माफ मां करती है,...
अपने कर्म नहीं,
मतलब,
अगर बचपन बीत गया है तो,
अब सोच समझ कर चलो,
आगे माफी नहीं मिलेगी।-
હું એકલો જ મુસાફિર થઈ ફરું છું આમ તેમ,
ને જવાબદારીનું ભાન છે મને,
છતાં બે જવાબદાર થઈ ફરું છું આમ તેમ,
વળી જોઈ છે દુનિયા મેં રંગ બદલતી,
છતાં આ રંગીન દુનિયામાં રંગાવ છું આમ તેમ,
ને સપનાઓ દિવસે જોઉં છું હું,
જેને ઊંઘમાં પુરા કરું છું આમ તેમ,
પાછી આ શાબાશીની લત લાગી જોને,
બે શબ્દ લખીને વાહ વાહ માટે ફરું છું આમ તેમ,
કોને કહું,
શું કહું,
શા માટે કહું અરે કહેવાવાળો હું કોણ! વળી,
તો'ય પોતાને જ કંઈક ને કંઈક કહ્યાં કરું છું આમ તેમ...-
" મીઠું મધુરું બાળપણ "
એક વાર્તા સાંભળવા રાતની રાહ જોતાં,
અને,
એ વાર્તા સાંભળતા સાંભળતા જ સૂઈ જતાં.-
જે મળ્યું છે એમાં જો સંતોષી ન બન્યાં તો,
જે જોય છે એ મળશે તો'ય સંતોષ નહીં જ થાય.-
"સપનું"
જરાક અમસ્તી ઉઘડતાં આંખ સપનું જોને થયું ખાક,
વિચારે પાથરેલી પથારી સંકેલાય ગઈ,
રંગોના મહેલો લિટોળે લીપાય ગયાં,
આનંદની અનુભૂતિ અંજવાળે અંજાય ગઈ,
બેબાક લાગતી બાબત બનાવટી લાગવા લાગી,
જરાક અમસ્તી ઉઘડતાં આંખ સપનું જોને થયું ખાક...-