ✍
"કબર" બની જશે..!! 🔥
(નોટી ની વાતો)

-